22 Mar. Vadodara: આજે વિશ્વમાં વિશ્વ જલ દિન મનાવાઇ રહ્યો છે,પણ તે કેટલો કારગર સિધ્ધ થઈ રહ્યો છે,તે એક મોટો પ્રશ્નાર્થ છે.
આજે વિશ્વ જળ દિન એટલે કે વર્લ્ડ વોટર ડે છે. હજુ ગઈકાલે જ વર્લ્ડ ફોરેસ્ટ ડે મનાવવામાં આવ્યો. આમ પણ જંગલો અને પાણીનો આપસમાં સાંકળ ની કડીઓ જેવો સંબંધ છે. જો જંગલો સુરક્ષિત હશે, અને જંગલો વધશે, તો જ આકાશમાં વાદળોની સંરચના થશે, અને ધરતી પર વરસાદ વરસશે.
આમ તો પ્રાચીન સભ્યતાઓ એ પણ વિશાળ નદિયોન ના કિનારે વસવાટ કરી પાણી નું જીવન માં મહત્વ તો સમજાવ્યું જ , પણ સાથે સાથે પીવાના અને વાપરવાના પાણી ની સુદ્રઢ વ્યસ્થા પણ કરી.પરંતુ આજે જે રીતે પાણી નો વેડફાટ થાય છે,અને આધુનિકીકરણ ના નામે વિશાળ કંપનીઓના દૂષિત પાણી ને નદીઓ અને જળાશયોમાં નાખવામાં આવે છે ,તે ભાવિ પેઢી માટે બહુજ નુકસાનકારક હશે.
હજારો વર્ષો પહેલા કહેવાયેલું કે પાણી પડીકે વેચાશે,ત્યારે તો આવી કોઈ કલ્પના પણ ન હતી,આજે આપણે જોઈ રહ્યા છીએ કે પાણી બોટલ અને પાઉચ માં વેચાય છે.
જેમ વનો ના હ્રાસ પછી કદાચ આપણી ભાવિ પેઢી વનો,નદીઓ,ઝરણા,તળાવ જેવા જળસ્રોત ને ડિસ્કવરી માં જોશે.અને જ્યારે તેઓ આપણને પૂછશે કે પાણી કેવું ફીલ થાય…તો શું કહીશું….??
તમને ખબર છે… 70.9% ટકા જમીન સમુદ્ર રૂપી પાણી માં ગરકાવ છે.બાકી લગભગ 29 ટકા જેટલી જમીન પર માનવ વસવાટ છે,અને આ વસવાટ ની જગ્યા માં બહુજ ઓછા સ્થળોએ નદી,ઝરણા,છે.જેને આપણે લગભગ દૂષિત કરી ચૂક્યા છીએ.આવા માં શુધ્ધ પીવાનું પાણી લગભગ 70%થી પણ કદાચ વધારે લોકો ને તો મળતું જ નથી.ચારેકોર અશુધ્ધ પાણી ની બૂમો પડે છે.આજે ફક્ત 1.6 ટકા જ ભૂગર્ભ જળ બચ્યું છે,અને તેને પણ આપડે પાણી ની મોટર મૂકી ને ખેંચી રહ્યા છીએ.
આજે જો ખરેખર વિશ્વ જળ દિન અને વિશ્વ વન દિન આપડે મનાવવો હોય તો પ્રાકૃતિક વાતાવરણ ને સાચવી તેને અનુરૂપ જીવવું પડશે,અને વોટર રિચારજીંગ સિસ્ટમ નો વિપુલ પ્રમાણ માં ઉપયોગ કરી ભૂગર્ભજળ નું લેવલ વધારતા રહેવું પડશે.સાથે સાથે જળશુધ્ધિકર ની જવાબદારી પ્રત્યેક વ્યક્તિએ નિભાવવી પડશે.
More Stories
ટાઇટેનિકના સૂર: જળસમાધિએ બાંધેલી મનુષ્યતા અને સંગીતની અમર કહાની
‘ટહુકો’ નીઆમ્રકુંજમાં પ્રિય મોરારીબાપુનો ટહુકો!
ભારતીય દસ્તાવેજી ફિલ્મો : વૈશ્વિક સન્માન બરાબર, પરંતુ ઘર આંગણે દર્શકો ક્યાં છે?