CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Friday, April 11   3:24:17

આજે વિશ્વ ચકલી દિવસ

20 Mar. Vadodara: આજે જે રીતે પર્યાવરણનો હ્રાસ થઈ રહ્યો છે, એવામાં લુપ્તપ્રાય થતી જતી ચકલી ને બચાવવાના અભિયાન અંતર્ગત 20 માર્ચનો દિવસ દર વર્ષે વર્લ્ડ સ્પેરો ડે ના રૂપે મનાવવામાં આવે છે.

નાના હતા, ત્યારે ચકી ચકા ની વાતો ,અને બાળગીતો સાંભળીને આપણે બધા મોટા થયા. આપણી આ ચકલીઓને દાણા ખાતી ,પાણીમાં અને માટીમાં નહાતી જોઈ છે,પણ હવે ની પેઢી માટે આ નાનકડું પક્ષી લુપ્તપ્રાય: થઈ રહ્યું છે.ત્યારે આ ચકલી ને પુનર્જીવન આપવા સંરક્ષણ વાદી મોહમ્મદ દિલાવરે 2010માં નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા ની સાથે મળીને ચકલી બચાઓ અભિયાન શરૂ કર્યું. અને ત્યારથી 20 માર્ચ નો દિવસ વર્લ્ડ સ્પેરો ડે તરીકે મનાવવાની શરૂઆત થઇ.

આપણને સાવ સામાન્ય લાગતી આ નાની ચકલીનું ઇકોસિસ્ટમ માં મહત્વ નું યોગદાન છે. ચકલી માનવજીવન સાથે જ જીવે છે ,પણ હવે તથાકથિત આધુનિકીકરણ ના નામે વધતું જતું ધ્વનિ,વાયુ પ્રદૂષણ, સિમેન્ટ કોંક્રિટના મકાનો, મોબાઇલ ટાવર, જંતુનાશક દવાઓના અત્યધિક વપરાશના કારણે ચકલી માટે નું પર્યાવરણ નષ્ટ થયું છે.

ચકલી ને ઝાડ પર માળા બાંધવા ફાવતા નથી,તે માનવ વસાહત માં જ માળા બાંધે છે.આ પક્ષી ના માળા માટે અનુકૂળ નળિયા,છાપરા, ફોટોફ્રેમો ની હારમાળા ગઈ ,અને આ નાનકડા પક્ષીએ આશ્રય ગુમાવ્યું.વંશવૃદ્ધિ માટે પ્રશ્નાર્થ ઊભો થયો.એક સર્વેક્ષણ અનુસાર આજે ફક્ત ૨૫ ટકા જ ચકલી ના બચ્ચાઓ જીવે છે.

આમ ચકલીને બચાવવા જરૂરી છે તેના માટેનું પર્યાવરણ બનાવવું.
પ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશી કહે છે…..
” વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી
પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનોની છે વનસ્પતિ”