19 Mar. Vadodara: પ્રસિદ્ધ ગઝલકાર,કવિ ,નાટ્યકાર ચિનુ મોદી ની આજે પુણ્યતિથિ છે.
જેમના નિધન પર વિનોદ ભટ્ટ જેવા લેખકે કહ્યું હતું કે,” આ ઈચ્છામૃત્યુ છે, તેણે એની જાતે જીવન ત્યાગી દીધું છે…..”એવા સદા જીવંત જીવન જીવેલા પ્રસિદ્ધ કવિ,નાટ્યકાર,ગઝલકાર,નવલકથાકાર,વિવેચક ચિનુ મોદી ની આજે પુણ્ય તિથિ છે. 19 માર્ચ 2017 ના રોજ તેમનું નિધન થયું.
તલોદ,અમદાવાદ ની કોલેજો માં અધ્યાપન કર્યું ,તો ઈસરો માં તેઓએ સ્ક્રિપ્ટ રાઇટર તરીકે કાર્ય કર્યું. તેમના અશ્વમેઘ, બાહુક, કલાખ્યાન જેવા નોંધપાત્ર સર્જન રહ્યા.તસ્બી અને ક્ષણીકા કાવ્ય પ્રકારો ના સર્જક ચિનુ મોદી ને સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી એવોર્ડ,અને નરસિંહ મહેતા એવોર્ડ થી નવાજવામાં આવેલા.
આજે તેઓ આપણી વચ્ચે નથી પણ તેમનું સર્જન હંમેશા યાદ રહેશે.
“જીવ મારો આ શરીરે ક્યારનો મુંઝાય છે,
બહાર કાઢો બિંબને, એ કાચમાં કહોવાય છે…”
“પાળીયા ની જેમ મારી એકલતા ઓરડે ને ,પાદર ની જેમ તમે ચૂપ, વીતેલી વેળામાં હું જાઉં છું સહેજ ત્યાં તો આંખો બે આંસુ ચૂપ….”
‘ઈર્શાદ ‘ ના ઉપનામ થી લખતી કલમ હવે શાંત થઈ ગઈ છે,પણ લેખન જીવંત છે, અને રહેશે.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?