CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Sunday, February 23   2:46:40
historic moment

આ એક ઐતિહાસિક ક્ષણ હતી અને સમગ્ર વિશ્વના લોકો માટે એક સંદેશ પણ..!

આ દ્રશ્ય ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોની હાઈ જમ્પ ફાઈનલનું છે. ફાઈનલમાં ઈટાલીના જિયાનમાર્કો તાંબેરીનો મુકાબલો કતારના મુતાઝ ઈસા બર્શિમ સામે થયો હતો. બંનેએ 2.37 મીટરની છલાંગ લગાવી અને એક બીજાની બરાબરી કરી !
ત્યારબાદ ઓલિમ્પિક અધિકારીઓએ બંનેને ત્રણ વધુ પ્રયાસો આપ્યા, પરંતુ તેઓ 2.37 મીટરથી વધુ સુધી પહોંચવા સમર્થ નહોતા.
વધુ એક પ્રયાસ આપવામાં આવ્યો, પણ બર્શીમના મનમાં કંઈક ઘૂમતું હતું. કંઈક વિચારીને તેણે એક અધિકારીને પૂછ્યું, “જો હું અંતિમ પ્રયાસમાંથી ખસી જઈશ તો શું સુવર્ણ ચંદ્રક અમારા બંને વચ્ચે વહેંચી શકાય?”
નિયમોની તપાસ કરીને જવાબ મળ્યો કે, “હા, ગોલ્ડ મેડલ તમારા બંને વચ્ચે વહેંચવામાં આવશે”.
બર્શીમે છેલ્લા પ્રયાસમાંથી ખસી જવાની જાહેરાત કરી.
આ જોઈને ઈટાલીનો હરીફ તાંબરી દોડ્યો અને મુતાઝ બર્શીમને ગળે લગાડ્યો ! બંને ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા.
રમતના મેદાનમાં ગળાકાપ હરીફાઈ વચ્ચે આવા પ્રસંગો પણ નોંધાયા છે.