રામાનંદ સાગર નિર્મીત ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડા વાળો’માં બાયલ ચાવડાની ભુમિકામાં શોલેના ગબ્બર એટલે કે, અમજદ ખાનને કાસ્ટ કરવામાં આવ્યા હતા.
ફિલ્મમાં જ્યારે બંને વચ્ચે ધીંગાણુ થાય ત્યારે એ એક્શન દ્રશ્યોમાં અમજદ ખાનને એક સંવાદ બોલવાનો હતો, “થઈ જા માટી”. હવે અમજદ ખાનને આપણી આ તળપદી ભાષાનો ગુઢાર્થ ક્યાંથી ખબર હોય..? એને તો ગુજરાતી પણ નહોતું આવડતું. હિંદી ફોન્ટમાં લખેલા ગુજરાતી ડાયલોગ જ ગોખીને બોલવાના હતા.
એટલે આ દેશી વાક્ય “થઈ જા માટી” એ બરાબર બોલી નહોતા શકતા.એ શોટ ફિલ્માવવા માટે ઓછામાં ઓછા પચ્ચીસ જેટલા રીટેક થયા.
સેટ ઉપર બધા કંટાળી ગયા પણ અમજદ ખાન એ સંવાદ બરાબર બોલી નહોતા શક્યા.
ફિલ્મનાં નિર્દેશક મોતી સાગર પણ અડગ હતા કે, સંવાદ તો એજ રહેશે. આખરે અમજદ ખાને એ સંવાદ પરફેક્ટ બોલી બતાવ્યો ત્યારે જ પેકઅપ થયું.
પછી અમજદ ખાને ઉપેન્દ્રભાઈ ને પુછ્યું, “થઈ જા માટી” કા મતલબ ક્યા હોતા હૈ..?”
જવાબમા ઉપેન્દ્ર ભાઈ ખડખડાટ હસી પડ્યા.
આ રમુજી કિસ્સો ઉપેન્દ્ર ત્રિવેદીએ પોતાના આત્મ કથનમાં ટાંક્યો છે.

More Stories
ટાઇટેનિકના સૂર: જળસમાધિએ બાંધેલી મનુષ્યતા અને સંગીતની અમર કહાની
‘ટહુકો’ નીઆમ્રકુંજમાં પ્રિય મોરારીબાપુનો ટહુકો!
ભારતીય દસ્તાવેજી ફિલ્મો : વૈશ્વિક સન્માન બરાબર, પરંતુ ઘર આંગણે દર્શકો ક્યાં છે?