એક સમયે ભાવનગરમાં અને સમગ્ર ગુજરાતમાં નાટયક્ષેત્રે ડંકો વગાડનાર સ્વ. વિનોદભાઈ અમલાણી સ્થાપિત વિઝ્યુઅલ આર્ટસ ફરી સક્રિય થઈ રહ્યું છે.
આવતા સપ્તાહમાં એકી સાથે બે કાર્યક્રમો આપીને નગરના નાટયપ્રેમીઓ ખાસ કરીને નવોદિતો અને બાળકો માટે એક દિશા ખોલવાના આશય સાથે નાટ્ય તાલિમ શિબિર અને ચિલ્ડ્રન થીએટરની કાયમી પ્રવૃત્તિના શ્રી ગણેશ સ્વરૂપે બાળ નાટ્ય તાલીમ શિબિરો યોજાઈ રહી છે.
શામળદાસ આર્ટ્સ કોલેજ અને ભાવનગર કેળવણી મંડળનો તેમને સધિયારો સાંપડ્યો છે.
શામળદાસ આર્ટ્સ કોલેજ ખાતે આખો દિવસ ચાલનારી નાટ્ય શિબિર (સવારનો નાસ્તો અને બપોરનું ભોજન પણ સાથે જ લઈશું) અને સાંજે બે કલાક માટે બાળ નાટ્ય શિબિરને ભાવનગરના જ વતની અને એમ.એસ. યુનિ.ના ડ્રામાના ગોલ્ડ મેડાલીસ્ટ શ્રી કલાપીભાઈ ધોળકિયા Kalapi Dholakia તાલીમ આપવાના છે.
નાટ્ય શિબિર માટે પ્રતિક ફી રાખવામાં આવી છે જ્યારે બાળ નાટ્ય શિબિર વિનામૂલ્યે છે. વધુ વિગતો અને રજીસ્ટ્રેશન માટે શ્રી યશપાલસિંહ ગોહિલ Yashpalsinh Gohil ફોન નં. 9426731094 નો સંપર્ક સાધી શકાશે.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?