એની પાસે પોતાનું ચલણ છે, રાષ્ટ્રગીત છે, ફૂટબોલની ટીમ છે અને પાસપોર્ટ સુદ્ધાં છે- એક સ્વતંત્ર રાષ્ટ્ર પાસે જે હોવું જોઈએ તે બધું જ છે – માત્ર એને રાષ્ટ્ર તરીકેની માન્યતા નથી.
વાત છે ‘સ્વયંઘોષિત’ ‘દુનિયાના નાનામાં નાના દેશ’ સિલેન્ડની ! એના નામમાં દરિયો અને જમીન બંનેનો સમાવેશ છે ખરો પણ, આ દેશની પોતાની કોઈ જમીન નથી . કુલ 4000 ચો.મી.નો વિસ્તાર ધરાવતા આ દેશની કુલ વસ્તી 27 લોકોની ( હા માત્ર 27) છે. હકીકતમાં તો એ સમુદ્રમાં બે થાંભલા પર બનેલું ઘર છે અને ત્યાંના લોકો ખોરાક – પાણી પણ બહારથી લાવીને પોતાનું ગુજરાન કરે છે.
એમ કહેવાય છે કે, વર્ષ 1942માં બ્રિટિશ આર્મીએ સમુદ્રમાં થાંભલાઓ બનાવીને સેના અને નૌકાદળ માટે કિલ્લાઓ બનાવ્યા હતા જ્યાંથી દરિયામાં થતી ગતિવિધિઓ પર નજર રાખી શકાય. વિશ્વયુદ્ધના અંત પછી બ્રિટિશ દળોએ આ પ્લેટફોર્મ ખાલી કરી નાખ્યું અને તક જોઈને પેટી રોય બેટ્સ નામના વ્યક્તિએ એનો કબજો કરી લીધો અને એને ‘વિશ્વનો સૌથી નાનો દેશ’ જાહેર કરી દીધો.
જોકે તેમના દાવાને આજ સુધી દુનિયા તરફથી સ્વીકૃતિ મળી નથી પણ છતાં ‘વિશ્વનો સૌથી નાનો દેશ’ સર્ચ કરો ત્યારે google એની નોંધ લે છે ખરું !
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?