મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં વિશ્વની સૌપ્રથમ ભારતીય પંચાંગ પર આધારિત ‘વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ’ ની સ્થાપના કરવામાં આવી છે.
આ ઘડિયાળ એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયની ગણતરી કરશે. બે સૂર્યોદય વચ્ચેના સમયગાળાને 30 ભાગોમાં વહેંચવામાં આવશે જેમાં એક કલાકમાં 48 મિનિટનો સમાવેશ થાય છે.
સમય ગણતરીની ભારતીય પ્રણાલી વિશ્વની સૌથી જૂની, સૂક્ષ્મ, શુદ્ધ, ભૂલ-મુક્ત, અધિકૃત અને વિશ્વસનીય પદ્ધતિ છે. આ સૌથી વિશ્વસનીય સિસ્ટમ ઉજ્જૈનમાં વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળના રૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 ફેબ્રુઆરી, 2024 એ આ ઘડિયાળનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું.
નિષ્ણાતોના મતે લાંબા સમયથી ઉજ્જૈનને સમયની ગણતરીનું કેન્દ્ર માનવામાં આવે છે . 300 વર્ષ પહેલા વિશ્વનો પ્રમાણભૂત સમય ઉજ્જૈનથી નક્કી કરવામાં આવ્યો હતો. ભારતીય પંચાંગની ગણતરીઓ પર આધારિત આ અનન્ય ઘડિયાળ ગ્રહોની સ્થિતિ, મુહૂર્ત, જ્યોતિષીય ગણતરીઓ અને આગાહીઓ વિશે પણ માહિતી પ્રદાન કરે છે. આ ઉપરાંત, તે ભારતીય માનક સમય (IST) અને ગ્રીનવિચ મીન ટાઇમ (GMT) પણ સૂચવે છે.
વૈદિક ઘડિયાળ એ ભારતીય સમયની ગણતરીની પરંપરાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ છે કારણ કે આ ઘડિયાળ ચંદ્રની સ્થિતિ, પર્વ, શુભાશુભ મુહૂર્ત, ઘડી, નક્ષત્ર, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે જેવી વિગતો પણ પ્રદાન કરશે.
વિશ્વની સૌપ્રથમ વૈદિક ઘડિયાળ ઉજ્જૈનમાં બનેલા 85 ફૂટ ઊંચા ટાવર પર સ્થાપિત કરવામાં આવી છે. હવે ઉજ્જૈન જવાનું થાય તો આ ઘડિયાળ જોવાનું ચૂકશો નહીં.
More Stories
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..
‘માનસ માતુ ભવાની અને કીરવાની’ બાપુનીકથા એટલે ક્ષણનો સાક્ષાત્કાર !