12 Jan. Vadodara: કૃષિ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટે આજ ચુકાદો આપતા હાલ ચાર સદસ્યો ની કમિટીના રિપોર્ટ પછી નિર્ણય લેવાશે.
છેલ્લા ૪૭ દિવસ થી કેન્દ્ર સરકાર દ્વારા પારિત ત્રણ કૃષિ કાનૂન ના વિરોધ મા ખેડૂતો દિલ્લી સહિત રાજ્યો ની સીમાઓ પર ધરના દઈને બેઠા છે.દિલ્લી ની ઠંડી માં પણ તેઓ ટ્સ થી મસ નથી થયા.આ કાનૂન ના અમલ મુદ્દે આજ દેશ ની સર્વોચ્ચ અદાલતે અભૂતપૂર્વ ફેંસલો આપ્યો છે, અને આ ત્રણ કાનુનો ના અમલ પર રોક લગાવી દીધી છે.
આગામી આદેશ સુધી આ રોક ચાલુ રહેવાની વાત કહી છે. આ સંબંધે સુપ્રીમ કોર્ટે ચાર સદસ્યો ની કમિટી બનાવી છે.આ કમિટી માં અશોક ગુલાટી , બીકેયુ ના ભુપેન્દ્રસિંહ માન ,આઈએફપીઆરઆઈ ના પ્રમોદ જોશી, શેતકારી સંગઠનના અનિલ ઘનવંત સામેલ છે.આ સમિતિ રિપોર્ટ આપશે પછી સુપ્રીમ કોર્ટ આદેશ આપશે.આ મામલા નોકોઈ રસ્તો કાઢવો હોય તો બન્ને પાર્ટી એ સમિતિ પાસે જવું પડશે.
આ ફેંસલા પછી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે ફેંસલો આવ્યા પહેલા ઘરે પાછા નહિ જઈએ.બીજી બાજુ 26 જાન્યુઆરી એ દિલ્હી કૂચની તૈયારીઓ ચાલુ રહેશે.
More Stories
વતન : દાલ-બાટીના ચટાકાથી રાજસ્થાની કુલ્ફી સુધી
સુરત-બેંગકોક ફ્લાઇટના મજેદાર સમાચારથી એરલાઇન ફૂડના સુવર્ણ યુગની યાદ તાજી
એક હતો બગલો ……..