22 Feb. Vadodara: યોગી સરકાર નું તેમના કાર્ય કાલનું અંતિમ બજેટ આજે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં યુપીના વિત્ત મંત્રી સુરેશ ખન્ના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું.
યોગી સરકાર નું આજે છેલ્લું બજેટ ઉત્તર પ્રદેશની વિધાનસભા માં વિત્તમંત્રી સુરેશ ખન્નાએ પ્રસ્તુત કર્યું .વર્ષ ૨૦૨૧ નું આ બજેટ પેપરલેસ બજેટ હતું. વર્ષ 2021 – 22 નું બજેટ ઉત્તર પ્રદેશ રાજ્ય વ્યવસ્થાને 1 ટ્રિલિયન ડોલર ઇકોનોમિ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ત્રણ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં ઓપરેશનલ એરપોર્ટ ની સંખ્યા ચારથી વધી ને સાત ગઈ છે .જનપદ અયોધ્યામાં બની રહેલા નવા એરપોર્ટનું નામ મર્યાદાપુરૂષોત્તમ શ્રી રામ હવાઈ અડ્ડા રાખવામાં આવશે, અને આના માટે 101 કરોડનું બજેટ પ્રસતાવીત છે .રાજ્યમાં કુશી નગર એરપોર્ટ ,કે જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઘોષિત થયું છે તેની સાથે સાથે હવે ઉત્તર પ્રદેશમાં લખનઉ, વારાણસી, ગૌતમ બુદ્ધ નગર એરપોર્ટ સહિત કુલ ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થઈ ગયા છે.
બજેટમાં ખેડૂતો ને ઉપજની ઋણ વ્યવસ્થા, મહિલાઓના ઉત્થાન માટે કન્યા સુમંગલ યોજના ને પરિષ્કૃત કરીને લાગુ કરવાનો નિર્ણય, અને લગભગ ૨૮ કરોડ વિકાસ યોજનાઓ માટે પ્રસ્તાવિત થયા છે. ગ્રામીણ ભૂમિ માલિકોને સ્થાયી આવક માટે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન અંતર્ગત 15000 સોલર પંપ સ્થાપવાનું લક્ષ્યાંક છે. આ બજેટ પ્રદેશની જનતા માટે મૂળભૂત સુવિધા,ત્વરિત ન્યાય યુવાઓને શિક્ષા, કૌશલ સંવર્ધન, અને રોજગારલક્ષી છે.યુપીમાં બની રહેલા નવ મેડિકલ કોલેજ માટે 1 950 કરોડનું પ્રાવધાન, અધુરી પડેલી સિંચાઈ પરિયોજનાઓ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જેના માટે 3098 કરોડનુ બજેટ પ્રસ્તાવિત છે. ઉત્તર પ્રદેશ સરકારનું આ બજેટ 90,729,80 કરોડની ખાધનું બજેટ છે.
More Stories
क्या है डिंगा-डिंगा वायरस! जिसमें थिरकने लगते हैं मरीज के पैर…
એક હતો બગલો ……..
43 साल बाद क्यों कुवैत दौरे पर गए प्रधानमंत्री मोदी?