જણાવતા આનંદ થાય છે કે શ્રી અરવિંદ દર્શનના કર્મશીલ સાધક અને ઓરોવેલી આશ્રમ ( ઉત્તરાખંડ)ના પ્રસ્થાપક આદરણીય સ્વામી બ્રહ્મદેવજી આજકાલ ગુજરાત યાત્રા કરી રહ્યા છે.
તેઓ વડોદરા સ્થિત રાષ્ટ્રીય સ્મારક શ્રી અરવિંદ નિવાસ ( શ્રી અરવિંદ આશ્રમ)ની મુલાકાત લેવાના છે.
‘અંતર્મુખી જીવન’ વિષયક એમના પ્રવચનનું પણ આયોજન કરવામાં આવેલું છે. રસ ધરાવતા સૌ મિત્રોને હાર્દિક આમંત્રણ.
તા : ૧૮ જુન, ૨૦૨૪
સમય : સાંજે ૬ કલાકે ( ૬ થી ૭ )
સ્થળ : શ્રી અરવિંદ નિવાસ, દાંડિયા બજાર, વડોદરા.
=====
મિત્રો, થોડા સમય પહેલા મેં અને મારા મિત્ર શ્રી જોરૂભાઈ ખાચર સાહેબે ઋષિકેશ વેલીની મુલાકાત લીધેલી અને ત્યાં ગંગા કિનારે આવેલા કેટલાક જાણીતા આશ્રમો અને મંદિરોની મુલાકાત પણ લીધેલી.
અમારા બકેટ લીસ્ટમાં ‘ઓરોવેલી આશ્રમ પણ હતો જ, પરંતુ, સમયના અભાવે અને સંજોગોવશાત અમે સ્વામી બ્રહ્મદેવજીની અને ઓરોવેલી આશ્રમની મુલાકાત લઇ ન શક્યા.
સ્વામીજી કોઈ મહાન વક્તા નથી જ , બહુ સરળ વાણીમાં તેઓ એમના અનુભવો વિષે વાત કરતા હોય છે.
એમની વાણીમાં,પ્રવચનો, મુલાકાતોમાં મહદ્દઅંશે શ્રી માતાજી અને શ્રી અરવિંદ જીવન દર્શન વિષયક જ ચર્ચા હોય છે.
શ્રી અરવિંદ અને શ્રી માતાજીને સમર્પિત એમનું જીવન જ ખુબ પ્રેરણાદાયી છે. અમેરિકા અને ઋષિકેશ સ્થિત એમના બંને આશ્રમોની અનેક પ્રવાસીઓ, સાધકો મુલાકાત લઈને શાંતિ અને ધન્યતાનો અનુભવ કરે છે.
છેલ્લા એકાદ મહિનાથી હું વિડીયો દ્વારા એમના પ્રવચનો /મુલાકાતોનો આનંદ માણું છું.
સામાન્ય રીતે હું શ્રી અરવિંદ અને શ્રી માતાજીના પુસ્તકોનો જ અભ્યાસ કરતો હોઉં છું , પરંતુ, માધવ પંડિત કે અમલ કિરન , નલીનીકાંત ગુપ્તા જેવા શ્રી અરવિંદના શિષ્યો દ્વારા લિખિત પુસ્તકો પણ કોઈવાર વાંચતો હોઉં છું.
આ પણ વાંચો – રાજકપૂર ફિલ્મ્સ… બરસાત અને બાલા સાહેબ
વડોદરાના અમારા આદરણીય મિત્ર અને શ્રી અરવિંદ દર્શનના અભ્યાસુ શ્રી કિરીટભાઈ ઠક્કરે ‘સાવિત્રી’ વિષયક શ્રધ્ધાવાન દ્વારા ઓરોવેલી સ્થિત સાવિત્રી ભવનમાં આપવામાં આપેલ વાર્તાલાપોના લગભગ ૧૮ જેટલા વોલ્યુમનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ છે. આપણી ભાષાને આ એક મોટું પ્રદાન છે , એવું હું માનું છું. શ્રી કિરીટભાઈને પુનઃ નમન સહ અભિનંદન !
એ વોલ્યુમ્સ માંથી પણ એકાદ બે વોલ્યુમ હું નિયમિત વાંચતો રહું છું.
‘સાવિત્રી’ મહાકાવ્ય સમજવામાં આ ગ્રંથો ઘણાજ ઉપયોગી થાય છે.
શ્રી અશ્વિનભાઈ કાપડિયા લિખિત ‘સાવિત્રી’ વિષયક પુસ્તક પણ મને ખુબ ગમ્યું છે.
More Stories
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી