ચાલો, આજે એવી એક કથા –
ફ્રાન્સમાં એક સ્વિમર છે, ઝેવિયર એનું નામ ! તેની ગણતરી ફ્રાન્સના શ્રેષ્ઠ તરવૈયાઓમાં થાય છે. તે ફ્રાન્સ માટે ઓલિમ્પિક સુધી રમ્યો હતો. પરંતુ ઝેવિયર કમનસીબ હતો, તે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી શક્યો નહોતો.
ઝેવિયરની પત્ની પણ સ્વિમર છે, તેણે પણ ફ્રાન્સ માટે ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો છે, પરંતુ તેના નસીબમાં પણ મેડલ નહોતો.
ઓલિમ્પિકના રાજા ગણાતા – જેની પાસે સૌથી વધુ મેડલ્સ છે એવા માઈકલ ફેલ્પ્સ સાથે ઝેવિયરે ઓલિમ્પિકમાં સ્વિમ કર્યું હતું પણ તે હારી ગયો.
ઝેવિયરને સમજાઈ ગયું કે ઓલિમ્પિક વિજેતા તરીકે પોતાના દેશનું રાષ્ટ્રગીત વાગતું હોય અને પોતે મેડલ સ્વીકારતો હોય એટલી પોતાની ક્ષમતા નથી.
તો ?? ઝેવિયરે તેના પુત્રમાં પોતાનાં સપનાઓનું વાવેતર કર્યું. ઝેવિયર પતિ – પત્નીએ તેમના બાળક માટે સખત મહેનત શરૂ કરી. દીકરો પણ છેવટે ‘મોરનું ઈંડુ’ જ હતો ને? ઓલિમ્પિયન માતા – પિતાનો પુત્ર પણ ઓલિમ્પિકમાં પહોંચ્યો. ટોકિયો ઓલિમ્પિકમાં તે છઠ્ઠા ક્રમે રહ્યો હતો.
પણ દૂર, ચંદ્રકથી દૂર…
જો કે ઝેવિયર શાંતિથી બેઠો નહોતો. ઓલિમ્પિક ગોલ્ડ પર તેની નજર હતી. તેણે હવે તેના પુત્ર માટે એવી ટ્રેનીંગ સ્કૂલ પસંદ કરી, જેમાં માઈકલ ફેલ્પ્સના કોચ બાઉમેન મુખ્ય કોચ હતા. પોતાના પુત્રને વિજેતા બનાવવાના બધા પ્રયત્નો ઝેવિયર દંપત્તિ કરતું હતું અને દીકરો પણ જીવ લગાડીને મહેનત કરતો હતો. તેના જીવનનું એકમાત્ર ધ્યેય ઓલિમ્પિકમાં સુવર્ણ જીતવા માટે પૂરતી ઝડપ મેળવવાનો હતો. તે સ્વિમિંગ કરતો હતો, અને માત્ર સ્વિમિંગ કરતો હતો.
તેના કોચને પણ તેના પર વિશ્વાસ હતો. એ પહેલા દિવસથી જ સમજી ગયા હતા કે આ છોકરો જરૂર ચમત્કાર કરશે.
ઓલિમ્પિક્સ 2024 આવી. ઝેવિયર પતિ-પત્નીની અપેક્ષાઓ આસમાને હતી. તેના પુત્રનો એક ગોલ્ડ મેડલ તેમને જીવનભરની શાંતિ આપવાનો હતો.
એક વાત જણાવી દઉં કે, ગેમ છોડ્યા બાદ ઝેવિયર પતિ-પત્નીએ બીજું કોઈ કામ કર્યું ન હતું. તે પોતાનો બધો સમય અને પૈસા પુત્ર પાછળ ખર્ચતા રહ્યા. શા માટે? માત્ર મેડલ મેળવવા માટે.
તેમનો પુત્ર લિયોન માર્ચન્ડ 2024 ઓલિમ્પિકમાં 4 ગોલ્ડ સહિત કુલ પાંચ મેડલ સાથે સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો છે. ઓલિમ્પિકના મેડલ ટેબલમાં એકલો લિયોન 186 દેશો કરતાં આગળ છે. એક જ ઓલિમ્પિકમાં એકથી વધુ ગોલ્ડ મેડલ મેળવનાર તે પોતાના દેશનો પ્રથમ ખેલાડી છે.
•
કેટલીક લાંબી કથાઓ પૂરી થાય ત્યારે ચમત્કાર સર્જે છે.

More Stories
वरिष्ठ पत्रकार कृष्णकांत उनडकट को नचिकेत अवार्ड
VIP कार, फर्जी ID और अफसर की धौंस! 48 लाख की ठगी करने वाला नकली ADM गिरफ्तार
ટાઇટેનિકના સૂર: જળસમાધિએ બાંધેલી મનુષ્યતા અને સંગીતની અમર કહાની