CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Thursday, November 21   9:02:49
ganesh chaturthi (2)

શિવ પરિવાર : આજે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશના ફેમિલી વિષે થોડીક અજાણી વાતો

કોલમિસ્ટ સુરેશ પ્રજાપતિએ મુખ્યત્વે શિવ પુરાણના આધારે જ ઘણી વાતો કરી.
શિવ –પાર્વતી અને અને બે પુત્રો ગણેશ અને કાર્તિકેયના ચિત્રો વાળી શિવ પરિવારની છબી ખૂબ જાણીતી છે. એ છબીનાં આધારે આપણે એવું જ અનુમાન કરીએ છીએ કે આ છબી પૂર્ણ છે, પરંતુ હકીકતમાં શિવ પુરાણ મુજબ તો આ યુગલને કુલ છ સંતાનો છે.
આ સંતાનોની કથા શિવ પુરાણ ઉપરાંત બીજા પુરાણમાં લખાયેલી છે. ગણેશ અને કાર્તિકેયના જન્મની કથા ઘણી જ પ્રચલિત છે , એટ્લે લોક હૃદયમાં છે. શિવ પરિવારમાં ગણેશ અને કાર્તિકેય ઉપરાંત બીજા ચાર સંતાનોમાં એક પુત્ર અને ત્રણ પુત્રીનો સમાવેશ થાય છે. કાર્તિકેય અને ગણેશની જેમ જ માત -પિતાએ બીજા સંતાનોને પણ એટલા જ લાડકોડ અને પ્રેમથી ઉછેરરેલા. પરિવાર પ્રિય શિવના ત્રીજા પુત્રનું નામ અયપ્પા છે. અયપ્પાનો જન્મ શિવજીની આંખમાંથી ખરી પડેલા અશ્રુબિંદુ માંથી થયેલો. એટ્લે અયપ્પા અયોનિજ પુત્ર છે. શિવ પાર્વતી એ ઇનો ઉછેર કરીને એને પણ દેવત્વ પ્રદાન કરેલું છે. દેવત્વ પ્રદાન કર્યા બાદ અયપ્પાને દક્ષિણ દિશાના દેવ બનાવવામાં આવ્યા અને તે પૂજનીય બન્યા. આજે પણ પૂરા દક્ષિણ ભારતમાં આપણે અયપ્પા મંદિરો જોઈએ છીએ. અયપ્પા દક્ષિણ ના રક્ષક છે. શિવનો પુત્ર કાર્તિકેયને ગણપતિ જેટલી પ્રસિદ્ધિ નથી મળી , પરંતુ શિવ જેવો જ કલ્યાણકારી એ દેવ છે. ત્રણ પુત્રો સિવાય શિવને અશોક સુંદરી , જ્યોતિ અને મનસા નામની ત્રણ પુત્રીઓ હતી. શિવજી હંમેશા સમાધિસ્થ જ રહેતા , એટ્લે એ સમયે પાર્વતીજી એકલતા અનુભવવા લાગ્યા. એકલતાની પીડા એમનાથી સહન ન થતાં પાર્વતીજી એ અંગલેપની માટી માંથી એક કન્યાની પ્રતિમા બનાવી તેમાં ચેતના પ્રગટાવી. આ રીતે આયોનિજ પુત્રી થઈ અને એણે પોતાની માતાની એકલતા દૂર કરી દીધી. તે અત્યંત સુંદર હતી એટ્લે માતાએ એનું નામ અશોક સુંદરી પાડ્યું. હવે પુત્રી થોડી મોટી થઈ એટ્લે એને પણ બાલ બંધુની જરૂર લાગવા માંડી. વહાલી પુત્રી સાથે બાળક્રીડા કરી શકે અને બંને ને એકબીજાનો સથવારો મળી રહે એવા શુભ હેતુથી માતા પાર્વતીએ ફરીથી અંગ લેપ ની માટી માંથી એક પુત્ર ઉત્પન કર્યો. આ પુત્ર પરમ વિવેકી અને વિલક્ષણ બુદ્ધિ સંપદા વાળો હોવાથી માતાએ એનું નામ પાડ્યું વિનાયક ! સમાધિસ્થ શિવ હવે જાગૃત બનીને ઘરે પધારે છે, ત્યારે બે બાળકોને આંગણમાં રમતા જુએ છે. પ્રચલિત કથાનુસાર શિવજી એનો શિરચ્છેદ કરે છે , અને ત્યારબાદ પાર્વતિની વિનંતીથી ફરી એને સજીવન કરે છે , એણે ગણોનો અધિપતિ બનાવે છે. આ ઘટના સમયે અશોક સુંદરી છુપાઈ ગઇ હતી .પાર્વતી એને પછી શિવ સમક્ષ પ્રગટ કરે છે. શિવ બંને સંતાનોનો આત્મીયતા પૂર્વક સ્વીકાર કરે છે. પુત્રી યુવાન થઈ ત્યારે તેનો વિવાહ ચંદ્ર વંશીય યયાતિના પુત્ર નહુષ સાથે કરે છે, અને આ રીતે પિતા તરીકેનું કર્તવ્ય પણ નિભાવે છે.
શિવની બીજી પુત્રીનું નામ જ્યોતિ છે, જે જ્વાળા નામે પણ ઓળખાય છે. આ પુત્રી પણ આયોનિજ છે. જ્યોતિનો જન્મ પાર્વતીના મસ્તક માંથી નીકળેલા તેજથી થયો હતો.શિવે જ્યોતિને પણ સ્વીકારીને એને દેવત્વ પ્રદાન કરેલું. શિવ પુત્રી જ્યોતિ પ્રકાશની દેવી તરીકે પૂજાય છે. દક્ષિણ ભારતમાં જ્યોતિના મંદિરો વિદ્યમાન છે.
શિવની ત્રીજી પુત્રીનું નામ મનસા છે. શિવના કંઠની શોભા વધારનારા વાસુકિ નાગે શિવ પાસે એક બહેન ની માંગણી કારી ત્યારે શિવે પોતાના મસ્તક માંથી મનસાને ઉત્પન કરી. વાસુકિને બહેન મળી અનેશિવને એકમાનસ પુત્રી મળી. મનસા મોટી થઈ એટ્લે વાસુકિની વિનંતીથી શિવે મનસાને નાગલોકમાં મોકલી આપી. નાગલોકમાં વસૂકીના પરિવારે તેને ઉછેરી. મનસા યુવાન થઈ ત્યારે શિવજીએ એનો વિવાહ જરત્કાર ઋષિ સાથે કરાવ્યો. શિવજીના તમામ સંતાનોની જેમ મનસાના પણ મંદિરો ઉત્તર – દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આમ શિવ ના બધા જ સંતાનો દેવત્વ પામેલા છે. શિવનો પરિવાર કલ્યાણકારી છે અને પ્રાત: સ્મરણીય છે. શિવ પુરાણ અને બીજા પુરાણો ખરેખર રસપ્રદ છે. પુરાણોમાં જે તત્વ જ્ઞાન પડેલું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. સૌને ગણેશ ઉત્સવની શુભ કામનાઓ!