1912માં જેક્સ કર્ટિયરે જ્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું. તે ક્ષણે રાજ્યના ખજાનામાં દંતકથાત્મક હીરા , સાચા મોતીની માળાઓ , મણિ અને રત્નોની જાજમ, હીરા–મોતીથી શણગારેલા હાથીઓ અને એની અંબાડીઓ અને રાજા –રાણીઓના ગળામાં શોભતી અમુલ્ય રત્ન માળાઓ જોઈને એ આશ્ચર્ય ચકિત થઈ ગયેલો. આ બધી ભવ્યતા અને સાજ શણગાર એની કલ્પના બહારના હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ( ત્રીજા)નો આ અમુલ્ય ખજાનો જોઈને એનું મન નાચી ઉઠ્યું.
હજુ થોડા દિવસો પહેલા જ શ્રીમતી રાધિકા રાજે ગાયકવાડ અને જેક્સ કર્ટિયરની પૌત્રી – ત્રીજી પેઢીના આ બંને વારસદારોએ 4 સપ્ટેમ્બરે એક વેબિનારનું આયોજન કર્યું અને ફરીથી એ મહામુલો ખજાનો PPT સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો.
વાતચીતદરમ્યાન, બંને મહિલાઓએ બંને પરિવારોનું દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં પૂર્વ અને પશ્ચિમની બે સંસ્કૃતિઓના રાજા -રજવાડા વચ્ચેના ભેદની વિશેષ ચર્ચા થઈ ફ્રાન્સેસ્કા કર્ટિયર બ્રિકેલે જણાવ્યુ કે એમના દાદાને એક સંસ્કૃતિ આઘાત ( culture shock ) એ લાગેલો કે ભારતના મહારાજાઓ એમની રાણીઓ કરતાં પણ વિશેષ અલંકારો ધારણ કરતાં.
‘કર્ટિયર્સ અને મહારાજાઓ : બરોડાના મહારાણી સાથે ઘરે.” વિષયક આ વેબીનારમાં આ બંને મહિલાઓએ વડોદરાના અને દેશના બીજા રજવાડાઓના અદભૂત ખજાનાઓ વિષે માહિતી સભર સુંદર વાતો શેર કરી. વિશ્વના દર્શકો માટે આ એક યાદગાર વેબીનાર બની રહ્યો.
બ્રિકેલે 2019માં જ એક સંશોધનાત્મક કિતાબ લખી જેનું લોકાપર્ણ એમણે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં કરેલું. આ પુસ્તકનું નામ છે The Cartiers: The Untold Story Of Jewellery of Dynasty. બ્રિકેલ હાલ એના દાદાએ સર્જેલ સુવિખ્યાત જ્વેલરી હાઉસ ની કસ્ટોડિયન છે અને એના દાદાનો આ વારસો સાચવી રહી છે. બ્રિકેલે કહ્યું કે હીરા –ઝવેરાતના દાગીના પશ્ચિમમાં શાહી પરિવારોમાં ફક્ત સ્ત્રીઓ જ ધારણ કરતી અને એના માટે જ મારા દાદા કમિશનિંગ કરતાં. પરંતુ એમના દાદાને એ જાણીને ખૂબ નવાઈ લાગેલીકે અહી ભારતમાં રાજાઓ પોતાની સ્ત્રીઓ કરતાં તો વિશેષ તેઓ પોતાના માટે મૂલ્યવાન અને અલભ્ય અલંકારો ખરીદતા હતા. આ પ્રસંગે મહારાણી રાધિકારાજેએ બ્રિકેલને જણાવ્યુ કે રાજાઓ માટે આ જ્વેલરી વિશેષતઃ સુખ –સમૃધ્ધિ અને સત્તાની ઘોષણા સમાન હતી. એ સમયે વડોદરા રાજય ખૂબ સમૃધ્ધ અને શક્તિશાળી હતું. કેટલીક ઝવેરાત યુધ્ધમાં વિજય મેળવીને પ્રાપ્ત થયેલી હતી તો ,કેટલીક લગ્નમાં આવેલી. મોટાભાગની જ્વેલરીની સાથે લાગણી –સંવેદના પણ જોડાયેલી હોવાથી એ ગૌરવ નું પણ પ્રતિક હતી. રાધિકા રાજે એ 324 હીરા, 14,313 મોતી અને 58 રૂબીઝ જડેલ મહારાજા ખંડેરાવનો કોટ પણ સ્લાઇડ દ્વારા પ્રદર્શિત કર્યો. તત્કાલિન રાજ્યના રેકોર્ડપ્રમાણે 18મી સદીમાં એની કિમત 20,581 હતી. એનું અંદરનું જે જટિલ ભરત કામ હતું તે લગભગ ‘બરોડા પર્લ કાર્પેટ’ જેવુ જ હતું.વડોદરાના મહારાજા ફક્ત અંગ પર રત્ન અને હીરા જડિત માળાઓ કે એરિંગ્સ જ નહોતા ધારણ કરતાં , પરંતુ, સુવર્ણથીઆભૂષિત વસ્ત્રો પણ ધારણ કરતાં. મહારાજા ખંડેરાવનું એક પૂર્ણ કદનું ચિત્ર દર્શાવીને રાધિકા રાજેએ કહયુકે “ આ ચિત્રમાં મહારાજાએ પગના અંગૂઠાથી લઈને માથા સુધી શણગાર સજેલા છે. રાધિકા રાજે આનું કારણ જણાવતા કહ્યું કે એ સમયે મહારાણીઓ પરદામાં રહેતી એટ્લે એમને શણગાર સજવાનું પ્રસંગોપાત બનતું, જ્યારે રાજાઓ જાહેર જીવનમાં હતા. મહારાણીઓ દરબારમાં ભાગ નહોતી લેતી અને એમને એકલા બહાર જવાનું, પ્રવાસ –પર્યટન પણ ઓછું બનતું.
બ્રિકેલે જણાવ્યુ કે જ્યારે1911માં કિંગ પંચમ જ્યોર્જ અને મેરી ઓફ ટેક ની રાજગાદી માટેની શપથ વિધિ સમારોહ( IMPERIAL DARBAR) યોજાયેલો ત્યારે એમના દાદા અને મહારાજા સયાજીરાવ ( ત્રીજા ) ની મુલાકાત થયેલી. રાધિકા રાજે વિશેષમાં જણાવ્યુ કે એ દિવસે મહારાજા આ શપથ વિધિ જોઈને ખૂબ જ નારાજ થયેલા અને પંડિત જવાહરલાલ નેહરૂને કહેલું કે “ કાશ ! આવો દિવસ જોવા ન મળ્યો હોત તો કેવું સારું થાત ! “
મહારાણી રાધિકારાજે એ કહ્યું કે એ દિવસે દેશના બધા રાજાઓ શ્રેષ્ઠ પરિધાનમા જ આવે એ અપેક્ષિત હતું પરંતુ મહારાજા સયાજીરાવે પ્લેઈન કોટન નો ઝભ્ભો જ ધારણ કરેલો. જેક્સ કર્ટિયરે દિલ્હી દરબાર બાદ બરોડાની મુલાકાત લીધેલી. બ્રિકેલે કહયુકે “ એમણે એમની ડાયરીમાં લખ્યું હતું કે મહારાણી ચીમદ્વિતીય ) અને સમગ્ર પરિવારે એમનું અદભૂત આતિથ્ય કરેલું. ડાયરીમાં એવી પણ નોંધ જોવા મળી કે મહારાણી ચીમનાબાઈનો કંટ્રોલ અદભૂત હતો અને ઘરની રાણી હોય એવું લાગ્યું. બધાજ દાગીના – ઝવેરાતની ડિઝાઇન મહારાણીએ જ પસંદ કરેલી. મહારાણી ચીમનબાઈ ( દ્વિતીય ) એ ખૂબ સશક્ત મહિલા હતી અને તેઓ સ્વતંત્રરીતે જ બધી જ્વેલરીનો ઓર્ડર આપતા.. ખરીદતા. એમને કોઇની મંજૂરીની જરૂરત નહોતી. એ પરદા પ્રથામાં નહોતા માનતા એટ્લે એ પોતે પણ મોતીની માળાઓ અને સુવર્ણ અલંકારો ધારણ કરતાં હતા. મહારાણી ચીમનબાઈ ( દ્વિતીય ) એ એક કિતાબ પણ લખેલી છે. એ સ્વતંત્ર રીતે પ્રવાસો કરતાં હતા અને દેશ વિદેશથી હીરા –ઝવેરાત ના દાગીના ખરીદતા. રાધિકા રાજે એ વધુમાં જણાવ્યુ કે મહારાજા એ દરેક હીરા મોતી ના વજન અને અન્ય વિગતો ની સંપૂર્ણ નોંધ રાખેલી છે, અને એટ્લે જ આ પરિવારની નવી પેઢીને ને આ મહાન અને સમૃધ્ધ વારસાની જાળવણી શીખવા મળી છે.
વેબીનારમાં સુવિખ્યાત જ્વેલરીમાં બરોડા ડાયમંડ નેકલેસ ,નેપોલિયન ની મૂળ માલિકીનો સ્ટાર ઓફ ધ સાઉથ,બરોડા પર્લ નેકલેસ , જેમાં
બસરામોતી ‘ની સાત દોરી છે તેની ચર્ચા થયેલી. શ્રીમતી રાધિકારાજે ગાયકવાડે કહ્યું કે “એક સાચું અને પ્રોપર સાઇઝનું અને સમાન વજન ધરાવતું મોતી મેળવવા માટે ઓછામાં ઓછા 10 હજાર બીજા મોતી જોવા પડે ત્યારે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને સુંદર મોતીનો હાર બ20
દેશી રાજ્યો અને રાજાઓનો અલંકાર પ્રેમ: રાણીઓ કરતાં રાજાઓ વધારે શણગાર સજતા
+++++++=====++++
1912માં જેક્સ કર્ટિયરે જ્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું. તે ક્ષણે રાજ્યના ખજાનામાં દંતકથાત્મક હીરા , સાચા મોતીની માળાઓ , મણિ અને રત્નોની જાજમ, હીરા–મોતીથી શણગારેલા હાથીઓ અને એની અંબાડીઓ અને રાજા –રાણીઓના ગળામાં શોભતી અમુલ્ય રત્ન માળાઓ જોઈને એ આશ્ચર્ય ચકિત થઈ ગયેલો. આ બધી ભવ્યતા અને સાજ શણગાર એની કલ્પના બહારના હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ( ત્રીજા)નો આ અમુલ્ય ખજાનો જોઈને એનું મન નાચી ઉઠ્યું.
હજુ થોડા દિવસો પહેલા જ શ્રીમતી રાધિકા રાજે ગાયકવાડ અને જેક્સ કર્ટિયરની પૌત્રી – ત્રીજી પેઢીના આ બંને વારસદારોએ 4 સપ્ટેમ્બરે એક વેબિનારનું આયોજન કર્યું અને ફરીથી એ મહામુલો ખજાનો PPT સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો.
વાતચીતદરમ્યાન, બંને મહિલાઓએ બંને પરિવારોનું દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં પૂર્વ અને પશ્ચિમની બે સંસ્કૃતિઓના રાજા -રજવાડા વચ્ચેના ભેદની વિશેષ ચર્ચા થઈ ફ્રાન્સેસ્કા કર્ટિયર બ્રિકેલે જણાવ્યુ કે એમના દાદાને એક સંસ્કૃતિ આઘાત ( culture shock ) એ લાગેલો કે ભારતના મહારાજાઓ એમની રાણીઓ કરતાં પણ વિશેષ અલંકારો ધારણ કરતાં.
‘કર્ટિયર્સ અને મહારાજાઓ : બરોડાના મહારાણી સાથે ઘરે.” વિષયક આ વેબીનારમાં આ બંને મહિલાઓએ વડોદરાના અને દેશના બીજા રજવાડાઓના અદભૂત ખજાનાઓ વિષે માહિતી સભર સુંદર વાતો શેર કરી. વિશ્વના દર્શકો માટે આ એક યાદગાર વેબીનાર બની રહ્યો.
બ્રિકેલે 2019માં જ એક સંશોધનાત્મક કિતાબ લખી જેનું લોકાપર્ણ એમણે જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં કરેલું. આ પુસ્તકનું નામ છે The Cartiers: The Untold Story Of Jewellery of Dynasty. બ્રિકેલ હાલ એના દાદાએ સર્જેલ સુવિખ્યાત જ્વેલરી હાઉસ ની કસ્ટોડિયન છે અને એના દાદાનો આ વારસો સાચવી રહી છે. બ્રિકેલે કહ્યું કે હીરા –ઝવેરાતના દાગીના પશ્ચિમમાં શાહી પરિવારોમાં ફક્ત સ્ત્રીઓ જ ધારણ કરતી અને એના માટે જ મારા દાદા કમિશનિંગ કરતાં. પરંતુ એમના દાદાને એ જાણીને ખૂબ નવાઈ લાગેલીકે અહી ભારતમાં રાજાઓ પોતાની સ્ત્રીઓ કરતાં તો વિશેષ તેઓ પોતાના માટે મૂલ્યવાન અને અલભ્ય અલંકારો ખરીદતા હતા. આ પ્રસંગે મહારાણી રાધિકારાજેએ બ્રિકેલને જણાવ્યુ કે રાજાઓ માટે આ જ્વેલરી વિશેષતઃ સુખ –સમૃધ્ધિ અને સત્તાની ઘોષણા સમાન હતી. એ સમયે વડોદરા રાજય ખૂબ સમૃધ્ધ અને શક્તિશાળી હતું. કેટલીક ઝવેરાત યુધ્ધમાં વિજય મેળવીને પ્રાપ્ત થયેલી હતી તો ,કેટલીક લગ્નમાં આવેલી. મોટાભાગની જ્વેલરીની સાથે લાગણી –સંવેદના પણ જોડાયેલી હોવાથી એ ગૌરવ નું પણ પ્રતિક હતી. રાધિકા રાજે એ 324 હીરા, 14,313 મોતી અને 58 રૂબીઝ જડેલ મહારાજા ખંડેરાવનો કોટ પણ સ્લાઇડ દ્વારા પ્રદર્શિત કર્યો. તત્કાલિન રાજ્યના રેકોર્ડપ્રમાણે 18મી સદીમાં એની કિમત 20,581 હતી. એનું અંદરનું જે જટિલ ભરત કામ હતું તે લગભગ ‘બરોડા પર્લ કાર્પેટ’ જેવુ જ હતું.વડોદરાના મહારાજા ફક્ત અંગ પર રત્ન અને હીરા જડિત માળાઓ કે એરિંગ્સ જ નહોતા ધારણ કરતાં , પરંતુ, સુવર્ણથીઆભૂષિત વસ્ત્રો પણ ધારણ કરતાં. મહારાજા ખંડેરાવનું એક પૂર્ણ કદનું ચિત્ર દર્શાવીને રાધિકા રાજેએ કહયુકે “ આ ચિત્રમાં મહારાજાએ પગના અંગૂઠાથી લઈને માથા સુધી શણગાર સજેલા છે. રાધિકા રાજે આનું કારણ જણાવતા કહ્યું કે એ સમયે મહારાણીઓ પરદામાં રહેતી એટ્લે એમને શણગાર સજવાનું પ્રસંગોપાત બનતું, જ્યારે રાજાઓ જાહેર જીવનમાં હતા. મહારાણીઓ દરબારમાં ભાગ નહોતી લેતી અને એમને એકલા બહાર જવાનું, પ્રવાસ –પર્યટન પણ ઓછું બનતું.
બ્રિકેલે જણાવ્યુ કે જ્યારે1911માં કિંગ પંચમ જ્યોર્જ અને મેરી ઓફ ટેક ની રાજગાદી માટેની શપથ વિધિ સમારોહ( IMPERIAL DARBAR) યોજાયેલો ત્યારે એમના દાદા અને મહારાજા સયાજીરાવ ( ત્રીજા ) ની મુલાકાત થયેલી. રાધિકા રાજે વિશેષમાં જણાવ્યુ કે એ દિવસે મહારાજા આ શપથ વિધિ જોઈને ખૂબ જ નારાજ થયેલા અને પંડિત જવાહરલાલ નેહરૂને કહેલું કે “ કાશ ! આવો દિવસ જોવા ન મળ્યો હોત તો કેવું સારું થાત ! “
મહારાણી રાધિકારાજે એ કહ્યું કે એ દિવસે દેશના બધા રાજાઓ શ્રેષ્ઠ પરિધાનમા જ આવે એ અપેક્ષિત હતું પરંતુ મહારાજા સયાજીરાવે પ્લેઈન કોટન નો ઝભ્ભો જ ધારણ કરેલો.
જેક્સ કર્ટિયરે દિલ્હી દરબાર બાદ બરોડાની મુલાકાત લીધેલી. બ્રિકેલે કહયુકે “ એમણે એમની ડાયરીમાં લખ્યું હતું કે મહારાણી ચીમનાબાઈ ( દ્વિતીય ) અને સમગ્ર પરિવારે એમનું અદભૂત આતિથ્ય કરેલું. ડાયરીમાં એવી પણ નોંધ જોવા મળી કે મહારાણી ચીમનાબાઈનો કંટ્રોલ અદભૂત હતો અને ઘરની રાણી હોય એવું લાગ્યું. બધાજ દાગીના – ઝવેરાતની ડિઝાઇન મહારાણીએ જ પસંદ કરેલી. મહારાણી ચીમનાબાઈ ( દ્વિતીય ) એ ખૂબ સશક્ત મહિલા હતા અને તેઓ સ્વતંત્રરીતે જ બધી જ્વેલરીનો ઓર્ડર આપતા.. ખરીદતા. એમને કોઇની મંજૂરીની જરૂરત નહોતી. એ પરદા પ્રથામાં નહોતા માનતા એટ્લે એ પોતે પણ મોતીની માળાઓ અને સુવર્ણ અલંકારો ધારણ કરતાં હતા. મહારાણી ચીમનાબાઈ ( દ્વિતીય ) એ એક કિતાબ પણ લખેલી છે. એ સ્વતંત્ર રીતે પ્રવાસો કરતાં હતા અને દેશ વિદેશથી હીરા –ઝવેરાત ના દાગીના ખરીદતા. રાધિકા રાજે એ વધુમાં જણાવ્યુ કે મહારાજા એ દરેક હીરા મોતી ના વજન અને અન્ય વિગતો ની સંપૂર્ણ નોંધ રાખેલી છે, અને એટ્લે જ આ પરિવારની નવી પેઢીને ને આ મહાન અને સમૃધ્ધ વારસાની જાળવણી શીખવા મળી છે.
વેબીનારમાં સુવિખ્યાત જ્વેલરીમાં બરોડા ડાયમંડ નેકલેસ ,નેપોલિયન ની મૂળ માલિકીનો ‘સ્ટાર ઓફ ધ સાઉથ’,બરોડા પર્લ નેકલેસ , જેમાં
બસરામોતી ‘ની સાત દોરી છે તેની ચર્ચા થયેલી. શ્રીમતી રાધિકારાજે ગાયકવાડે કહ્યું કે “એક સાચું અને પ્રોપર સાઇઝનું અને સમાન વજન ધરાવતું મોતી મેળવવા માટે ઓછામાં ઓછા 10 હજાર બીજા મોતી જોવા પડે ત્યારે દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને સુંદર રત્નમાલા બને
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?