CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Wednesday, December 18   5:39:55

કરોડો રૂપિયાની લાલચ ને ફગાવી દેનાર વિરાટ કોહલી ને સલામ

06-05-22

Written by Dilip Mehta

જંકફૂડ ની અને સોફ્ટ ડ્રીન્કસ ની કાગારોળ કાયમની છે અને કાયમ રહેવાની જ છે,પરંતુ સત્ય એ જ કે આપણે મેદસ્વીતાના માહોલમાં જીવી રહ્યા છીએ ! મેદસ્વીતા સામે લડવા માટે એક હજાર અને એક એપ્રોચ કે ઉપાય કે અંદોલન ઓછા પડે તેમ છે ,કારણકે આ દેશ શ્રી રામ કરતા કુંભકર્ણને અનુસરનારો દેશ છે !
ઘાંસ ની ગંજીમાં આગ લાગી છે ત્યારે જેટલા પૂળા બચાવી શકાય તેટલું ખરું .
અત્યારે IPLચાલે છે ,અને દર પાંચ મીનીટે ટીવીના ટચુકડા સ્ક્રીન પર બર્ગરના લોગો વાળી જર્સી જોવા મળે છે , જાહેરાત જોવા મળે છે. દ્રશ્યતા (VISIBILITY )ને દોહી લેવાની આ મોસમ છે. લાખો આંખો જયારે ટીવી પર કલાકો સુધી ચોંટી રહેતી હોય ત્યારે આયોજકો ,સ્પોન્સરો ,ખેલાડીઓ —બધાજ રોકડી કરવા બેઠા છે. money ,fame અને સોશિયલ મીડિયા પર લાખો followers પર બધાનું ‘ફોકસ’ હોય ત્યારે નૈતિકતા ના તમામ ધોરણો ક્યાંય અદ્રશ્ય થઇ જતા હોય છે. સ્પોર્ટ્સ જયારે એક બીઝનેસ બની જાય ત્યારે ‘દેશનું ભવિષ્ય’ એવા બાળકો એના સોફ્ટ ટાર્ગેટ બની જાય છે ! દર પાંચ મીનીટે દેખાતી જાહેરાતો ,ચીયર લીડર્સ ની ચિચિયારીઓ બાળકોને વધુ પ્રભાવિત કરે છે.
ભારતમાં ખુબ ઝડપથી બાળકો મેદસ્વીતા તરફ ધકેલાઈ રહ્યા છે. ૨૦૨૫ સુધીમાં તો આપણે દેશમાં ૧૭ મીલીયન જેટલા મેદસ્વી બાળકો જોવાના ! મેદસ્વીતા ના વિકાસમાં ચાઈનાકરતા લગભગ બીજા ત્રીજા ક્રમાંકે આપણો દેશ હશે ! ૭-૮ વર્ષના બાળકોમાં પણ હવે કેન્સર ,ડાયાબીટીસ અને હાયપર ટેન્શન ના રોગ વધી રહ્યા છે.
તાજેતરમાં યુએસ એ માં એક રસપ્રદ સર્વેક્ષણ -સંશોધન કરવામાં આવ્યું અને એ તપાસવામાં આવ્યું કે સ્પોર્ટ્સ સ્પોન્સરશીપ કેવી રીતે બાળકોને જંકફૂડ પ્રત્યે આકર્ષિત કરે છે ,પ્રોત્સાહિત કરે છે .ભારતમાં પણ આ દ્રશ્ય કઈ અલગ નથી .ટીવી પર નજર નાખતા જ આપણને આ સમીકરણ સમજાય જાય છે !
સ્પોર્ટ્સ આમતો હેલ્થ અને ફિટનેસ નો મેસેજ આપતી હોય છે પરંતુ મેચ દરમ્યાન આવતી જંકફૂડ ની જાહેરાતો આપણને જરાક મૂંઝવી દે છે ! જંકફૂડ ના મેસેજ જરાક કન્ફ્યુંઝીંગ લાગે છે !
સમતોલ આહાર એ સ્વસ્થ રહેવા માટેની બેઝુક જરૂરિયાત છે એ દરેક બાળક સમજી શકે છે પરંતુ એની ફેવરીટ ટીમ ની જર્સી પર લાગેલો બર્ગર લોગો એને સમજાતો નથી !
અને હા, બાળકોની હોજરી ભરેલી હોય ત્યારે પણ બાળકો જંકફૂડ અંદર ઠાલવ્યા જ કરે એ પેરન્ટસ તરીકે આપણને સમજાતું નથી ! અને , વળી મોટેરાઓ અંદરો અંદર ગપ્પા બાજી ચલાવ્યા કરે છે :” અરે થોડીક એકસરસાઈઝ કરીએ -દોડીએ એટલે કેલેરી બળી જાય ” હકીકતમાં આવું નથી બનતું .ખરાબ આદત ની બહુ મોટી કીમત ચૂકવવી પડતી હોય છે ! અને આવી કુટેવો ઘડીકમાં નથી છૂટતી !
એક સુચન એવું પણ આવ્યું કે ફ્રેન્ચાઈઝીઝ તરફથી ‘સેલ્ફ રેગ્યુલેશન’ માટે નાનકડો પ્રયત્ન કરવામાં આવે તો લાંબા ગાળે આના થોડાક પોઝીટીવ પરિણામો આવી શકે અને એ રીતે બાળકોને જંક ફૂડ થી દુર રાખી શકાય. Advertaizing concil of india ની વેબ સાઈટ પર સેલ્ફ રેગ્યુલેશન માટે જનરલ કોડ છે પરંતુ બાળકો ની જાહેરાતો માટે કોઈ એવો કોડ જોવા નથી મળતો .બીજા દેશોમાં બાળકો ને માટે આવો વિશેષ કોડ હોય છે . આપને ત્યાં કલાકમાં આવી જંકફૂડ ની કે જાહેર આરોગ્ય ને નુકશાન કરે એવી જાહેરાતો કેટલી આપી શકાય એના કોઈ નીતિ નિયમ હશે ? હશે તો એનું પાલન કેવું થતું હશે ?
જેમ ઓરવીલ્સનું #Adenough (જંકફૂડ વિરોધી અંદોલન ) ઘણું સફળ થયું છે. પરંતુ ઇન્ડીયામાં આપણી ટીમોને જંકફૂડ ના સમૂહગાન ગાતા કોણ રોકે છે ! હવે એ સમય આવી ગયો છેકે આપણેઆપણાનાના નાના ભૂલકાઓને સમજાવવું પડશે કે “સેલીબ્રીટી એન્ડોર્સમેન્ટ’ કોને કહેવાય . બહુ ચોખ્ખા શબ્દોમાં આપણે બાળકોને કહેવું પડશે કે સ્ક્રીન પર તમારો ફેવરીટ ક્રિકેટર જે કઈ ખાય છે એના એને લાખો રૂપિયા મળે છે “
અહી અંતમાં મને આપણા વિરાટ કોહલીના દેશ પ્રેમને જરા યાદ કરી લઈએ .ગયા વર્ષે ( સપ્ટેમ્બર -૨૦૧૭ ) વિરાટ કોહલીને એક મલ્ટીનેશનલ કંપનીએ સોફ્ટ ડ્રીંક ની જાહેરાત ના મોડેલ બનવા માટેની ઓફર કરી.કરોડો રૂપિયાનું આ endorsement કોહલી એ ઠુકરાવી દીધું ! જો કોહલી કરોડો રૂપિયાની લાલચને ફગાવી શકતો હોય તો આપણે ૩૦૦ ML ની બોટલમાં રહેલા હાનીકારક પીણા ને પીવાની લાલચ ને કેમ ફગાવી ન શકીએ? વિચારવા જેવું છે.

( inspired by an article in the Sunday Times)