આમ તો આ અંતાક્ષરી સ્પેશિયલ ગીત છે એટલે આપણે વારંવાર ગાયું હશે, પણ આ રમૈય્યા વસ્તાવૈયા એટલે શું એ આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે.
મારી પ્રિય આર.જે. સાયેમાએ આજે એનું રહસ્ય ખોલ્યું એ હું આપ સૌ સાથે વહેંચું છું.
શંકર જયકિશન, રાજ કપૂર અને શૈલેન્દ્રની ત્રિપુટી હતી. એ લોકોએ ખૂબ બધી ફિલ્મોમાં સાથે કામ કર્યું. સાથે હરતા ફરતા, ખાતા પીતા…
એક વખત હૈદરાબાદના એક ધાબામાં આ ત્રિપુટી જમવા ગઈ. ત્યાં એક વેઇટર નામ એનું રમૈય્યા.
શંકરે એને ઇશારો કરીને કહ્યું કે, આવો અને અમારો ઓર્ડર લઈ જાવ. રમૈયાએ એને ઇશારાથી જ જવાબ આપ્યો કે, હું બીજા ગ્રાહકોમાં વ્યસ્ત છું થોડીવાર રાહ જુઓ, આવું છું.
શૈલેન્દ્ર તેલુગુ ભાષા જાણતા એટલે એમણે કહ્યું,
“રમૈય્યા વસ્તાવૈયા?” એટલે કે,” રમૈય્યા, તમે નહીં જ આવો?”
અને આ ગીત બની ગયું…..રમૈય્યા વસ્તાવૈયા !
More Stories
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી