CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Tuesday, January 7   8:11:02
RK Films (1)

રાજકપૂર ફિલ્મ્સ… બરસાત અને બાલા સાહેબ

બરસાત ( 1949) ની સફળતા નું શ્રેય કોને આપવાનું ?

મ્યુઝિક ડિરેક્ટર શંકર -જયકિસન ની જોડીની આ પહેલી ફિલ્મ હતી . આજે પણ બોલિવુડની પ્રથમ 10 ફીલ્મોના સાઉન્ડ ટ્રેકમાં ‘બરસાત ‘ ફિલ્મ નો સાઉન્ડ ટ્રેક આવી શકે છે. બરસાતનાં ગીતો આટલા વર્ષો બાદ આજે પણ લોકોના હૈયે અને હોઠે છે .શંકર જયકિસન ના ઓરકેસ્ટ્રા માં જે વાદકો હતા એ વિષે એક અલગ પોસ્ટ લખવી પડે . ફિલ્મમાં વાયોલિનના જે સૂરો સંભળાય છે એ 1880 ની એક Romenian મેલડી પરથી લેવામાં આવેલ છે જેનું શીર્ષક હતું “Waves of the Danube’ .શંકર જયકિસને એની સંગીત મંડળી માં એક એક રત્ન શોધીને ગોઠવેલા . એમાં એક વાયોલિન વાદક અદભૂત હતો . વાયોલિન વાદક નું નામ હતું Joe Menezes .રાજકપૂર એક સંગીતજ્ઞ હતા અને દેશ વિદેશની અનેક ફિલ્મો ના સંગીતનો ઊંડો અભ્યાસ કરતાં .

ત્યારબાદ આ ધૂન નો ઉપયોગ એમણે એ પછીની બે ત્રણ ફિલ્મોમાં પણ કર્યો . જો મેંઝીઝ નું કહેવું છે કે એકવાર આ ધૂનના કોપી રાઇટર રાજસાબ પાસે આવ્યા અને થોડીક વાતચીત થઈ , ત્યારે રાજકપૂરે 35000 રૂપિયા આપીને આ ધૂનના રાઇટ્સ ખરીદી લીધા. એ જમાનામાં 35000 રૂપિયા બહુ મોટી કિમત ગણાતી .

બરસાત ફિલ્મના ડિરેક્ટર રાજકપૂર હતા . પ્રોડ્યુસર પણ એ જ હતા . પરંતુ ,હું જયારે આ બધુ વાંચતો હતો ત્યારે નજરમાં આવ્યું કે બરસાતનાં રાઇટર , સ્ટોરી રાઇટર , સ્ક્રીન પ્લે રાઇટર શ્રી રામાનંદ સાગર હતા !

બરસાત ની જ્વલંત સફળતા બાદ 23 -24 વર્ષે રાજ કપૂરે સ્ટુડિયો ખરીદ્યો ત્યારે પોતાના પ્રોડકશન હાઉસ નું નામ રાખ્યું RK Films અને બરસાતનાં જ એક દ્રશ્ય પરથી પ્રોડકશન નો લોગો બનાવ્યો જે આજે પણ મારી પેઢીના હજારો સિને પ્રેમીઓ અને રાજ પ્રેમીઓ ની યાદ અપાવતો રહે છે.

આ લોગો ના ડિઝાઇનર કોણ હતા ? મહાન અભિનેતા મનોજકુમારનું માનીએ તો આ લોગોના ડિઝાઇનર બાલાસાહેબ ઠાકરે હતા .