આજે એમના જન્મ દિવસે આ મહાન વિભૂતિને વંદન સહ , આવો , ગુરુદેવના જીવનની કેટલીક મહત્વની ઘટના વિષે જાણીએ.
જીવનમાં આવેલ દુખોના ઝંઝાવાતને ધકેલીને એક વ્યક્તિ જ્યારે એના લક્ષ્ય પ્રત્યે સમર્પિત બની રહે છે ત્યારે જ કઈંક મહાન સર્જન થતું હોય છે. પોતાના તત્વજ્ઞાન કે વિચાર ધારાને જીવનમાં ચરિતાર્થ કરનાર આપણાં દેશની ત્રણ વિભૂતિ માં ગાંધીજી , શ્રી અરવિંદ અને ટાગોરને ગણી શકાય. ટાગોરે જીવન અંગે , શિક્ષણ અંગે જે વિચાર્યું એને શાંતિ નિકેતન અને વિશ્વ ભારતી રૂપે વિશ્વ સમક્ષ એક દ્રષ્ટાંત રૂપે..એક મોડેલ રૂપે મૂકી આપ્યું.
આ મહાન દાર્શનિકનું અંગત જીવન કરૂણ રહ્યું. બહુ જ નાની વયે એમણે એમની માતા ગુમાવેલી.
1902માં જ્યારે એમણે એમની પત્ની ગુમાવી ત્યારે ગુરુદેવની વય41 વર્ષની હતી. પોતાના પાંચ બાળકો નો જ નહીં , પરંતુ આશ્રમના બધા જ બાળકોનો ભાર એમના પર હતો.રવિન્દ્રનાથ ટાગોર જ્ન્મ જયંતિ :
ટાગોરના જન્મ દિને હું અવશ્ય કઈંક લખતો જ રહ્યો છુ.
આજે એમના જન્મ દિવસે આ મહાન વિભૂતિને વંદન સહ , આવો , ગુરુદેવના જીવનની કેટલીક મહત્વની ઘટના વિષે જાણીએ.
જીવનમાં આવેલ દુખોના ઝંઝાવાતને ધકેલીને એક વ્યક્તિ જ્યારે એના લક્ષ્ય પ્રત્યે સમર્પિત બની રહે છે ત્યારે જ કઈંક મહાન સર્જન થતું હોય છે. પોતાના તત્વજ્ઞાન કે વિચાર ધારાને જીવનમાં ચરિતાર્થ કરનાર આપણાં દેશની ત્રણ વિભૂતિ માં ગાંધીજી , શ્રી અરવિંદ અને ટાગોરને ગણી શકાય. ટાગોરે જીવન અંગે , શિક્ષણ અંગે જે વિચાર્યું એને શાંતિ નિકેતન અને વિશ્વ ભારતી રૂપે વિશ્વ સમક્ષ એક દ્રષ્ટાંત રૂપે..એક મોડેલ રૂપે મૂકી આપ્યું.
આ મહાન દાર્શનિકનું અંગત જીવન કરૂણ રહ્યું. બહુ જ નાની વયે એમણે એમની માતા ગુમાવેલી.
1902માં જ્યારે એમણે એમની પત્ની ગુમાવી ત્યારે ગુરુદેવની વય41 વર્ષની હતી. પોતાના પાંચ બાળકો નો જ નહીં , પરંતુ આશ્રમના બધા જ બાળકોનો ભાર એમના પર હતો. એમની પત્નીના મૃત્યુ સમયે સૌથી નાના પુત્રની ઉમર માત્ર 8 વર્ષની હતી. આશ્રમની આર્થિક વ્યવસ્થા પણ બહુ સારી નહોતી.
ગુરુદેવને દાન માંગવા જવાનું બિલકુલ પસંદ નહોતું .એક જગ્યા એ એમણે આ અંગે લખ્યું છે કે “ વિશ્વ ભારતી માટે ફંડ એકઠું કરવા પ્રત્યેક શિયાળામાં મારે જાતે બહાર નીકળવું પડે છે .કાં તો લોકોનું મનોરંજન કરવાના રૂપમાં ,અથવા તો જેઓ જરાયે ઉદાર નથી તેમની ઉદારતાને અપીલ કરવાના રૂપમાં ભીખ માંગવાનુ કામ મારે માટે અતિશય ઘૃણાજનક કસોટી સમું છે. હું શહીદીનો આનંદ માણવાનો પ્રયત્ન કરું છું અને કશી પણ ફરિયાદ કર્યા વિના માન ભંગ , નામોશી , અને વ્યર્થતા નો કાંટાળોતાજ પહેરી લઉં છું. પણ , મારા મનને હમેશા આ સવાલ કઠ્યા કરે છે.: કંજૂસ દાતાઓ પાસેથી નજીવા દાન મહામહેનતે મેળવવામાં મારી શક્તિ ખર્ચી નાખવી , એ મારે કરવા જેવુ ખરું ?”
ખૂબ નબળી આર્થિક વ્યવસ્થા વચ્ચે ઈશ્વર પણ જાણે એમની કઠોર પરીક્ષા લઈ રહ્યા હતા . પહેલા પિતાજી દેવેન્દ્રનાથ ઠાકુરનું મૃત્યુ થયું. ત્યારબાદ બે વિવાહિત પુત્રીઓ પણ આ દુનિયા છોડીને ચાલી નીકળી.
દુખની વાત તો એ પણ ગણાય કે આવા એક modern thinker ને પણ ક્યાંક સામાજિક બંધનો /રિવાજો બાધારૂપ બન્યા હોવા જોઈએ એટ્લે દીકરીઓને ખૂબ નાની વયે ( 15 વર્ષ પહેલા ) પરણાવી દીધી ! કાલદેવતાની છેલ્લી થપાટ પણ ખૂબ ખતરનાક હતી એટ્લે એના સૌથી નાના પુત્ર નું પણ મૃત્યુ થયું.
વિગતોમાં જઈશ તો પોસ્ટ લંબાઈ જશે તેથી આગળ વધુ . પોતાના સંતાનોના કરૂણ મૃત્યુ ને ભૂલાવવા માટે ગુરુદેવે આશ્રમની સેવા કરવામાં , એના વિકાસમાં એમનું હ્રદય રેડી દીધું.
એમની દીકરીઓ એમને ખૂબ વહાલી હતી. ખાસ તો બેલા એમને ખૂબ વહાલી હતી . બેલા પર એમના પિતાનો સ્નેહ અધિક જોવા મળતો. જ્યારે એ ક્ષય રોગની ભોગ બની ત્યારે ગુરુદેવ એની દિવસ –રાત સેવા કરતાં રહેતા. એના માટે એ વાર્તાઓના કથાનક રચી આપતા અને એને લખવા માટે ખૂબ પ્રોત્સાહન આપતા, પરંતુ એની સેવા અને સ્નેહ પણ મૃત્યુ સામે ન જીતી શક્યા. મોટી દીકરી રાની પણ આ પહેલા જ ક્ષય રોગથી મૃત્યુ પામી હતી.
આવી કરૂણ અને દારુણ સ્થિતિ પણ કવિને એના કર્મના માર્ગથી વિચલિત ન કરી શકી! એની લેખિની સતત ખળખળ વહેતા ઝરણાની જેમ વહેતી રહી. એમના પુત્ર રથેન્દ્ર નાથે એમના પિતાના સંસ્મરણો રૂપે લખ્યું છે :
” મેરે પિતા કે સંકટ ઔર મહાન કે દિનોમે ઉનકી કલમને હાર નહીં માની.જબ વહ રાની કે વિસમ રોગ સે લડ્તે ,ઉસે એક પહાડસે દૂસરે પહાડ પર વાયુ પરીવર્તન કે સ્થળ પર લે જાતે થે. વાહ બરાબર લીખતે રહે- કભી “ચોખર બાલી ‘ ઔર કભી ‘નૌકા ડૂબી’ .પિતાજી કભી ભી એક ઉપન્યાસ કો એક બાર હી લીખકર ખતમ નહીં કરતે થે .એક –એક પરિચ્છેદ લિખતે જાતે ઔર કિસી પત્રિકામે છપને ભેજતે રહેતે. ઇસ પ્રકાર ધારા વાહિક રૂપમે ઉનકે ઉપન્યાસ પૂરે હોતે. કિતની હી વિરોધી પરિસ્થિતીયાં હો , કિટના હી બડા માનસિક આઘાત હો , સમ્પાદકોકોં ઉનકે ઉપન્યાસકી દૂસરી કિસ્ત કે લિયે કભી રુકના નહીં પડતાં”
ગુજરાતીમાં તમે ત્રણ નવલ કથા લખીને મહાન અંગ્રેજી લેખિકા વર્જિનિયા વુલ્ફ ગણાવા લાગો છો.
સત્વ અને તત્વ વગરની વાર્તાઓ નો એકાદ વાર્તા સંગ્રહ લખીને તમે ‘રાષ્ટ્રીય સાહિત્ય એકેડેમી’ દ્વારા ‘બેસ્ટ વાર્તા સંગ્રહ ‘નો એવોર્ડ મેળવીને એ એવોર્ડ લટકાવી શકો છો !
કોને સલામ આપીશું ? લખનારને કે આપણી આ એકેડેમી ને ?
ગુરુદેવ ટાગોરના જ્ન્મ દિવસે આ વિચારવા જેવુ છે. ગુરુદેવને પુનઃ વંદન !
——————–
તસ્વીરમાં વચ્ચે ગુરુદેવ ટાગોર , ડાબી બાજુથી જમણે પુત્રી મિરા , પુત્ર રથીન્દ્ર નાથ . જમણી બાજુ પુત્રવધૂ પ્રતિમા અને પુત્રી એમની
More Stories
વતન : દાલ-બાટીના ચટાકાથી રાજસ્થાની કુલ્ફી સુધી
સુરત-બેંગકોક ફ્લાઇટના મજેદાર સમાચારથી એરલાઇન ફૂડના સુવર્ણ યુગની યાદ તાજી
એક હતો બગલો ……..