“સાહેબ, મારી પાસે દિલ્હી આવવા માટે પૈસા નથી, મહેરબાની કરીને પોસ્ટ દ્વારા એવોર્ડ મોકલો.”
આ શબ્દો છે પદ્મશ્રી એવોર્ડ સન્માનિત હલધર નાગના.
હલધર નાગ – જેમના નામ સાથે ‘ શ્રી ‘ નું વિશેષણ પણ ક્યારેય લાગ્યું નહોતું, 3 જોડી કપડાં, એક તૂટેલા રબરના ચંપલ, એક રિમલેસ ચશ્મા અને 732 રૂપિયાની મૂડીના માલિકને પદ્મશ્રી જાહેર કરવામાં આવે છે.
ઓડિશાના આ હલધર નાગ છે જે સંબલપુરી ભાષા બોલે છે. તેઓ સંબલપુરી ભાષાના પ્રખ્યાત કવિ છે. ખાસ વાત એ છે કે તેણે અત્યાર સુધી લખેલી તમામ કવિતાઓ અને 20 મહાકાવ્યો તેમને કંઠસ્થ છે.
આ પણ વાંચો – આ આકર્ષક ઝેરથી બચજો
મઝાની વાત એ છે કે, હવે તેમનાં લખાણોનો સંગ્રહ હલધર ગ્રંથાવલી ભાગ 2 સંબલપુર યુનિવર્સિટીમાં અભ્યાસક્રમનો ભાગ બનશે.
સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી 2016માં સન્માનિત થયેલ આ મહાન વ્યક્તિને ભાવભરી શ્રદ્ધાંજલિ.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?