જામનગરના મોક્ષમંદિરમાં રવિવારથી ‘સ્વર્ગારોહણ’ની સુવિધાનો ઉમેરો થવાનો છે.
માનવ મૃતદેહના લાકડાના ઉપયોગથી અગ્નિસંસ્કાર માટેની ‘ સ્વર્ગારોહણ ’ નામની આ વિશિષ્ટ ભઠ્ઠી સૌરાષ્ટ્રમાં પ્રથમવાર મૂકાઈ રહી છે.
વર્તમાન સમયમાં ગેસ અને ઇલેક્ટ્રિક ફર્નેશની વ્યવસ્થા હોવા છતાં ધાર્મિક માન્યતાઓને કારણે ઘણા પરિવારો પોતાના સ્વજનને લાકડાથી અગ્નિદાહ આપવાનો આગ્રહ રાખતા હોય છે.
સામાન્ય રીતે મૃતદેહના અંતિમસંસ્કાર માટે ૪૦૦ થી ૫૦૦ કિલોગ્રામ લાકડાની જરૂર પડતી હોય છે પરંતુ આ સંવર્ધિત ભઠ્ઠીમાં માત્ર ૮૦ થી ૧૦૦ કિલોગ્રામ લાકડાની જ જરૂર પડશે.
સ્વર્ગારોહણથી આ રીતે પર્યાવરણ સંરક્ષણ ઉપરાંત મૃતક પરિવારને આર્થિક રીતે પણ ઓછો ખર્ચ થશે. ઓછાં લાકડાંને કારણે હવાપ્રદૂષણ પણ ઘટશે અને સમયની પણ બચત થશે.
મોક્ષમંદિરના સંચાલકો અને દાતાઓને અભિનંદન.

More Stories
ભારતીય દસ્તાવેજી ફિલ્મો : વૈશ્વિક સન્માન બરાબર, પરંતુ ઘર આંગણે દર્શકો ક્યાં છે?
ઉપર સિલ્ક અને નીચે કોટન – નામશેષ થતો કાપડનો એક વિશિષ્ટ પ્રકાર : મશરૂ કાપડ
સુરતના સૈયદપુરાનો અનોખો મહોબ્બત મહોલ્લો