03-08-2023
આમ તો કળાની અનેકો વિધાઓ છે જેમ કે ચિત્ર, સ્થાપત્ય, તસ્વીર, ફોટોગ્રાફી વિગેરે …આ બધી દ્રશ્યકળાના રૂપો છે,પણ રેત શિલ્પ એક એવી કળા છે જે અનોખી, નિસ્પૃહતા,અને મોહથી મુક્ત કરતી હોય તેવો ભાવ સબળ બને છે.આવી જ દરિયાની રેતી પર રેત શિલ્પનાં સાધક ગુજરાતના સુદર્શન પટનાયક નથુ ગરચરનાં રેતશિલ્પ કલાનું કલાતીર્થ દ્વારા “રેતશિલ્પના રૂપસાધક નથુ ગરચર” પુસ્તક પ્રકાશિત કરી તેમના રેતશિલ્પોનું દસ્તાવેજીકરણ કરી કલા રસિકો સુધી પહોંચાડ્યું છે.
રેતશિલ્પમાં ગુજરાતના સુદર્શન પટનાયક નું બિરુદ મેળવનાર નથુ ગલચર ગુજરાતના સુંદર દરિયા કાંઠા પોરબંદરના વતની નથુ ગલચર રેત કલાનાં આરાધક છે.રોજ દરિયા કિનારે જાય અને +વિવિધ વિષયો પર રેતીમાં પોતાની શિલ્પકલાથી રેતીમાં પ્રાણ ફૂંકી દે.અને જેવી ભરતી આવે કે દરિયાદેવની રેતી દરિયદેવ માં સમાઈ જાય,અને દરિયાની રેતી દરિયા ને પાછી અર્પણ થતી જોઈને તેમનું મન રાજી રાજી.તેમના શિલ્પનું કેનવાસ જ દરિયાનો કિનારો.તેમની આ શ્રેષ્ઠ ગુણવત્તાસભર કલાસાધના અનાસક્તિ અને મમતથી પર, ફક્ત કલા પ્રત્યેનો અસીમ સ્નેહ દર્શાવે છે.અને આ જ કારણે કલાતીર્થ ટ્રસ્ટ ની કલાગંગોત્રી ગ્રંથ શ્રેણીના સંપાદક રમેશ ઝડપિયાએ “રેતશિલ્પના રૂપસાધક નથુ ગરચર” નામક પુસ્તક પ્રકાશિત કર્યું છે.જેમાં એમની રેતશિલ્પની જાહોજલાલી પીરસવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતના જાણીતા કલા વિવેચક નિસર્ગ આહીરે નથુ ગરચરની કલાની વિવિધતા અને સુંદર રીતે વ્યક્ત કરી છે. નથુ ગરચરનાં રેતશિલ્પોને મૂળ પોરબંદરના તસવીરકાર ને હાલ અમદાવાદ રહેતા કિશોરભાઈ જોશી એ કેમેરામાં કંડારી છે. નિર્મોહી અને અનાસક્ત આ કલાકારની 260 જેટલા રેતીશિલ્પોની કૃતિઓનું સુંદર દસ્તાવેજીકરણ કર્યું છે.આ પુસ્તક મુંબઈના ઉદ્યોગપતિ દેવેન્દ્ર શાહ અને લિલાધર પાસુ પરિવારનો સહયોગ મળ્યો છે.અહી ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં વોશિંગ્ટન ડીસી સ્થિત લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં કલાતિર્થ નાં છ પુસ્તકોને પુસ્તકોને સ્થાન મળ્યું છે.
હાલમાં જ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારથી સમ્માનિત આ કલાસાધકના ગ્રંથને ગુજરાતના સરસ શ્રેષ્ઠ સિદ્ધહસ્ત કલાસાધક અને કલા ગુરુ રવિશંકર રાવળ ને 132 જન્મ જયંતી અવસર પર લોકર્પિત કરાયું.

More Stories
सुबह उठते ही बॉडी को ऐसे करें डिटॉक्स, चिया सीड्स से तैयार करें ये ड्रिंक
रंगों का पर्व होली
स्वतंत्र विचार बनाम राजनीतिक विरोध – कौन सही, कौन गलत?