સમુદ્ર સપાટીથી 2000 ફૂટની ઊંચાઈએ વિંધ્યાચલ પર્વત પર સ્થિત માંડવ આજે એક નાનકડું શહેર છે પણ હજારો વર્ષ પહેલાં તે વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક ગણાતું હતું.
શહેરની સંસ્કૃતિ અને તેની ઐતિહાસિક ઈમારતોએ તેને આર્કિટેક્ચર માટે ગંતવ્ય બનાવ્યું છે.
પરમાર રાજવીઓ, મુસ્લિમ શાસકો, અકબર, મરાઠાઓ અને પવારો એમ કેટકેટલાય શાસકો અહીં શાસન કરી ગયા અને સૌ પોતપોતાની નિશાનીઓ છોડતા ગયા.
પ્રવાસીઓ માંડુને મહેલોનું નગર કહે છે, પણ હું તો એને ખંડેરોનું નગર કહીશ. અલબત્ત ભવ્ય ભૂતકાળની નિશાનીઓ સાચવતાં આ ખંડેરો એના સમયની જાહોજલાલીની છબી ચોક્કસ ખડી કરી શકે પણ ગુજરાત કે રાજસ્થાનના ભવ્ય મહેલો જેવી ફિલિંગ અહીં ન આવે, કમ સે કમ મને તો ન આવી.
હા, કોઈ સમયના ભવ્ય સ્થાપત્યોના અવશેષો અને એ સમયની દૂરંદેશી, સ્થાપત્ય કળા વગેરે ચોક્કસ આકર્ષે.
એટલે જ વર્ષો પહેલાં છેક કિનારાથી માંડીને તાજેતરના દબંગ -૩ સુધીના ફિલ્મોના શૂટિંગ માટે બોલિવૂડનું આ મનપસંદ સ્થાન રહ્યું છે.
આ નગર સાથે સંકળાયેલી બાજ બહાદુર અને રાની રૂપમતીની કથા દર્શાવતું રાની રૂપમતી ફિલ્મ પણ અહીં જ શૂટ થયું હતું.
More Stories
કરણ ઔજલા: વિષાદ અને વિવાદ મિશ્રિત સંવેદનમાંથી પ્રગટેલા સુર !
મૈને માંડૂ નહી દેખા : એક ચમત્કૃતિ!
મધ્યપ્રદેશનો મનમોહક સ્વાદ : દાલ – પાનિયે