અંગ્રેજોની કૂટનીતિ પર પ્રકાશ ફેંકતા
હાલમાં જ પ્રકાશિત મનુ પિલ્લાઈના એક પુસ્તકનો અંશ.
નવેમ્બર 9, 1874ના દિવસે બરોડા રાજ્યમાં એક ઘટના બની.
વડોદરા રાજ્યમાં તે દિવસે સવારના પહોરમાં જ રોબર્ટ ફાયરે નામના એક અંગ્રેજને ઓચિંતા જ ઊબકા આવવા લાગ્યા. આધેડ વયનો આ અંગ્રેજ મરાઠા કોર્ટનો કર્મચારી હતો અને થોડા દિવસો પહેલા જ હવામાનનો ભોગ બનેલો, પરંતુ એ સવારે , જો કે વાત જરાક ગંભીર હતી. હંમેશના નિયમ મુજબ એ મોર્નિંગ વોક કરીને પાછો ફર્યો હતો , અને એના નોકરે તૈયાર રાખે સરબતના થોડાક ઘૂંટડા લઈ રહ્યો હતો. પત્ર લખવા માટે એ જ્યારે ઊભો થયો તે વખતે એને લાગ્યું કે એની તબિયત ઠીક નથી. પોતે કોઈ બીમારીનો ભોગ બન્યો હોય એવું એને લાગવા માંડ્યુ. ફળનો રસ એને જરાક વિચિત્ર લગતા ગ્લાસમાં વધેલું અડધું જ્યુસ એને ફેંકી દીધું. આ ક્ષણોને યાદ કરતાં ફાયરે કહ્યું કે “ વોશ બેઝિન પર હું ટંબલર મૂકવા જતો હતો, તે વખતે એના તળિયે જામી ગયેલો કોઈ પદાર્થ મને જોવા મળ્યો. એને નજીકથી જોતાં મને પહેલો વહેલો વિચાર એ આવ્યો કે એ ઝેર હતું.”એણે એ પદાર્થને પૃથકરન ( એનાલિસિસ ) માટે મોકલી આપ્યો અને એના ઉપરી અધિકારીને ટેલિગ્રામ કરીને જણાવ્યુ કે “ મને ઝેર આપવાનો આજે બનેલો બનાવ ઘણો જ નિરાશા જનક છે” રસપ્રદ બાબત તો એ હતી કે, આ ગંભીર આરોપ પછી થોડા સમય બાદ સ્વયં મહારાજા ફાયરેને જોવા માટે ત્યાં પહોંચ્યા ત્યારે પણ નિવાસીઓ એ મૌન ધારણ કરેલું. આ બનાવ બન્યાના એક દિવસ અગાઉ જ બીજી સ્ત્રોત દ્વારા આ પ્રકારના સમાચાર પહોંચી ગયા હતા. શાસકે એની અધિકૃત સંવેદના પ્રગટ કરીને કહેલું કે “ નિવાસીને નષ્ટ કરવા માટે કોઈ દુષ્ટ માણસે આચેરલું આ કાવતરું છે.’ મહારાજા એ વધુમાં એવું પણ જણાવ્યુ કે ગુનેગારની શોધ માટે આપને મારી કોઈ સહાયની આવશ્યકતા જણાય તો એની વ્યવસ્થા પણ થશે”
દુર્ભાગ્યની વાત તો એ હતીકે ફાયરેના માનસમાં ‘ગુનેગાર’ બીજો કોઈ જ નહીં , પરંતુ ખુદ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ ઓફ બરોડા ( 1831-82)હતા!
રિયાસતમાં એના આગમનથી જ , કર્નલને લાગ્યું હતું કે મહારાજા સાથે એને મનમેળ નહોતો. બને પક્ષે મીંઢું મૌન જોવા મળતું હતું. ભારતીયોના મનમાં અસહ્ય અને ચિડિયા અમલદારતરીકેની એમની પ્રતિભા –છબી પછી ફાયરે આવી પરિસ્થિતિમાં એની છેલ્લી પોઝિશન છોડેલી હતી. એ દરમ્યાન મહારાજા પણ શંકાના દાયરામાં રહ્યા. તેઓ એક textbook dubious બની રહ્યા. એક દાયકા પછી, જ્યારે એમનો ભાઈ ગાદી પર બેઠો, ત્યારે એની હત્યાની સાઝિસ માટે મહારાજાને કેદ કરવામાં આવ્યો. એના ભાઇનું મૃત્યુ થયું, અને મહારાજાને ગમે તેમ પણ મુક્તિ મળી અને પુનઃ તેઓએ સત્તાનું આસન સંભાળ્યું. જેવા તેઓ તખ્ત -એ -નશીન થયા કે એમણે એના વેરીલા સ્વભાવ અને ચારિત્ર્યને પ્રકાશિત કરવાની શરૂઆત કરી. ખૂનની સાઝિશની તપાસમાં જે પણ રાજ્યમંત્રિશ્રીઓ સક્રિય હતા એ બધાને એ જેલ ભેગા કરવામાં આવ્યા જ્યાં એનો ભાઈ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલો. એવું પણ બનવા લાગ્યું કે મહારાજાએ પોતાને પ્રિય એવી સ્ત્રીઓનો કબજો મેળવવાનું અને એ સ્ત્રીઓને મહેલની સેવામાં નોકરી આપવાનું શરૂ કર્યું. એક હિતેચ્છુના કહેવા મુજબ “ કન્યાઓને કબૂતરની માફક લઈ જવામાં આવતી હતી અને એમની સાથે હિંસાત્મક વ્યવહાર પણ કરવામાં આવતો. ત્યારબાદ એની સૌથી નવી પત્ની લક્ષ્મીબાઇની કહાની પણ સામે આવી! લક્ષ્મીબાઇ અગાઉ રાજાની રખાત હતી અને તે જ્યારે પ્રસૂતા હટાઈ ત્યારે જ રાજાએ એની સાથે લગ્ન કરેલા. જ્યારે રાજાએ લક્ષ્મીબાઇના પુત્રને પોતાના વારસદાર તરીકે ઘોષિત કરવાની ઈચ્છા પ્રગટ કરી , ત્યારે ફાયરે એનો અસ્વીકાર કર્યો અને વિરોધનો સૂર પણ પ્રગટ કર્યો. આ વિરોધથી ક્રોધિત થઈ ઉઠેલા રાજાએ એવો હુકમ જારી કર્યો કે “ જે કોઈ પણ લક્ષ્મીબાઈને ‘છોટી રાની’ તરીકે નહીં સંબોધે, કે એને રાણી તરીકે માન નહીં આપે એ વ્યક્તિએ 15 રૂપિયાનો દંડ ભરવાનો રહેશે” બ્રિટિશ રાજના અધિકારીઓ માટે બરોડા રાજ્ય ગેરવહીવટ માટેનો ‘કેસસ્ટડી’ બની ગયું.
આવા સંજોગોમાં અને સંદર્ભો સાથે1874ની નવેમ્બર મહિનાની એ સવારે ઘટેલી ઘટના માટે ફાયરેની શંકાને સમર્થન મળ્યું, એને આપવામાં આવેલ શરબતમાં હીરાના રજકણ અને કાતિલ ઝેર જોવા મળ્યા ! એના આ દ્રષ્ટિબિંદુ મુજબ તો રાજા પર શંકા કરવાનું કોઈ કારણ પણ હતું જ. એક તરફ રાજા એનો પુત્ર વારસદાર તરીકે ઘોષિત થાય એ માટે ખૂબ પ્રયત્નશીલ હતા , અને એ ક્રિયામાં વિલંબ થતાં જરાક વ્યાકુળ-વ્યગ્ર પણ હતા. બ્રિટિશ તપાસમાં એવી હકીકત પ્રકાશિત થઈ કે મહેલમાં એના પ્રવેશ પહેલા પુત્રની માતા ( લક્ષ્મીબાઇ) એક સમયે સુરતમાં કુલી( મજૂર) તરીકે નોકરી કરતી હતી. જો કે તે લઘુમતી કોમની હતી અને લગ્ન સમયે સગર્ભા હતી એટ્લે મહારાજા મલ્હાર રાવના એ પુત્રને ભાવિ વારસદાર તરીકે ઘોષિત કરવાની વાત હજુ વિચારણા તળે હતી. ત્યારબાદ ત્યારે રાજકીય દુશ્મનાવટની શરૂઆત પણ થઈ ચૂકેલી. ઝેર આપવાની ઘટનાના એક સપ્તાહ પહેલા જ મહારાજા મલ્હાર રાવ ના વહીવટ વિરુદ્ધ વાઈસરૉય પાસે અનેક ફરિયાદો મળી. 174 પણ ના પ્રોગ્રેસ રિપોર્ટનો સારાંશ એ હતો કે ‘બરોડા સ્ટેટનો વહીવટ ખાડે ગયો છે’. બોમ્બે અને કોલકાતાની ઓફિસો દ્વારા કાયદાકિય સલાહ સૂચનો લેવામાં આવ્યા , અને તત્કાલિન વાઈસરૉયે નિર્ણય લીધો કે મલ્હાર રાવ સામે Prima facie કેસ બની શકે છે. બસ , અહીંથી આગળનો ઘટનાક્રમ તીવ્ર ગતિએ આગળ વધવા લાગ્યો.
જાન્યુઆરી 1875માં તો સૈનિકોની ટુકડીઓ ઉતરી આવી. મહારાજાને નજરકેદ કરવામાં આવ્યા, અને રાજ્યનો વહીવટ ‘રાજ’ ( બ્રિટિશ રાજ )ને સોંપાયો.
સંક્ષિપ્તમાં કહીએ તો મહારાજા સામે ખટલો ચલાવવાનું કાયદાકીય રીતે એટલું આસાન નહોતું. ( યાદ રહે કે બ્રિટિશ રાજમા ન્યાય પ્રણાલી ઘણી જ પારદર્શક હતી , 1930ના રાષ્ટ્રીય આંદોલનો બાદ એમાં પણ ભ્રસ્ટાચાર પ્રવેશી ચૂકેલો) અખબારના તંત્રીએ તો એવું જ લખેલું કે “ બરોડાનું વેસલ ખાલી કરવા માટેનો એક જ રસ્તો છે કે લૂંટારાઓથી ભરેલ કાર્ગોને સમુદ્રમાં ફેંકી દેવાનું “
ગમે તેમ પણ , મહારાજાની ટ્રાયલ સરળ નહોતી. કોર્ટમાંએને ઘસડી જવાનું કે પ્રજા સમક્ષ એની જાહેર તપાસ ગોઠવવાનું સરળ નહોતું. છતાં , એક ‘તપાસ’ થોડીક ઓછી શરમ જનક ગણાય તેમ હતી. દેશના એક સુવિખ્યાત રાજ્યના રાજાનું અપમાન એ પ્રજાનું અપમાન બરાબર ગણાતું હતું. શું આ એક એવી ખતરનાક પ્રથા ઊભી થવાની હતી કે જેથી બીજા રાજાઓના સિંહાસનો પણ ભયથી ધ્રૂજવા લાગવાની સંભાવના હતી ?
લોકસમૂહમાં આ વાત ફેલાતાવેત આક્રોશ પેદા થયો. મંદિરોમાં અને પ્રાર્થના ઘરોમાં જ નહીં , પરંતુ , શિક્ષિત સમાજ દ્વારા મિટિંગો થવા લાગી, વિરોધનાં સૂરો તેજ થવા લાગ્યા! વાઇસરોયના નિવાસો અને સરકારી કચેરીઓ સામે જન આક્રોશ જોવા મળ્યો. પૂનામાં સાર્વજનિક સભા મળી અને રાજાના બચાવ માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું. ( રાજાને પોતાના રાજ્યની મૂડી વાપરવાની સત્તા ખૂંચવી લેવામાં આવેલી ) આ વિરોધ વંટોળ ને લીધે બ્રિટિશરોનું કામ વધુ મુશ્કેલ બન્યું. તેમ છતાં , સમાનતા ની ભાવના દર્શાવવા માટે બ્રિટિશ રાજે છ કમિશ્નરોની એક ન્યાયસમિતિની રચના કરી. છ સભ્યોની આ ન્યાય સમિતિમાં ત્રણ ભારતીય હતા , જેમાં ગ્વાલિયરના મહારાજા , જયપૂર નરેશ , ઉત્તર ભારતના પ્રમુખ સ્ટેટ્સમેન દિનકર રાવ નો સમાવેશ થતો હતો. એ દરમ્યાન સ્વયં મલ્હાર રાવ પણ બરાબર લડી લેવાના મૂડમાં જ હતા અને આગની સાથે ( fire with fire) આગ ધરીને જાણે કે ઊભા હોય એવો ઘાટ હતો !મહારાજાએ પોતાનો કેસ લડવા માટે લંડનથી બ્રિટિશ બેરિસ્ટર વિલિયમ બેલેંટિન (WILLIAM BALLANTINE)ને ખાસ રોક્યો હતો. પસંદગી પાછળ એક વ્યુહ રચના પણ હતી, કારણકે જ્યુડિથ રોબોથમ કહે છે તે મુજબ, આ પ્રતિભાશાળી ,અદભૂત માણસ સ્ત્રી દ્વેષી હતો, તેમ છતાં પરંપરાગત ધોરણ મુજબ જાતિવાદી –રેસિસ્ટ નહોતો. બેલેંટાઈનને આ કેસ લડવા માટે બોલાવવામાં આવ્યો ત્યાં સુધી તો એને બરોડા કે બરોડા રાજ્યના અસ્તિત્વની જાણ નહોતી! બસ , એણે તો પોતાનાથી થાય એ શ્રેષ્ઠ કરી બતાવાવનું નક્કી કરેલું. એણે ક્યાલ આવી જ ગયેલો કે આ બાબત કોર્ટ બેટલ થી વિશેષ છે. આ હરીફાઈ , એવું લાગતું હતું કે સ્થાનિક પ્રેસ્ટિજ અને બ્રિટિશ સુપ્રિમસી’વચ્ચેની છે.
ફેબ્રુઆરી23, 1875ના દિવસે બરોડામાં કેસની દલીલો થઈ, ભાષાની પસંદગી કરવામાં આવી. ઇંગ્લિશ નક્કી થઈ. આનાથી દિનકર રાવ અને મહારાજાને ગેર ફાયદો થયો. દિનકર રાવ કે મહારાજા સરળતાથી દલીલો ન કરી શકયા.
સત્ય હકીકત એ હતીકે બરોડામાં જ મહારાજાનો એક દુશ્મન ભાઉ પૂણેકર હતો જેણે ઝેર ભેળવીને બ્રિટિશ અમલદારને મારી નાખવાની સાજિશ કરી હતી. આ કેસમાં મહારાજાના વકીલે ઘણા પુરાવાઓ આપ્યા, પરંતુ, બ્રિટિશ રાજે રાજાને બરતરફ કરવાનું નક્કી જ કરી નાખેલું, એટ્લે છેવટે ત્રણ દિવસ બાદ મહારાજા મલ્હાર રાવને એના ભાવિ નસીબની જાણ કરવામાં આવી. રાજા એ અશ્રુભીની આંખે ચુકાદો સાંભળ્યો અને શરણાગતિ સ્વીકારી. બીજા દિવસે લક્ષ્મીબાઇ –પુત્ર સાથે મહારાજે મદ્રાસ તરફની ટ્રેન પકડી અને જીવનના બાકીના વર્ષો ત્યાં જ વિતાવ્યા.
પુસ્તકમાં આવી ઘણી રોચક અને દીલધડક વાતો છે
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર