CATEGORIES

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
Friday, May 9   5:17:29

મધુમિતા શુક્લ: ફિર તેરી કહાની યાદ આઈ

ઉભરતી એક કવયિત્રીનો કરુણ અંત અને….

ઉત્તર પ્રદેશના એક બહુ ચર્ચિત કેસના આરોપી ઉત્તર પ્રદેશ સરકારના એક પૂર્વ મંત્રીશ્રી અમરનાથ ત્રિપાઠી અને એના ધર્મપત્ની મધુમણી ત્રિપાઠીને ઉત્તર પ્રદેશના જેલ વિભાગે આજીવન કારાવાસની સજા માંથી મુક્તિનો હુકમ જારી કરતા ફરી એક વાર આ કેસ મીડિયામાં ચર્ચાસ્પદ બન્યો છે.
ઉત્તર પ્રદેશ સરકારના જેલ વિભાગના આ હુકમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવેલી , પરંતુ સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારના જેલ વિભાગના આ હુકમને યોગ્ય ગણાવ્યો છે. અમરમણી અને એમના પત્નીએ જોકે માત્ર ૧૬ વર્ષ જ કારાવાસ ભોગવ્યો છે, તેમ છતાં રાજ્યના ૨૦૧૮ના કાયદા કાનુન મુજબ આ દંપતિને કારાવાસનીવાસ્તવિક મુદત પહેલાજ મુક્તિ મળી ચુકી છે.જેલ વિભાગના મત મુજબ દંપતિની વય ૬૦ વર્ષ વટાવી ચુકી હોવાથી સજામાં છૂટ મળેલી છે.
૧૯૯૫થી ૨૦૦૦ ના સમયગાળામાં ઉત્તર પ્રદેશના કવિસંમેલનોમાં ઉભરી રહેલી એક કવયિત્રી મધુમિતા શુક્લની ૯ મે, ૨૦૦૩ના દિવસે પેપરમિલ કોલોની, લખનૌમાં હત્યા થયેલી.
સીબીઆઈ દવારા આ કેસની ઊંડી તપાસ થઇ અને ૨૦૦૭માં દેહરાદુનની અદાલતે પૂર્વ મંત્રી અમરમણી અને એની પત્નીને આજીવન કારાવાસની સજા આપેલી. ત્યારબાદ આ કેસ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચેલો જ્યાં બંને અદાલતોએ નીચલી કોર્ટની સજાને માન્યતા આપેલી.
કેસના આરોપી દંપતિને સખતમાં સખત સજા અપાવવા માટે મધુમતી શુક્લની બહેને જે સમર્પણ આપ્યું એની એક જુદી જ કહાની છે.
સામાન્ય રીતે આ પ્રકારના હાઈપ્રોફાઈલ કેસોમાં પુરાવાના અભાવે,યોગ્ય સાક્ષીઓના અભાવે આરોપીઓ છટકી જતા હોય છે, પરંતુ અપવાદ રૂપ આ કિસ્સામાં અમરમણી અને એની પત્નીને સજા થઇ એનું કારણ એ જ કે મૃત્યુ સમયે મધુમિતાએ ગર્ભ ધારણ કરેલો હતો. એના ગર્ભનું પરીક્ષણ કરવામાં આવેલું, એના DNAનું પણ પરીક્ષણ થયેલું, અને એ ડીએનએ શ્રી અમરમણીના DNA સાથે મળી આવતા આ કેસ સજાને પાત્ર બનેલો.
આ ઉપરાંત ખૂન કરનાર ભાડુતી માણસોએ પણ અદાલતી કાર્યવાહી દરમ્યાન કેટલીક મહત્વની કબુલાત કરેલી.
જો કે આ દંપતિએ મોટાભાગનો સમય તો કોઈ હોસ્પીટલમાં જ વિતાવેલો એવો એક આરોપ થયેલો છે.
ઇન્ડિયન એક્સપ્રેસની તત્કાલિન રિપોર્ટર રીતુ સરીને આ સમગ્ર ઘટનાને યાદ કરીને લખેલો એક રીપોર્ટ આજે વાંચીને મને પણ આ કેસ યાદ આવી ગયો!
એ સમયે આ કેસને લગતા તમામ સમાચારો અને અખબારી અહેવાલોને હું ખાસ જોતો.
મધુમિતાના મધુર કંઠે રજુ થતી કવિતાઓની વિડીયો ક્લિપ્સ પણ મેં જોયેલી. એ સમયે NDTV મારી ફેવરીટ ચેનલ હતી.
મંત્રીશ્રી અમરમણી અને મધુમિતાના કથિત પ્રેમની કહાનીના સમાચાર પણ ત્યારે આવતા. મધુમિતાની બહેન નિધિ શુક્લાએ જણાવ્યું કે “ હાલ મારી બહેન પર એક વેબ સીરીઝ પ્રસારિત થઇ રહી છે, અને એના જીવનું જોખમ પણ
છે”