ઇન્ડિયન એક્સપ્રેસની આશિસ્ટંટ એડિટર અને એવોર્ડ વિનિંગ મ્યુઝીક ક્રિટિક સુન્શું ખુરાનાએ ગઈકાલની પૂર્તિ (Sunday Express Magazine)માં કરણ ઔજલા પર કવર સ્ટોરી લખી છે. કાવ્યાત્મક શૈલીમાં કહું તો “ઇન્ડો કેનેડીયન પંજાબી સેન્સેશન કરણ ઔજલા અબ કિસી ભી પરીચયકા મોહતાજ નહી હૈ !”
વીસી અને પચીસીના યૌવનમાં આળોટતી પેઢી એટલે Gen-Z જે ઈન્ડીપોપના પ્રિન્સના ભારત આગમનની પ્રતીક્ષા કરી રહી છે તે કરણના ડીસેમ્બરમાં ત્રણ કોન્સર્ટ યોજાઈ રહ્યા છે. દિલ્હી ( ડિસે.૧૫), મુંબઈ ( ડિસે ૨૧ ) અને કોલકાતા ડીસેમ્બર ૨૪) ના રોજ આયોજિત કરણના આ સંગીત જલસાઓની ટીકીટોના ‘બ્લેકનાભાવ’ હજારોમાં છે! કરણની લોકપ્રિયતા અત્યારે આસમાને છે! એના કોન્સર્ટના પ્રમોશનના ભાગરૂપે જ સંભવતઃ પ્રસિધ્ધ આ કવર સ્ટોરી પણ મને વિકિપીડીયાની edited copy જ લાગી એટલે મેં એનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું ટાળ્યું છે! આ રેપરની જીવનકથા અને વ્યાવસાયિક કારકિર્દીની કથામાં જો તમને રસ હોય તો જરૂર વિકિપીડિયા પર એક આંટો મારજો ! મજા આવશે.
પત્રકારીતામાં કદમ માંડતા નવયુવાનો(અને યુવતીઓ પણ) જો થોડીક મહેનત કરે તો તેઓ જરૂર આવી કથાઓને આપણા ગુજરાતી સામયિકો સુધી પહોંચાડીને એને ‘થોડાક રસપ્રદ’ બનાવી શકે તેમ છે!
ઇન્ડિયન એક્સપ્રેસના આ જ મેગેઝીનમાં એમ એફ હુસેનના ચિત્રોના પ્રદર્શન અને એમના ચિત્રો વિશેની એક કિતાબ વિષે સરસ લેખ છે. આ લેખ પણ ઘણો જ માહિતીપ્રદ છે. આપણા વર્તમાન પત્રોના તંત્રીશ્રીઓ ઈચ્છે તો આવા લેખોનું કોપી પેસ્ટ કરીને આપણા વર્તમાન પત્રોને જરાક વધુ માહિતીપ્રદ બનાવી શકે તેમ છે! બીબાઢાળ લેખોથી આપણા સામયિકો અને વર્તમાન પત્રોને જરાક બચાવી લેવામાં આપણને અંગ્રેજીપત્રો દાયકાઓથી સહાયક સાબિત થયા છે.
સૂચી તલાટીની એવોર્ડ વિનિંગ ડેબ્યુ ફિલ્મ Girls will be girls વિષે પણ ઉધવ શેઠનો સરસ આર્ટીકલ છે. આ ફિલ્મ જોવાની ખુબ ઈચ્છા છે.
લક્ષ્ય ( ૨૦૦૪ ), લક બાય ચાન્સ ( ૨૦૦૯ ) તલાશ ( ૨૦૧૨) A suitable boy (૨૦૨૦) જેવી ફિલ્મોના પ્રોડક્શનટીમ મેમ્બર તરીકે કામ કરી ચુકેલી રાઈટર –ડીરેક્ટર લક્ષ્મીપ્રિયાની ડેબ્યુફિલ્મ Boong વિષે પણ અલકા સહાનીએ માહિતીપ્રદ લેખ આપ્યો છે. આરોગ્યના પાના પર અનોના દત્તના બે લેખો પણ મને ખુબ ગમ્યા છે!
ઇન્ડિયન એક્સપ્રેસનો મેગેઝીન વિભાગ યુવાલેખિકાઓથી સમૃદ્ધ છે!
ઇન્ડિયન એક્સપ્રેસના આ મેગેઝીનની ડીજીટલ કોપી માટે તમારે સબસ્ક્રિપ્શન આપવું પડે છે. તમને રસ પડે તો મારી આ પોસ્ટના આધારે તમે જરૂર ગુગલ સર્ચ કરીને આ ફિલ્મો વિષે કે ન્યુજ વિષે વધુ માહિતી મેળવી શકો છો, બાકી મારો રવિવાર તો આ મેગેઝીનના વાંચનથી વધુ રસપ્રદ બને છે!
ફરી એકવાર કરણની વાત પર આવું તો, તરુણ વયે માતપિતા ગુમાવી ચુકેલા કરણ ઔજાલાની પ્રારંભિક કવિતાઓ /ગીતોમાં વિષાદ અને વેદના હતા , પરંતુ ત્યારબાદ એના એક પ્રતિસ્પર્ધી સાથેના વિવાદ બાદ એના ગીતોમાં વેર અને વૈમનસ્ય આવ્યું છે. કવિતામાં ક્યાંક પુણ્ય પ્રકોપ આવે એ સ્વાભવિક છે , પરંતુ વૈમનસ્ય ના માર્ગે ચાલતી કવિતા ક્યાં સુધી ચાલે ? ખેર, અત્યારે તો એનો ચંદ્ર ચડતી કળાએ છે. બાકી , આજે આટલા વર્ષો બાદ પણ રીયાલીટી શોમાં રજુ થતા રફી લતા અને મુકેશના સદાબહાર ગીતો શ્રેયા,બાદશાહ અને સુભાષઘઈનીઆંખો ભીંજવી દે છે! બસંતી રંગ , લીલાંછમ ખેતરો,કૃષિ અને ભારતીય સૈન્યમાં પોતાના જવાનોની હાજરીથી ગૌરવાન્વિત પંજાબમાં છેલ્લા બે દાયકાઓમાં જે પરિવર્તન આવ્યું એની કથા-વ્યથા જરૂર પંજાબી પોપ મ્યુઝીકમાં પ્રતિધ્વનીત થાય છે, પરંતુ , ડ્રગના રવાડે ચડેલ યૌવનને ઉગારે એવા ગીતોની હવે ખાસ જરૂર છે.
More Stories
મૈને માંડૂ નહી દેખા : એક ચમત્કૃતિ!
મધ્યપ્રદેશનો મનમોહક સ્વાદ : દાલ – પાનિયે
છેલ્લા બે વર્ષમાં તમે કેટલી BIOPICS જોઈ ?