54 વર્ષ પછી બરેલીને આખરે ‘ખોવાયેલું’ ઝુમખું મળી ગયું છે અને એને શહેરના નેશનલ હાઇવે 24 પર ઝીરો પોઇન્ટ પર બસો મીટર દૂરથી જોઈ શકાય તે રીતે સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ત્રણ રસ્તાનું નામ પણ ‘ઝુમકા તિરાહા’ રાખવામાં આવ્યું છે.
1966 માં ઉત્તર પ્રદેશનું બરેલી શહેર ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ‘મેરા સાયા’ ફિલ્મનું ‘ઝુમકા ગીરા રે, બરેલી કે બજાર …’ ગીત લોકપ્રિય બન્યું. આ ગીત અભિનેત્રી સાધના પર ફિલ્માવવામાં આવ્યું હતું.
શહેરમાં એરિંગ્સની પ્રતિમા સ્થાપવાના પ્રયત્નોની શરૂઆત 90 ના દાયકામાં થઈ હતી. ત્યારબાદ બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટીએ નેશનલ હાઇવે ઓથોરિટી પાસે દિલ્હી-બરેલી રૂટ 24 પર ‘ઝુમકા’ તિરાહાની માંગ કરી હતી. એ માગણી આજે પૂરી થઈ છે. હવે આ તિરહા પર 14 ફુટ ઉંચા સ્તંભ પર 2 ક્વિન્ટલ (200 કિલો) ની તાંબા અને પીત્તળમાંથી બનાવેલી ઝુમકા પ્રતિમા મૂકવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે તેની કિંમત લગભગ ₹ 18 લાખ થઈ છે. ગુડગાંવના એક કલાકારે તેની રચના કરી છે.
બરેલી શહેરના પ્રવેશદ્વાર પર શનિવારે આ ઝૂમકા પ્રતિમાના સ્થાપન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોને પ્રતીક રૂપે ઝુમકા ભેટ અપાયા હતા. બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી (બીડીએ) અધિકારીએ જણાવ્યું કે ઝુમકા લગભગ બેસો મીટર દૂરના લોકોને દેખાશે.
More Stories
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..
‘માનસ માતુ ભવાની અને કીરવાની’ બાપુનીકથા એટલે ક્ષણનો સાક્ષાત્કાર !
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ ( 1870-75) : અંગ્રેજોએ એમને શા માટે પદ ભ્રષ્ટ કર્યા હતા ?