CATEGORIES

September 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
Saturday, September 14   8:17:56
Jennifer Lopez

Jennifer Lopez : ફિર તેરી કહાની યાદ આઈ !

જેનીફર લોપેઝ આજકાલ ફરી એક વાર સમાચાર સુર્ખીઓમાં ચમકી છે! હોલીવુડ સ્ટાર જેનિફર લોપેઝ અને બેન એફ્લેક , જેને ટેબ્લોઈડ વર્લ્ડ બેનીફર ના નામથી નવાઝે છે, એ જોડી હવે તૂટવાને આરે છે.
બે વર્ષના લગ્ન જીવન બાદ જેનિફરે બે દિવસ પહેલા , મંગળવારે લોસ એન્જલસની એક કોર્ટમાં ડિવોર્સ માટેની અરજી આપી દીધી છે.
જુલાઈ ૨૦૨૨માં લાસ વેગસમાં લગ્ન કરીને બેનીફરે જ્યોર્જીયામાં ધામધુમથી વેડિંગ સેરેમની કરેલી.
૨૦૦૩માં બંને સૌ પ્રથમ CRIME CAPER GIGLI ના સેટ પર મળ્યા ત્યારે એમનો રોમાન્સ શરુ થયેલો. એ જ વર્ષે લગ્ન કરી લેવાનું બંને એ નક્કી કરેલું પરંતુ પછી ૨૦૨૪માં પ્રેમભગ્ન થયા અને વાત ત્યાંજ પૂરી થઇ ગયેલી.
પોતાની એક્ટિંગ કેરિયર , સિંગર, ડાન્સર અને મ્યુઝિકની ટેલન્ટ , બીઝનેસ કેરિયર કરતા પણ જેનીફર એની પર્સનલ રીલેશનશીપ માટે વિશેષ ચર્ચામાં રહી છે.
પાંચ પાંચ વાર તે રીલેશનશીપમાં રહી, લગ્ન કર્યા, અને ચાર વાર એના ડિવોર્સ પણ થયા !
એની મેરેજ કેરિયર વિષે ઘણું લખી શકાય તેમ છે.
માર્ક એન્થોની દ્વારા ૨૦૦૮માં બે જોડિયા સંતાનોની માતા બનેલી જેનિફરે જિંદગીની પ્રત્યેક ક્ષણને જીવવાનો પ્રયત્ન કરેલો છે.
અત્યારે તો બંને સંતાનો (એમી અને મેક્સ) એ પોતાની કારકિર્દી બનાવી લીધી છે.
માર્ક એન્થોનીને પણ આગલી પત્નીથી ચાર સંતાનો હતા જ. સાવકા ભાઈ બહેનને ત્યાં half sistar ane half brother કહેવામાં આવે છે!
જેનીના લગ્નોની વંશાવલી જોવા જઈએ તો દિમાગ હલી જાય તેમ છે !
લોપેઝ કહે છે કે “ ટીનએજર નો ઉછેર કરવાનું અઘરું છે” એમના બંને સંતાનો અમુક સમય સુધી ઘરે જ ભણ્યા હતા.
આ બધું વિચારીએ ત્યારે લોપેઝની MULTI TASKING પ્રતિભા પ્રત્યે સન્માન ઉપજે છે. પોતાનાને સાચવવાના અને વળી આંગળીયાતને પણ સાચવવાના ! અહીં તો બંન્ને બાજુથી આંગળીયાત આવતા હોય છે!
આ બધું સમજવામાં પણ દિમાગની બત્તી જરાક જોરથી જલાવવી પડે તેમ છે!
ગમે તેમ પણ મને તો આજે આ સમાચારે જેનીફર વિષે વધુ જાણવા મજબુર કર્યો છે ! જેમ જેમ હું એના ઈન્ટરવ્યું વાંચતો જાઉં છું તેમ તેમ મારી જીજ્ઞાસા વધતી જાય છે!
લગ્ન ..પુનર્લગ્ન અને લગ્ન વિચ્છેદ , એ કંઈ હોલીવુડ માટે નવી ઘટના નથી જ , પરંતુ, એ લોકો આપણી જેમ ઠરી ઠામ નથી થતા , એ વિષે પણ ખુબ ચિંતન કરવું ઘટે ! Privacy, personhood અને freedom અમેરિકન સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ રહ્યો છે, એ આપણે ધ્યાનમાં લેવું ઘટે.
લાગણીના ઝંઝાવાતો સામે સતત ટક્કર લેતી આવી પ્રતિભાઓ વિષે તત્કાલ કોઈ આખરી ચુકાદો આપવામાં જોખમ છે.
ગયા વર્ષે જેલો એ ૧૩ ટ્રેકનું એક આલ્બમ રીલીઝ કરેલું જેમાં એમણે બેન પર એક ગીત DEAR BEN ગાયેલું છે. યોગાનું યોગ એ આલ્બમનું શિર્ષક merry me હતું.
ડિવોર્સ અરજી દાખલ કરતી વખતે કદાચ કોર્ટના દરવાજે એના કાનમાં ક્યાંક જરૂર એ ગીત પડઘાતું હશે !
આ પોસ્ટ પૂરી કરું છું ત્યારે મને રાજેશ ખન્ના -શબાના અભિનીત ‘થોડીસી બેવફાઈ’ નું એ ગીત યાદ આવે છે