CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Sunday, February 23   10:04:54

ગુજરાતી ગઝલનો ઝળહળતો તારલો ખર્યો,ખલીલ ધનતેજવીની ચિર વિદાય

04-04-21

ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલને વિશેષ સ્થાન અપાવનાર, ગઝલને જ જીવનાર એક શ્રેષ્ઠ શાયર,અને એક સાચા ઇન્સાન ખલીલ ધનતેજવી ની ચિર વિદાય થી સાહિત્જગતમાં સૂનકાર વ્યાપી ગયો છે.
કાવ્ય પ્રકાર ની ગઝલ વિધા જે સામાન્ય માણસ માટે બહુ જ અઘરી હતી, તેવી ગુજરાતી ગઝલને જન મન સુધી પહોંચાડનાર અને સાંભળતી કરનાર ખલીલ ભાઈ ધનતેજવી એ આજે ફાની દુનિયા છોડી સહુ થી ચિર વિદાય લઈ લીધી.
કોઈપણ મુશાયરાની જાન હતા ખલીલ ભાઈ. તેમની ગઝલ કહેવાની રીત અને ગઝલના શબ્દો સાંભળનાર ને ડોલાવી દેતાં,અને વન્સમોર _વન્સમોર નો શોર ગુંજી ઉઠતો.તેઓ ગઝલ ને પણ મસ્તી થી જીવતા. તેમણે ગઝલકારોની પાંચ પેઢિયો સાથે ગઝલો ગાઈ. મરીઝ અને ગની દહીવાલા ના સમયે ગઝલની શરૂઆત કરનાર ખલીલ ભાઈએ ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, રશીદ મીર ,મકરંદ મુસળે ,હિતેન આનંદપરા ,અને આજના ભાવેશ ભટ્ટ જેવા ગઝલકારો સાથે ગઝલો ને જીવંત કરી.
તેઓ ફિલ્મ નિર્માણ,ફિલ્મ પત્રકારત્વ,અને પ્રિન્ટિંગ વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમના દ્વારા નિર્મિત ફિલ્મ “ડોક્ટર રેખા “અને “નગરસેવક” ખૂબ જ પ્રસિદ્ધિ પામી હતી. તેમને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.
તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામ માં 12 ડિસેમ્બર 1935 ના રોજ થયો.તેમનું શિક્ષણ ચોથી કક્ષા સુધીજ હતું. પણ તેમણે સાબિત કર્યું કે ભાવ જગતમાંથી નીતરતા શબ્દો શિક્ષાના મોહતાજ નથી હોતા. તેમને ઓછી શિક્ષા માટે દુઃખ હતું, અને તેથી તેમણે ધનતેજ ગામની સ્કૂલના બાળકો ના શિક્ષણ માં ખાસ રસ લઈને તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાનો આજીવન પ્રયત્ન કર્યો.
મકરંદ ભાઈ મુસલે તેમને યાદ કરતાં કહેતા કે ખલીલ ભાઈ એક એવા શ્રેષ્ઠ ગઝલકાર હતા ,કે જેમને તેમના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં કાર ભેટ કરી હતી. સાહિત્જગતમાં આ કદાચ પહેલો ને કદાચ છેલ્લો દાખલો હશે. આ કારનું લાયસન્સ આરટીઓ એ નહોતું આપ્યું, કારણકે નીતિ-નિયમો મુજબ તેમનું ભણતર ઓછું હતું. તેઓ જીવન ની બધીજ વાતો હળવાશ થી લેતા. તો તેમના શિષ્ય આરિફ શેખ તો તેમની મિત્રમંડલી સાથે રોજ બેસતા.
ગુજરાતી ગઝલ માટે વિશ્વપ્રસિદ્ધ ખલીલ ભાઈના ચહેરા પર કોઈ દિવસ અભિમાન ન હતું.તે હંમેશા દરેક ને પ્રેમ થી મળતા.તેમને 2004માં કલાપી પુરસ્કાર, 2013માં વલી ગુજરાતી ગઝલ કાર પુરસ્કાર, અને 2019માં નરસિંહ મહેતા પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જગજીતસિંહ જેવા ગઝલ ગાયકે ગયેલી તેમની ગઝલ” અબ મૈં રાશન કી કતારો મેં નજર આતા હું…..” ખૂબ જ પ્રસિધ્ધિ પામી છે.
ગુજરાતી ગઝલનો તેજસ્વી તારલો આજે ખરી ગયો,તેઓ આપણી વચ્ચે નથી, પણ તેમની ગઝલો થકી કાયમ આપણી અંદર જીવંત રહેશે.

“એક તો આ જિંદગી ઓછી મળી
એમાં જીવનભરની ખામોશી મળી”

“ખલીલ આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું
ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી”