CATEGORIES

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
Friday, May 9   5:34:27

ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ 2019 અંતર્ગત 18 ફિલ્મોને સાડા ત્રણ કરોડથી વધુ ની આર્થિક સહાય ઘોષિત

02-08-2023

માહિતી નિયામક કચેરી દ્વારા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ 2019 અંતર્ગત 18 ગુજરાતી ફિલ્મોને 3. 52 કરોડથી વધુની આર્થિક સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે.


ગુજરાતી ફિલ્મો ની કથળતી જતી સ્થિતિને સધ્ધર કરવા,ગુણવત્તા સારી કરવા,ફિલ્મ નિર્માણ માટે નિર્માતાઓને યોગ્ય વાતાવરણ મળી શકે જેવા આશયોથી “ગુજરાતની ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ 2019” અંતર્ગત ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ત્રણ કરોડ બાવન લાખ થી વધુની આર્થિક સહાય દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.આ સૂચિ મુજબ 18 ફિલ્મોને આર્થિક સહાય દેવાનું નક્કી થયું છે. લકી લોકડાઉન, શાબાશ, ગાંધીની બકરી, જોવા જેવી થઈ ,અડકો દડકો, હાથતાળી ,મને લઈ જા, રાહિલ ,લવ યુ પપ્પા, પરિચય, મારે શું, તારી હીર, માધવ ,નાયકા દેવી ધ વોરિયર ક્વીન, ગુજરાતથી ન્યૂજર્સી, લખમી, અને 2g એપાર્ટમેન્ટસ નાં નામો સમાહિત છે.


અહી ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપવામાં આવતી હતી ,પણ તેથી ફિલ્મોનું સ્તર નીચું ઉતરવા લાગતા સબસીડી બંધ કરવામાં આવી હતી. અને હવે આજના નવા દૌરમાં બનતી આધુનિક અને શહેરી સમાજને ગમતી ફિલ્મો બનવા લાગતા આ સરકારી આર્થિક સહાયથી ફિલ્મો ની ગુણવત્તા વધશે અને દર્શકો ગુજરાતી ફિલ્મો જોવા પ્રત્યે પ્રેરાશે,તેમજ ફિલ્મો નું સ્તર વધુ સારું અને ઊંચું થશે.