CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Saturday, February 22   6:06:18
gujarati

મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ

મેરેજ .લવ, ફર્ટીલીટી અને ફેમીલી વિષયક યુવાનો સકારાત્મક બને, એ અંગે ચીનની સરકાર હવે ચિંતિત બની છે અને એ માટે હવે કોલેજોમાં ‘પ્રેમશિક્ષણ’નો આગ્રહ સેવે છે.
૨૦૨૩ બાદ ૨૦૨૪ના અંતે પણ વસ્તીનો દર ઘટતા બેજિંગ હવે બાળવૃધ્ધિ માટે ચિંતિત બન્યું છે અને તેથી જ જન્મ દર વૃધ્ધિ માટે તમામ પ્રયત્નો કરવા પ્રતિબદ્ધ બન્યું છે.
૧.૪ બીલીયનની વસ્તી ધરાવતું ચીન અત્યારે વિશ્વમાં બીજા ક્રમાંકે છે, પરંતુ ત્યાં વૃદધોની સંખ્યા વધી રહી છે. કોલેજના વિદ્યાર્થીઓ વસ્તીની વૃધ્ધિના ‘ડ્રાઈવર’ તરીકે ઘણું પ્રદાન કરી શકે તેમ છે, પરંતુ ત્યાંની યુવાપેઢીમાં લગ્ન અને પરિવાર બાબતે મહત્વનું પરિવર્તન જોવા મળે છે.
ચીનની વસ્તીના સમાચારને ટાંકીને ત્યાના એક પ્રતિષ્ઠિત અખબારી ગ્રુપે જણાવ્યું કે “ સરકારના આ પ્રયત્નોથી તંદુરસ્ત અને સકારાત્મક લગ્નો, સંતતિ ધારક સંસ્કૃતિ પ્રત્યે યુવાનો આકર્ષાશે” અખબારી ગ્રુપે એવું પણ જણાવ્યું કે “એક સર્વે અનુસાર કોલેજમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ માંથી 57% યુવાનો પ્રેમમાં પડવામાંગતા નથી,કારણકે રીલેશનશીપ અને ભણતર વચ્ચે ટાઈમ મેનેજમેન્ટ એ એમની સમસ્યા છે. યુનિવર્સીટીઓ હવે જુનિયર છાત્રો પર કેન્દ્રિત થઈને તેઓને વસ્તી સંબંધિત રાષ્ટ્રીય પરિસ્થિતિ, ન્યુ મેરેજ અને સંતતિ ધારક કલ્ચર અંગે શિક્ષણ આપી શકે છે. સીનીયર છાત્રો અને ગ્રેજ્યુએટસને કેસ એનાલીસીસ દવારા તેમજ યુવક –યુવતી વચ્ચે યોગ્ય વાતચીત /પ્રત્યાયન દવારા ઘનિષ્ટ સંબંધો ( intimate relationship) કેમ સ્થાપિત કરવા એ બાબતે જૂથ ચર્ચાઓનું આયોજન કરીને શિક્ષણ આપવું જોઈએ”
જાપાનમાં સરકારી સ્ટાફ માટે હવે ચાર દિવસનું સપ્તાહ રાખવાનું આયોજન ચાલે છે. પિતૃત્વ અને માતૃત્વને પ્રોત્સાહન આપવાના એક ભાગ રૂપે ટોકિયોના ગવર્નર હવે સરકારી કર્મચારીઓ માટે ચાર દિવસના સપ્તાહની યોજના લાવી રહ્યા છે.
જાપાનના પ્રધાન મંત્રી વસ્તીના ઘટી રહેલા દરને શાંત કટોકટી તરીકે જાહેર કરીને સમગ્ર રાષ્ટ્રમાં સૌને સુવિધાયુક્ત કામના કલાકો ( flexible working hours)માટેની પોલીસી નક્કી કરવાનું આહ્વાન કર્યું છે. શિફ્ટ ડ્યુટીમાં કામ કરતા કર્મચારીઓ સિવાયના કર્મચારીઓ સપ્તાહમાં ત્રણ દિવસ ઘરે રહે અને સંતુલિત જીવન શૈલી અપનાવે, એવું સરકાર ઈચ્છે છે.મહિનામાં નોકરીના કલાકો ૧૫૫ સુધી રહે એવું પણ પ્રધાન મંત્રી વિચારી રહ્યા છે. બાળ ઉછેર કરી રહેલા કર્મચારીઓ માટે બે કલાક ઓછા કરવાની પણ દરખાસ્ત છે.
ટૂંકમાં જાપાન અને ચીન અત્યારે વસ્તીમાં વધી રહેલ વૃદ્ધોની સંખ્યાથી ખુબ ચિંતિત છે.ભવિષ્યમાં યુવાનો જ ન હોય તો રાષ્ટ્રનુંસંચાલન કઈ રીતે થઇ શકે , એ એક તેઓ માટે યક્ષ પ્રશ્ન છે.
આપણે ત્યાં બાળલગ્નો એક સમસ્યા છે, તો ત્યાં ચીન અને જાપાનમાં યુવાનોને પ્રેમ માટે સમય ફાળવવાની સમસ્યા છે! આપણે ત્યાં તો પ્રેમ કરનારા યુવક- યુવતીઓ પર પારિવારિક-સામાજિક ખતરો રહેતો હોય છે. ઓનર કિલિંગ ( honour killing)ના નામે અસંખ્ય પ્રેમીયુગલો તૂટે છે, અને ક્યાંક તો તેઓની હત્યા પણ થાય છે ! એવું લાગે છે કે વૈચારિક ક્રાંતિ બાબતે આપણે હજુ ઠેરના ઠેર જ છીએ!
જે દેશમાં સૌથી વધુ યુવાધનછે એ દેશમાં યુવાનોને રોજગારીની વિકટ સમસ્યા છે. રોજગારી માટે સશક્ત, અને સંપૂર્ણ લાયક યુવાનો આભ –જમીન એક કરે છે અને છતાં તેઓને ભાગે નિષ્ફળતા જ આવે છે!
વર્ષો પહેલા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી પાસેથી મેં સાંભળેલું કે “ વસ્તી વધારો કોઈ સમસ્યા જ ન હોઈ શકે. એનો અર્થ એ જ કે આપણને આપણા યુવાધનને અને એની શક્તિને મેનેજ કરતા નથી આવડતું “ ૧૫ વર્ષની તરુણ વયે આ ક્રાંતિકારી વિચાર મને સ્પર્શી ગયેલો.
Love education ની જ વાત નીકળી છે, ત્યારે મને એક પ્રસંગ SHARE કરવાનું મન થાય છે. ગુણવંત શાહના એક પુસ્તક ‘મનના મેઘ ધનુષ’થી પ્રભાવિત થઈને અમે અભિનવ યુવા કેન્દ્રના યુવાનોએ વડોદરામાં એક ‘પ્રેમ શિબિર’નું આયોજન કરેલું. મેઘા જોશીના નેતૃત્વમાં આયોજિત આ પ્રેમ શિબિરમાં વલ્લભ વિદ્યાનગરના પ્રોફેસર શ્રી મહેન્દ્રભાઈ ચોટલીયાએ સમગ્ર દિવસ દરમ્યાન ત્રણ બેઠકોમાં પ્રેમ વિષે અદભુત શિક્ષણ આપેલું. નવદંપતિઓ માટે પણ અમે ‘સહજીવનની સુગંધ’નામે પણ એક વર્કશોપ ‘એક્સપ્રેસ હોટેલ’માં કરેલો અને ત્યારે ૨૫૦ રૂપિયા ફી આપીને લગભગ ૨૫ યુગલો જોડાયેલા. ગુણવંત શાહ અને ડો. ભદ્રાયુ વછરાજાનીએ આ વર્કશોપનું સંચાલન કરેલું.