સનાતાનીઓના દ્વારે પહોંચી પરંતુ લોકહૃદય સુધી ન પહોંચી શકી. ગીતામાં આપેલ જ્ઞાન , કર્મ અને ભક્તિયોગને ઝીલવામાં આપણે ક્યાંક પાછા પડયા , પરિણામે આવો એક અદભુત ગ્રંથ માત્ર આપણા પૂજા ખંડમાં કેવળ પૂજાતો રહ્યો!
ગરુડ પુરાણ આમતો ઘણો મોટો ગ્રંથ છે, પરંતુ એના બે ત્રણ અધ્યાયને જ સમાવતી એની લઘુ આવૃત્તિ ખુબ લોકપ્રિય થઇ! મૃત્યુ પછી આત્માની ગતિ વિધિ જાણવામાં લોક જીજ્ઞાસા મેદાન મારી ગઈ !
ગમે તેમ પણ ગરુડ પુરાણનો નેરેટિવ લોકમાનસમાં સફળ રહ્યો!
ગરુડ પુરાણની તુલનામાં બીજા પુરાણો તો માત્ર શાસ્ત્રીઓ/પંડિતોના પુસ્તાક્લયોમાં જ જોવા મળ્યા છે!
મૃત્યુ પછીના આત્માની સદ્દગતિ માટે , એના મોક્ષ માટે આપણે ત્યાં જે કશ્મકશ ચાલી એમાં ગરુડપુરાણ ખાસ્સું નિમિત્ત બન્યું.
સ્વર્ગ અને નર્કના ખ્વાબ-ઓ-ખયાલથી સનાતન ધર્મ સહીત અન્ય કેટલાક ધર્મો પણ મુક્ત નથી. પાપ –પુણ્યના આધારે મૃત્યુ લોકમાં જીવની ગતિ વિષયકનું ચિંતન એ કદાચ આપણી પ્રજાનું મુખ્ય ચિંતન બની રહ્યું.
કર્મના સિદ્ધાંતનું પણ ક્યાંક વિચિત્ર અર્થ ઘટન થયું અને બસ, આજદિન લગી આમ ને આમ બધું ચાલતું રહે છે.
ધર્મ એ અધ્યાત્મ તરફ આગળ વધવા માટેનું એક પ્લેટફોર્મ ન બની રહેતા કેવળ એક સંપ્રદાય સ્વરૂપ બનીને યાંત્રિક પૂજા-પાઠ પુરતો સીમિત રહી ગયો.
હિંદુ ધર્મ એ આદર્શ જીવનનો એક માર્ગ બનવાને બદલે વિધિવિધાન અને સંકુચિત વિચાર ધારા બની ગયો.
‘કાગવાસ’ જેવા પ્રતીકાત્મક કાર્યો ને આપણે આજે પણ સમજી શકતા નથી. પ્રકૃતિ સરંક્ષણ કે સવર્ધન અંગેનું ઋષિ મનીષીઓનું આર્ષ દર્શન એક જડતા ભર્યા રીત રીવાઝો બની ગયું.
મહાકાવ્યો કે વેદમાં પ્રયોજાયેલ નિતીપૂર્વક જીવન જીવવાને બદલે આપણે પ્રત્યેક કર્મોમાં પાપ –પુણ્ય ,મોક્ષ –સદ્દગતિના વિચારને પ્રાધાન્ય આપતા રહ્યા, પાપ મુક્તિ માટેના SHORT CUTS શોધતા રહ્યા!
આપણા નગીનદાસ બાપાએ તો એમના ‘ગીતા વિમર્શ’ જેવા નાનકડા પુસ્તકમાં પણ ગીતાની કેટલીક વાતો સામે શંકા કરી છે, પ્રશ્નો ઉઠાવ્યા છે.
આપણા કવિ મકરંદ દવેએ પણ ગરુડ પુરાણ વિષયક થોડુક લખ્યું છે.
વેદ સાહિત્યના ચાર વિભાગોમાંથી બે વિભાગ –સંહિતા અને બ્રાહ્મણ ગ્રંથો મોટા ભાગે કર્મકાંડી કહી શકાય તેવા છે.
આરણ્યકો અને ઉપનીષદો જ્ઞાન પારાયણ છે. વેદના ‘કર્મ કાંડ’ વિભાગ માટે ઉપનિષદકારો એ જે તિરસ્કાર દર્શાવ્યો છે તે ગીતામાં પણ ક્યાંક ક્યાંક સ્પષ્ટ દેખાય છે.
પુરાણો અને તેમાં પણ બે ચાર પુરાણો ( ગરુડ પુરાણ,દેવી પુરાણ , શ્રીમદ ભાગવતપુરાણ , વિષ્ણુ પુરાણ , શિવ પુરાણ) જેટલા લોકપ્રિય થયા એટલા ઉપનીષદો ન થયા. જ્ઞાન અને કર્મકાંડની સ્પર્ધામાં કર્મકાંડ જીતી ગયું ! આમ પણ , આપણે કથા અને કથાનકના જ માણસો છીએ –હહાહા !
More Stories
Basketball Day: वडोदरा में 1955 को हुई थी बास्केटबॉल खेल की शुरुआत
वडोदरा के UTI म्यूचुअल फंड की ऑफिस में आग, Video में देखें तबाही का मंजर
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…