CATEGORIES

July 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
293031 
July 6, 2024
cat gujarati

ફાધર – વાલેસ અને પેટ ગૃમિંગ ઈન્ડસ્ટ્રી : 2022 ના અંતે આ બિઝનેસની વેલ્યૂ લગભગ ચાર હજાર કરોડ પર પહોંચી જવાની.

ગમલાની માટી ખોદીને એમાં બિરાજેલા અમારા વાલેસની આ તાજી તસ્વીર છે. એની ગ્રેટ ગ્રાન્ડમાં સુપી ઉર્ફ સુપ્રિયાની સાતમી પેઢીનું આ સંતાન છે. એની મમ્મી હાલ જ એને એના પિતાજી પાસે છોડીને નવા બચ્ચાને જન્મ આપવા ક્યાંક ચાલી ગઈ છે. અત્યારે વાલેસ એના ફાધર જોડે અડોશ-પડોશના અમારા પાંચ ઘર વચ્ચે ફરતો રહે છે.
અમારા આંગણામાં સવારે જાત જાતના ઘણા પક્ષીઓ આવે છે. વાલેસ એક શિકારીની અદામાં છુપાઈને પક્ષી નિરીક્ષણ કરતો રહે છે, અને એકાદ પંખીને ઝડપી પાડવા મથતો રહે છે, પણ હજુ કોઈ પક્ષી એના મોંમાં નથી આવ્યું. હા , આજે સવારે એણે એક નાનકડા ઉંદરને માર્યો , એ સમાચારે મને આનંદિત કરી મૂક્યો છે. અમે એને દિવસમાં ત્રણ ચાર વાર દૂધ –રોટલી આપીએ છીએ. બપોરે એ ઘરના ખૂણામાં સૂઈ જાય છે. કોઈ વાર રાત્રે ભૂખ લાગે તો ત્રણ ચાર વાગે પણ અમને બહારથી બૂમો પાડીને જગાડે છે. એનો બાપ જેનું નામ અમે ફાધર પાડ્યું છે , એ બહુ સીધો સાદો છે. એ દિવસમાં માત્ર બે વાર આવે છે, અને દૂધ –રોટલી ખાઈને પાછો ક્યાંક ચાલ્યો જાય છે.
વાલેસને એની ખૂબ માયા છે. વાલેસ સતત એને શોધતો રહે છે, અને બૂમો પાડતો રહે છે. કોઈ વાર એની બૂમો સાંભળીને ફાધર ઓચિંતો જ પ્રગટ થાય છે, અને એની સાથે મસ્તી કરે છે. થોડીવારમાં ફાધર પાછો અદ્રશ્ય થઈ જાય છે!
વાલેસની મા હવે બિલકુલ નથી જોવા મળતી. એનું નામ પણ અમે સુપી-5 જ રાખેલું છે. સુપીએ અમારી સોસાયટીમાં પાંચેક પ્રસૂતિ કરી છે. એની દાદી વિષે હું અગાઉ લખી ચૂક્યો છું. ફાધર વાલેસની મધુર યાદમાં જ મે આ બંનેને નામ આપ્યા છે. ફાધર વાલેસને બિલાડીઓ ખૂબ ગમતી. કુતરાઓ પણ ગમતા, પરંતુ એ પાળતા નહોતા. વાલેસ માટે મને કેટ ફૂડ લાવવાનું બહુ મન થાય છે , પરંતુ , પછી એવું જોવા મળ્યું છે કે એને એની ટેવ પડી જાય , અને ગમેત્યારે એ માંગ માંગ કરે. એની દાદી માટે અમે નિયમિત કેટ ફૂડ લાવતા, પણ , ક્યારેક એ રાત્રે બે વાગે ખોરાક માંગતી. અમારે માટે એ અઘરું બની ગયેલું.
કુતરા –બિલાડા કે અન્ય પ્રાણીઓ-પંખીઓને પાળવાનું અને એનું જતન કરવાનું અઘરું છે , અને મોંઘું પણ છે, તો ક્યારેક TIME CONSUMING પણ છે.
આશ્ચર્યની વાત એ પણ છે કે હવે પેટ ગૃમિંગ બિઝનેસ વધતો જાય છે. પાલતુ પ્રાણીઓના વાલીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ જાય છે. એક અનુમાન મુજબ 2022ના અંતે પેટ ગૃમિંગ ઈન્ડસ્ટ્રી 3749 કરોડના આંક અને લક્ષ્યાંકને આંબી જશે. ભારતમાં અત્યારે પેટ પેરન્ટ મહિને રૂપિયા 4000 થી 30 હજાર ખર્ચે છે. પોતાના વહાલા પ્રાણીઓને લાડ લડાવવા માટે પેરન્ટ જે ખર્ચા કરે છે એની એક લાંબી દાસ્તાન થઈ શકે તેમ છે. શ્વાનઅને બિલાડી માટે નેચરલ અને નોન ટોકસિક પ્રોડક્ટની માંગ હવે ખૂબ વધી રહી છે. એમના માટે જુદા જુદા કોસ્મેટિક્સની માંગ પણ એટલી જ વધી રહી છે. પોતાના સૌંદર્યને નિખારવા માટે અને બોડીની જાળવણી માટે આજે નવી પેઢી જે કઈ કરે છે ,એ બધુ જ પ્રાણીઓ માટે પણ એના માબાપ કરતાં હોય છે. શેમ્પૂ અને કંડિશનર નું પણ આજે ધૂમ વેચાણ થાય છે, તો પેટ્સ ના નખ રંગવા માટે , એના વાળનું સુશોભિત /ડિઝાઇનર બનાવવા માટે બ્રશ –ક્લિપર્સ અને કોંબ્સ પાછળ લોકો પુષ્કળ ખર્ચ કરે છે. પેડિકયોર થી લઈને અન્ય ટ્રીટમેંટ પાછળ પણ હજારો રૂપિયા પેરન્ટ ખર્ચી નાખે છે. એમના માટે વિવિધ પ્રકારના બાથિંગ સેશન્સ પણ હોય છે. ગ્લોબલ પેટ કેર માર્કેટ નો આંકડો હવે 17 હજાર કરોડને પાર કરી ગયો છે. ભારતનો હિસ્સો તો હજુ માંડ 1.0% ગણાય.

આ પણ વાંચો – એક છોટા સા ગાંવ , ઊસમે પીપલ કી છાંવ !

દેશમાં એક બાજુ રખડતા કુતરાઓની વસ્તી વધતી જાય છે, અને એક મોટી સમસ્યા બની રહી છે.
આપણાં પ્રધાન મંત્રી મોદી સાહેબે તો ‘મન કી બાત’ માં દેશી કુતરાને બચાવવા અને પાળવાની અપીલ પણ કરી છે,આપણાં દેશી કુતરા અને બિલાડાને આપણે વિદેશમાં મોકલીએ એવી એમની મનસા છે, પણ આપણને વિદેશી બ્રિડના અને ભરાવદાર રૂંછાવાળા શ્વાન ખૂબ ગમે છે. 43 ડિગ્રી તાપમાનમા એમને જાળવવાનું પણ ખૂબ અઘરું છે. આપણાં ઉત્તર –પૂર્વીય રાજ્યોમાં કુતરાનું માંસ એ સામાન્ય ખોરાક છે , પરંતુ હવે એના પર પ્રતિબંધ કરવામાં આવેલો છે.ત્યાનાં લોકોને આ નથી ગમ્યું. “કોઈને કુતરાનું માંસ ન ભાવે એટ્લે અમારે ખાવાનું બંધ કરી દેવું , એ ક્યાનો ન્યાય” ? આ એમની દલીલ છે.(Repost)