CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Sunday, December 22   9:55:09

રશિયાનું મનમોહક નૃત્ય : બેરેઝકા

બેરેઝકા મહિલા નર્તકોનું એક જૂથ છે. જે 1948 માં રશિયન કોરિયોગ્રાફર અને નૃત્યાંગના Nadezhda Nadezhdina
દ્વારા સ્થપાયું હતું . આ ગ્રુપ લાંબો ગાઉન પહેરીને જાણે કે પૈડાં પર સરકતા કે તરતા હોય એવાં સ્ટેપ સાથે નૃત્ય પ્રદર્શિત કરે છે . આ નૃત્યની વિશેષતા એનાં મુશ્કેલ ફ્લોટિંગ સ્ટેપ છે. એમાં પગના પંજાના માત્ર થોડા ભાગ પર સંતુલન જાળવીને ખૂબ ટૂંકાં સ્ટેપ લેવાના હોય છે. 20મી સદીની રશિયન ખેડૂત વર્ગની સ્ત્રીના પરંપરાગત પરિધાન – જમીન સુધીની લંબાઈના સ્કર્ટ (સરાફન્સ)માં ઢંકાયેલા નર્તકોના પગ અદભૂત ત્વરાથી આગળ વધે છે. પણ દર્શકોને તો આ મહિલાઓનું જૂથ સ્ટેજ પર તરતું હોય એવું જ લાગે છે.

તેને કેટલીકવાર #લોકનૃત્ય નું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ તેના સ્થાપકનો દાવો છે કે, “આ એવું નૃત્ય છે જેનો સ્રોત લોકોનું સર્જનાત્મક કાર્ય છે, પરંતુ આ નૃત્યોની કોરિયોગ્રાફી મારી જ છે.”

1948 માં પ્રારંભ કર્યો ત્યારથી રશિયાના બેરેઝકા નર્તકોએ વિશ્વના 80 દેશોમાં 47,000 નૃત્ય કિલોમીટર પરફોર્મ કર્યું છે , જે પૃથ્વીના વ્યાસ કરતા પણ વધારે છે.

બેરેઝકાનો એક સુંદર વિડીયો પ્રસ્તુત છે: