એમ કહેવાય છે કે જ્યારે ટાઇટેનિક ડૂબ્યું, ત્યારે એમાં કરોડપતિ જ્હોન જેકબ એસ્ટર IV પ્રવાસી તરીકે મુસાફરી કરતા હતા. એની સંપત્તિનો અંદાજ કાઢવો હોય તો એમ કહી શકાય કે, તેમના બેંક ખાતામાં 30 ટાઇટેનિક બનાવી શકાય એટલા પૈસા હતા. પણ જ્યારે એમણે જોયું કે બે ભયભીત બાળકો આમથી તેમ અટવાઈ રહ્યાં છે ત્યારે એમને બચાવવા માટે લાઇફબોટમાં પોતાનું સ્થાન છોડી દીધું અને પોતાના જાનના ભોગે એ બાળકોને બચાવ્યાં.
આવા જ એક બીજા મિલિયોનેર, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની સૌથી મોટી અમેરિકન શૃંખલા ‘મેસીઝ’ના ભાગીદાર ઈસીડોર સ્ટ્રોસ પણ ટાઈટેનિકમાં હતા, તેમણે કહ્યું: “હું બીજા માણસો પહેલાં ક્યારેય લાઇફબોટમાં પ્રવેશીશ નહીં.”
તેની પત્ની, ઇડા સ્ટ્રોસે પણ લાઇફ બોટમાં સવાર થવાનો ઇનકાર કર્યો અને નવી જ રાખેલી મદદનીશ (કામવાળી) એલેન બર્ડને સ્થાન આપ્યું અને જીવનની અંતિમ ક્ષણો તેના પતિ સાથે વિતાવવાનું નક્કી કર્યું.
આ શ્રીમંત વ્યક્તિઓએ તેમની સંપત્તિ અને તેમના જીવન ગુમાવવાનું પસંદ કર્યું પણ પોતાના નૈતિક મૂલ્યો સાથે બાંધછોડ કરી નહીં.
સલામ એમની માનવતાને !
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર