પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કોઈવાર એમના ભાષાશિક્ષક કોઈ ચિત્ર પરથી વાર્તા લખવાનું ગૃહ કાર્ય આપતા હોય છે. આજકાલ આ ચિત્રકથા દુનિયાના પર્યવરણવિદ્દો માટે ચર્ચા અને ચિંતાનું પ્રતિક બની ગઈ છે.
રિયો-ડી-જનેરો ( બ્રાઝીલ)ના નદી તીરે ઉડી રહેલા એક બગલાને ૨૦૦ મિલી લીટરનો એક કપ દેખાય છે, જેમાં સંભવત: ફ્રુટ ફ્લેવર્ડ ડ્રીંક હોય છે. ડ્રીંક પીવા જતા બગલાની ચાંચ કપમાં ભરાઈ જાય છે. વાઇલ્ડ લાઈફ સેન્ટર પર કાર્યરત જેફરસન પિરેઝ નામના એક વેટરનરી બાયોલોજીસ્ટની નજર આ બગલા પર પડે છે. બગલાની દુર્દશા દર્શાવતી આ છબી એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે , અને પ્રાકૃતિક સૌન્દર્ય અને પર્વતમાળાથી શોભતા વનોમાં બનતી આવી દુર્ઘટના વિષે જબ્બરજસ્ત જન આક્રોશ જોવા મળે છે. બગલાને બચાવવાનું અભિયાન શરુ થાય છે અને છેવટે એમાં સફળતા પણ મળે છે. પરંતુ , હજુ ગયા શુક્બ્રારવારે બનેલી આ ઘટના બ્રાઝીલ સરકાર અને પર્યાવરણવિદ્દો માટે ફરી એક વાર આ કહાની ચર્ચા અને ચિંતાનું કારણ બને છે.
પ્રાકૃતિક સૌન્દર્યથી જાણીતા આ દેશમાં એક પક્ષીની દુર્દશા માસ કવરેજ( mass coverage) બની ગઈ !
‘ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડીયા’ના રિપોર્ટર તુષાર તેરે આજકાલ પક્ષીઓની અદભુત તસ્વીરો share કરે છે, પરંતુ આ જ વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ આ તસ્વીરે મને પણ વિચારતો કરી દીધો છે!
જલ શ્રુષ્ટિના જળચરો કે પંખીઓ , પ્રાણીઓના બચાવની અનેક રીલ્સ હવે તો અવાર નવાર જોવા મળે છે, પરંતુ, બ્રાઝીલના આ બાયોલોજીસ્ટે લીધેલી આ તસ્વીરે સમગ્ર વિશ્વને પ્લાસ્ટીકલ્ચરની ભયાનકતા વિષે ફરી એકવાર ચેતવણી આપી દીધી છે!
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?