CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Friday, January 24   6:39:04

એક માત્ર પક્ષી જે બાજને ચાંચ મારવાની હિંમત ધરાવતું હોય તો તે પક્ષી છે

Drongo…(ગુજરાતીમાં ‘કાળિયો કોશી’)
તે બાજની પીઠ ઉપર બેસે છે અને તેની ગરદન ઉપર ચાંચ માર્યા કરે છે. જો કે બાજ તેને કોઈ જવાબ નથી આપતું કે નથી તો તેની સાથે લડાઈ કરતું..!

બાજ Drongo સાથે લડવામાં સમય અને શક્તિ બરબાદ નથી કરતું.
બાજ ફક્ત…

પોતાની પાંખો ફેલાવે છે અને આકાશમાં ઊંચે ઉડવા લાગે છે. તે જેટલું ઊંચે ઉડે છે તેટલી જ વધારે તકલીફ Drongoને શ્વાસ લેવામાં થાય છે. અંતે ઓક્સિજન ઓછો મળવાને કારણે તે બાજની પીઠ ઉપરથી ગબડી પડે છે.

ક્યારેક ક્યારેક દરેક લડાઈનો જવાબ આપવો આવશ્યક નથી હોતો. લોકોના આક્ષેપ અને અલોચનાઓનો જવાબ આપવાની જરૂર પણ નથી.
બસ….
પોતાનું સ્ટાન્ડર્ડ ઉપર ઉઠાવો…વિરોધી જાતે જ ગબડી પડશે.