CATEGORIES

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
Tuesday, May 6   7:27:55

ભારતમાં આજે કોરોના ને થયું એક વર્ષ

Nalini Raval

01 Feb. Vadodara: ચીનના વુહાનથી વિશ્વભર માં ફેલાઈને ભારત માં કોરોના મહામારીને પહોંચ્યા ને આજે એક વર્ષ થયું છે.

ચીનના વુહાન શહેરમાં સૌથી પહેલા કોરોનાવાયરસ થી હજારો લોકોના સંક્રમિત થવાની ખબર સાથે સ્તબ્ધ થયેલું વિશ્વ પણ આ મહામારી થી બચી નથી શક્યું. સમગ્ર યુરોપ અને અમેરિકા સહિત વિશ્વના 147 દેશોને પ્રભાવિત કરનાર આ કોરોના મહામારીને ભારતમાં આવ્યા ને આજે એક વર્ષ થયું છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય અનુસાર આજે એટલે કે 31 જાન્યુઆરી 2020 ના રોજ સૌથી પહેલો કોરોના નો કેસ સામે આવ્યો હતો. આ એક વર્ષ દરમિયાન દેશમાં કોરોનાવાયરસ થી 1.07 કરોડથી વધુ લોકો કોરોના મહામારી થી સંક્રમિત થયા છે .અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરિત સમગ્ર હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓની યુદ્ધ ધોરણે સારવાર શરૂ થઈ, તેના લીધે ૧.૦૪ કરોડ થી વધુ લોકો સાજા થયા છે.જ્યારે 1 ,54 ,184 કોરોના સંક્રમિત લોકોના વિશ્વમાં પાછલા એક વર્ષ દરમિયાન મૃત્યુ થયા.

છેલ્લા ૨૪ કલાકમાં નવા 13083 કેસ નોંધાયા છે. 138 લોકો ના મૃત્યુ ના સમાચાર છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા બે લાખ કરતા ઓછી થઈ ગઈ છે ,અને રિકવરી રેટ 96.98 ટકા થયો છે. ભારતમાં સંક્રમણનો આંકડો ઘટતા હવે વિશ્વના ટોપ 15 દેશોની સૂચિ માંથી ભારત બહાર નીકળી ગયો છે.

આ સાથે વેક્સિનેશન ના મુદ્દે પણ વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વધુ લોકોને રસી આપનાર દેશ પણ ભારત બન્યો છે.ફક્ત ૧૩ દિવસના ટૂંકાગાળામાં ૩૫ લાખથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી છે, જ્યારે અમેરિકામાં આટલા લોકો ને રસી આપતા 18 દિવસ, યુકેમાં 36 દિવસ ,અને ઈઝરાયેલમાં ૩૩ દિવસ લાગ્યા હતા .જોકે ભારતમાં વેક્સિનેશન નો કાર્યક્રમ ભલે મોડો શરૂ થયો હતો, પણ વિશાળ સંખ્યામાં લોકોને વેક્સિનેશન માટે આવરી લેવાયા છે .છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ લાખ ૭૦ હજાર લોકોને રસી આપવામાં આવી હતી. આમ કોરોના સામેની લડત નિરંતર ચાલુ જ છે.