CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Wednesday, January 22   8:48:32

COMMUNICATION DESIGN: કાદમ્બરીની કલાયાત્રા

રાજા રવિ વર્માએ સર્જેલા કેટલાક ચિત્રોમાં કાદમ્બરીનું પેઈન્ટીંગ પણ ઘણું જાણીતું છે, પરંતુ મારે તો આજે અમદાવાદની એક ડીઝાઇન એન્ત્રોપ્રેન્યોર અને NIDની કોમ્યુનીકેશન ડીઝાઇનર કાદમ્બરીની વાત કરવી છે. તમે જોયેલા કોઈ દીવા સ્વપ્નને દેશના કોઈ મહત્વના સાંસ્કૃતિક તહેવારમાં તમારા full- fledged ફોટો પ્રદર્શન તરીકે સાકારિત થતા કલ્પી શકો ?
સ્વપ્નો તો આવે ને જાય , પરંતુ બહુ જ ઓછા સપનાઓ સાકાર થતા હોય છે. પરંતુ કાદમ્બરીનું એક સ્વપ્ન આજે એક પ્રોજેક્ટ બનીને હકીકત બની ચુક્યું છે.
આજકાલ ચેન્નઈમાં મદ્રાસ આર્ટ ગીલ્ડ દ્વારા એક આર્ટ એન્ડ કલ્ચરની પ્રદર્શની ચાલી રહી છે. આ આર્ટ પ્રદર્શનમાં કાદમ્બરીએ એક અભિનવ પ્રયોગ કર્યો છે. દેશ અને દુનિયાની પ્રતિભાશાળી અને પ્રથમ કહી શકાય એવી મહિલાઓને એક જુદા જ સ્વરૂપે તસ્વીરોમાં એણે રજુ કરી છે. ઉદાહરણ તરીકે : રંગાનાયકી અમ્મલ, કર્ણાટકની એક સુવિખ્યાત મહિલા સંગીતકાર જેણે સૌ પ્રથમ વાર જાહેરમાં સંગીત રજુ કર્યું, અને સૌ પ્રથમ વાર સ્ટેજ શો કરનાર મહિલા તરીકેનું શ્રેય પ્રાપ્ત કર્યું. વિદેશમાં ભણીને મેડીકલ ડીગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા તબીબ આનંદી બાઈ જોશી. મેસોપોટેમીયન સંસ્કૃતિની રાણી ઝેનોબીયા, અને ફેરો હેત્ષેપસ્યુટ અને ખુબ જાણીતી નુરજહાં પણ ખરી.
કાદમ્બરીએ આ બધી મહિલાપાત્રોને સાડીના પરિધાનમાં રજુ કરી , એટલું જ નહિ, આ આઇકોનિક મહિલાઓને તદ્દન જુદા જ સ્વરૂપે રજુ કરી.
નુરજહાં જહાંગીરની પત્ની તરીકે જાણીતી છે, પરંતુ કાદમ્બરીએ નુરજહાંનું જે વર્ઝન તૈયાર કર્યું એમાં નુરજહાંએ શિર પર એક હેટપહેરેલી છે, અને એ હેટમાં પક્ષીઓ પણ જોવા મળે છે!
પ્રત્યેક પાત્ર માટે કાદમ્બરી એ ખાસ્સું સંશોધન કરેલું પરંતુ એમાં થોડીક સર્જનાત્મક છૂટ લીધેલી છે.
કલા જગતમાં ‘ક્રિએટીવ લીબર્ટી’ના નામે ઘણા ધતિંગ જોવા મળ્યા છે, પરંતુ તેમાં કાદમ્બરી જેવા આર્ટીસ્ટ અપવાદ રૂપ પણ છે જ.
નુરજહાં માત્ર એક શાહી દરજી કે કપડા સીવવાવાળી( Royal seamstress) જ નહોતી, પરંતુ, એક કવયિત્રી, આર્કિટેકટ , અને શાર્પ શુટર પણ હતી. બહુ મુખી પ્રતિભાશાળી નુરજહાંએ કેટલાક અદભુત સ્ટ્રક્ચરની ડીઝાઇન પણ તૈયાર કરેલી પરંતુ એના નામ પર નહિ.
કાદમ્બરીના મેક અપઆર્ટીસ્ટ તરીકે વિજેતા કાર્તિકે અદભુત કૌશલ્ય રજુ કર્યું. વિજેતા અને કાદમ્બરીનાસહિયારા આ સર્જનને કલાપારખુઓ અને વિવેચકોનો પ્રતિસાદ પણ મળ્યો.
હાલ બેંગલુરુ સ્થિત કાદમ્બરી મિશ્રાને આ પ્રોજેક્ટ નો વિચાર ક્યારે અને ક્યાંથી આવ્યો? કાદમ્બરીએ ૨૦૦૦ માં મેક્સિકોમાં એક વર્ષ પસાર કરેલું. ત્યાં એને આર્ટીસ્ટ ફ્રીડા કાહ્લોના જીવન અને કાર્યને નજીકથી નિહાળવાનો અવસર મળ્યો. દરરોજ દિવાસ્વપ્નોમાં મેં ફ્રીડાની જુદી જુદી ઈમેજ જોઈ.
“ આપણને ખ્યાલ પણ અ આવે એ રીતે કેટલીક કલ્પનાઓ/ચિત્રો આપણા હૃદયમાં સચવાયેલા રહેતા હોય છે , એનું મને ભાન થયું”.કોમ્યુનીકેશન ડીઝાઇનર કહે છે. “એક વિચિત્ર ખયાલથી પ્રેરાઈને મેં એક દિવસ ફ્રીડા જેવો વેશ ધારણ કરવાનું નક્કી કર્યું, અને એ ડ્રેસ ધારણ કર્યો, પછી એ જ ડ્રેસમાં ફોટો શૂટ પણ થયું, પરંતુ એ જરાક હટકે હતું.
જો ફ્રીડા એ ભારતીય તરીકે એ ડ્રેસ પહેર્યો હોત એ કેવો હોત , મને આશ્ચર્ય થયું. મને ફેશન ગમે છે અને મને સ્ટાઈલ કરવાનું પણ ગમે છે. મારી સાસુએ મને ભેટ રૂપે આપેલી ચાલીશ વર્ષ જૂની એક કાંજીવરમ સાડી હતી. એના રંગ એવા તો મેક્સિકન હતા કે એની સાથે અમદાવાદથી લાવેલું મશરૂ બ્લાઉઝ બરાબર મેચ થઇ ગયું”!
એક વાર એણે સોશિયલ મીડિયા પર ફ્રીડા નું રૂપ ધારણ કરેલો એ ફોટો પોસ્ટ કર્યો. એના મિત્રોએ એ વિષે ખુબ પુછતાછ કરી, અને એમાંથી પછી આ સીરીઝ ( ICONIK WOMEN WITH DIFFERENCE)નો વિચાર જન્મ્યો.
મારા પિતાજી એક ઈતિહાસ વિદ્દ છે અને મને હંમેશા ઇતિહાસમાં રસ છે. ગમે તેમ પણ , સાંધા જોડાઈ ગયા અને પછી તો પ્રોજેક્ટ જાણે સહજ રીતે જ આગળ વધતો ગયો.
આ પ્રોજેક્ટની સફળતા બાદ કાદમ્બરી હવે તમિલ મહિલાઓ પર એક પ્રોજેક્ટ કરવા માંગે છે, જે મહિલાઓની ઉજ્જવળ કથાઓ હજુ સુધી લોક માનસ સુધી પહોંચી નથી. એક વિચાર/પરિ કલ્પના કોઈ કલાકારને ક્યાંપહોંચાડી દે છે !
ડીઝાઈનની કેટલીક પ્રશાખાઓમાં કોમ્યુનીકેશન ડીઝાઈન પણ આજે ઘણી જ લોકપ્રિય ડીઝાઈન તરીકે ઉભરી રહી છે. આ વિષય મારે માટે પણ તદ્દન નવો જ છે, એટલે એ વિષે વાંચવાની અને જાણવાણી મજા પડે છે.