નારીવાદની પૃષ્ઠ ભૂમિમાં બનેલી અને હવે કાન ફેસ્ટીવલમાં પોંખાયેલી આપણી એક ફિલ્મ અને એક ભારતીય અભિનેત્રીના પોંખણા હજુ તો ચાલી રહ્યા છે, ત્યાં ઉત્તર પ્રદેશના હાપુર નજીક કોઈ ગામડામાં ‘બેન્ડ બાજા બારાત’ સમયે બનેલી એક અજીબ-ઓ-ગરીબ ઘટનાએ લગ્નોત્સવની બદલાઈ રહેલી સ્ક્રીપ્ટ અંગે અને ફેમિનિઝમ વિષે સૌને ફરી એક વાર ચર્ચા કરતા કરી દીધા છે!
હાપુરનજીકના એ ટાઉનમાં સર્જાયેલ રોમેન્ટિક ડ્રામાની સ્ક્રીપ્ટ કંઇક આવી રહી.
રાત્રે બારાત લગ્ન મંડપમાં પ્રવેશ કરે છે, ત્યારે પરંપરા મુજબ વરરાજાનું અને જાનૈયાઓનું સ્વાગત થાય છે. કન્યા હાથમાં પુષ્પમાળા લઈને વરરાજાને પહેરાવેછે અને વરપણ પોતાના હાથમાં શોભાયમાન પુષ્પમાલા કન્યાના ગળામાં પહેરાવી દે છે! કરતલધ્વનિ અને હર્ષનાદ વચ્ચે વરરાજા કન્યાના ભાલપર એક ચુંબન ચોડી દે છે! મોટેભાગે અર્બન વેડિંગ્સમાં આજકાલ જોવા મળતી આ એક સામાન્ય ઘટના ગ્રામ્ય પ્રદેશના વડીલોને , વિશેષ તો કન્યાના કાકા , મામા વગેરેને અભદ્ર લાગે છે અને પછી અંદરો અંદર જીભાજોડી બાદ કન્યા પક્ષ –વર પક્ષનું વાકયુધ્ધ હવે હિંસક સ્વરૂપ ધારણ કરે છે. પોલીસ દરમિયાન ગીરી બાદ કેટલાક લોકોની અટકાયત થાય છે, જાન લીલા તોરણે પાછી ફરે છે!
હવે વાત અહીં અટકતી નથી. કહાનીનો મધ્યાંતર પછીનો પાર્ટ જરાક રસપ્રદ છે.
વહેલી સવારે કન્યા પોતાની બહેનની સહાયથી ઘરેથી ભાગી નીકળે છે અને એકાદ બે કિલોમીટર દૂર વરના ઘરે પહોંચી જાય છે, જ્યાં બંનેના કોઈ રીતે ગાંધર્વવિવાહ થાય છે!
રિષિકેશ મુખર્જીની કોઈ ફિલ્મની સ્ટોરી જેવી આ કહાનીએ દેશના પ્રિન્ટ અને ડીજીટલ મીડિયાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
કિસ ના આ કિસ્સા બાદ વરની માતા એ એટલુજ કહ્યું કે “ કિસ કરનેસે ક્યા હો જાતા હૈ ? આજકલતો એ ટ્રેન્ડ ચલતા હી હૈ”
દેશમાં કોઈ ન કોઈ સ્લથળે લગ્ન પ્રસંગે ‘પ્રેમ ચુંબન’ સામેનો પ્રતિકાર સતત ચાલતો જ રહ્યો છે.
આ પણ વાંચો – સ્ક્વેર ફીટનું સંવેદન!
૨૦૧૪માં કોઝીકોડેમાં બનેલી કિસ કહાનીના પગલે પગલે સમગ્ર દેશમાં આ વિષયક ચર્ચા અને વિવાદનું મોજું સર્જાયેલું એ નોંધનીય છે.
ફેમિનિઝમનો જ જયારે જીક્ર થઇ રહ્યો છે, ત્યારે એક વાત નક્કી છે કે આવી સ્ક્રીપ્ટમાં ભોગ બનનાર વ્યક્તિની પડખે હિંમતભેર ઉભી રહેનાર અને એને નૈતિક સપોર્ટ કરનાર મોટેભાગે તો માતા /ભગીની /સહેલી કે ભાભી –મામી –કાકી-માસી જ હોય છે. આ પણ બદલાઈ રહેલી સ્ક્રીપ્ટનું એક જીવંત પેજ છે!
ટૂંકમાં એક નારીની મદદે લગભગ નારી જ જોવા મળે છે. પુરુષો તો મોટેભાગે મૂછોને તાવ દઈને પ્રતીરોધના મૂડમાં જ ઉભા હોય છે!
શીલ અને અશ્લીલની આ કથા અંનત અને અંતહીન બની રહેવાની.

More Stories
સુરતના સૈયદપુરાનો અનોખો મહોબ્બત મહોલ્લો
700 વર્ષ જૂની ‘ટાંગલિયા કળા’ માટે લવજીભાઈ પરમારને પદ્મશ્રી સન્માન – જાણો આ અનોખી હસ્તકલા વિશે!
જાજરમાન જામનગરી વાનગી – ઘુટો