અમેરિકન સ્વિમર માર્ક એન્ડ્રુ સ્પિટ્ઝ ઓલિમ્પિક ગેમ્સનો જાણે જથ્થાબંધ ચંદ્રક વિજેતા હતો.
મ્યુનિકમાં 1972 સમર ઓલિમ્પિકમાં તે સૌથી સફળ રમતવીર હતો , તેણે એકી સાથે સાત સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા અને એ પણ બધી જ સ્પર્ધાઓ વિશ્વ-વિક્રમ સમયમાં પૂરી કરીને ! આ તરવૈયો નવ વખતનો ઓલિમ્પિક ચેમ્પિયન છે.
તેણે બનાવેલો સાત ગોલ્ડ મેડલનો રેકોર્ડ છેક 36 વર્ષ સુધી અતૂટ રહ્યો હતો. પછી બીજા એક અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સએ બેઇજિંગની 2008 સમર ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ જીતીને એ રેકોર્ડ તોડ્યો હતો.
More Stories
દુનિયાની પહેલી એવી એક ઘડિયાળ જેમાં 48 મિનિટનો કલાક અને 30 કલાકનો દિવસ છે:
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..