CATEGORIES

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
Thursday, November 21   10:03:56

બચ્ચન : એક દંતકથા

14-10-22

કેબીસીના મંચ પર બચ્ચનના જન્મ દિવસની ઉજવણી દેશ વિદેશના એમના કરોડો ચાહકોએ નિહાળી , તો બીજું બાજુ ૧૦ ઓક્ટોબરની મધરાત બાદ એમના એક નિવાસસ્થાન ‘જલસા’ની સામે જે ઉજવણી જોવા મળી એ એક મહોત્સવ થી ઓછી નહોતી.
LED સ્ક્રીન, વાહનો પર લગાવવામાં આવેલા સ્ક્રીન્સ અને ફ્લેક્સ પ્રિન્ટ્સની હારમાળા સાથે અસંખ્ય ચાહકો એમના મહાનાયકની ઝાંખી મેળવવા ઉત્સુક હતા, અને અપેક્ષા મુજબ જ બચ્ચન એની પુત્રી શ્વેતા સાથે બાલ્કનીમાં પ્રગટ થયા અને હવામાં હાથ હલાવીને સૌનું અભિવાદન ઝીલ્યું !
બચ્ચનની કેટલીક યાદગાર ફિલ્મોના પાત્રોના પરિધાનમાં સજ્જ અનેક ચાહકો ત્યાં જોવા મળ્યા અને સમગ્ર વાતાવરણ ભૂતકાળની એ મધુરસ્મૃતિઓથી સભર બન્યું. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહીત અનેક મહાનુભાવોએ બચ્ચનને એના ૮૦માં જન્મદિને શુભ કામનાઓ પાઠવી. સમગ્ર દિવસ પરિવારજનો સાથે જ ગાળીને બચ્ચને પોતાનો જન્મ દિવસ નિવાસસ્થાન ‘જલસા’માં જ ઉજવ્યો.
‘જલસા’ મૂળે તો એન સી સિપ્પીની માલિકીનો બંગલો હતો, પરંતુ અમિતાભ સાથેની મૈત્રીના પ્રતિક રૂપે એમણે આ બંગલો બચ્ચનને ભેટ રૂપે આપી દીધેલો.
જિંદગીના આઠમાં દાયકાને અંતે પણ તેઓ હજુ એટલા જ સક્રિય અને સર્જનશીલ છે. ગયા સપ્તાહે જ એમની એક ફિલ્મ રીલીઝ થઇ , અને હવે રાજશ્રી પ્રોડક્શનની એક ફિલ્મ ‘ઉંચાઈ’માં પણ એમનો અભિનય જોવા મળશે. અમિતાભ એક દંતકથા છે, અને દંતકથાઓ અમર હોય છે.
ખુશવંત સિંઘ, નગીનદાસ કે કાંતિ ભટ્ટને આપણી ત્રણ પેઢીએ સક્રિય અને સર્જનશીલ જોયા છે. ગુણવંત ભાઈ શાહ આજે ૮૪-૮૫