તા. ૬ જુલાઈ ૨૦૨૪ થી ૧૫ જુલાઈ ૨૦૨૪માં આષાઢી ગુપ્ત નવરાત્ર ચાલી રહ્યા છે અને વૃદ્ધિતિથિના લીધે એક નવરાત્ર વધે છે જેથી દશ નવરાત્ર થાય છે જે દશ મહાવિદ્યા અનુષ્ટાન માટે શ્રેષ્ઠ છે. જયારે દશ નવરાત્ર થાય ત્યારે દશે દિશા અને દશ મહાવિદ્યા સાધનાનું મહત્વ વધી જાય છે અને દરેક રાત્રીના એક મહાવિદ્યાની સાધના કરી શકાય છે માટે આ વર્ષે આ અનુષ્ઠાન પૂર્ણ રૂપે થઇ શકે છે.
મહાવિદ્યાઓ દેવી સતીના ગુસ્સાથી પ્રગટ થઈ હતી માટે આ દશ મહાવિદ્યા સાધના ગુરુ આદેશથી કરવી જોઈએ અને પૂર્ણ નિયમોનું પાલન કરી અને કરવી જોઈએ. માતા બાળકને ખાતરી આપે છે કે જે રીતે તે અસુરોનો નાશ કરે છે એ રીતે ભક્તના જીવનમાં આવતી તમામ અડચણો પણ તે દૂર કરી શકે છે અને બાળક માતાનું આ રૂપ જોઈ અને વિશ્વાસ કરી શકે છે કે માતા તમામ નકારાત્મક બાબતો સામે તેનું રક્ષણ કરવામાં સક્ષમ છે અને માટે જ માતાની બધી સ્તુતિઓમાં તેને રાક્ષસોનો સંહાર કરતી અને દેવોને બચાવતા બતાવવા આવ્યા છે જેથી બાળક માતાના ખોળામાં પોતાને સુરક્ષિત મહેસુસ કરી શકે અને માટે જ આ સંદેશો આપવા માટે સ્કંદમાતાનું રૂપ ધારણ કર્યું છે જે દર્શાવે છે કે સંગ્રામની સ્થિતિમાં પણ માં તેના બાળકનું બખૂબી રક્ષણ કરી શકે છે.
જીવનમાં તમામ સુખ સમૃદ્ધિથી લઈને સફળતા અને શત્રુનાશ માટે માતાના અલગ અલગ રૂપનું વર્ણન છે જે માં પાર્વતીએ સૌ પ્રથમ શિવજીને બતાવ્યું છે જે દશ મહાવિદ્યામાં કાળી, તારા, ત્રિપુરાસુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરાભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા સ્વરૂપે છે જેમાંથી ત્રિપુરાસુંદરી, ભુવનેશ્વરી, માતંગી, કમલા માતાની વાત્સલ્યસભર સમય મૂર્તિ છે જયારે કાળી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે તો તારા અને ત્રિપુરાભૈરવીમાં બંનેનો સમન્વય જોવા મળે છે આ ઉપરાંત માતા દુર્ગાના નવ સ્વરૂપ શૈલપુત્રી,બ્રહ્મચારિણી,ચન્દ્રઘંટા,કૂષ્માંડા,સ્કન્દમાતા, કાત્યાયની,કાલરાત્રિ,મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે જેનો આ અષાઢી ગુપ્ત નવરાત્રીમાં મહિમા કરવામાં આવે છે અને માતા વિવિધ રૂપે અને કુળદેવી રૂપે સહાય કરતી જોવા મળે
અમરેલીના જાણીતા જ્યોતિષાચાર્ય અને મહાવિદ્યાઓ ના જ્ઞાતા રોહિત જીવાણી ગુરુની ભવિષ્યવાણીઓ અકસર સાચી ઠરી ગયા છે.તેઓનો આ લેખ ગુપ્ત અષાઢી નવરાત્રિ,અને દસ મહાવિદ્યાઓ ની સાધના પર છે.વાચકોને ગમશે,આપના પ્રતિભાવ ,લાઈક, શેર કરશો
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર