CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Wednesday, January 22   3:50:45
pitra paksha

જીવન -અને મૃત્યુ પછીની જિંદગી વિષે

જીવન અંગે , જીવાતી જિંદગી વિષે આપણે આપણા મહાકાવ્યો અને અદભુત પુરાણોમાંથી, વેદોમાંથી કે ઉપનિષદોમાંથી બહુ જ ઓછું ચિંતન લીધું અને કોઈ કારણસર ગરુડ પુરાણને જ મહત્વ આપ્યું , અને એમાં પણ ગરુડ પુરાણના બે ત્રણ અધ્યાય ને જ મહત્વ આપ્યું, જેના ફળ સ્વરૂપ પિતૃ દોષ .

પિતૃ પીંડ , પિતૃ દાન, પિતૃ ઋણ , પિતૃ મોક્ષ વગેરે વગેરે જનમાનસમાં હાવી થઇ ગયા. ! બસ, આપણા અદભુત પુરાણોનો આ એક ‘વિચિત્ર અધ્યાય’ ગણી શકાય. બાકી,જે આત્મા પરમેશ્વરનો અંશ બની જાય , પરમાત્મા બની જાય એ શા માટે કોઈને પીડે ?

જે આત્મા કદી મરતો જ નથી એની ગતિ વિધિ વિષે શા માટે વિચાર કરવાનો ? અત્યારે ભાગવત કથા કેવળ પિતૃ મોક્ષનું જ એક માત્ર નિમિત્ત બની ચુકી છે!

મારી સમજણ કંઈક આવી છે, બાકી તો જેની જેવી શ્રદ્ધા !