CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Saturday, December 21   12:47:32
abbash dana

અબ્બાસ દાના હવે સ્મૃતિ વિશેષ : તુમ્હારા નામ લિયા થા કભી મહોબ્બત સે મીઠાશ ઉસકી અભીતક ઝબાનમેં હૈ.

વફાદારી પે દે દી જાન ગદ્દારી નહીં આઈ
કી દુનિયાકો સમજને કી સમજદારી નહીં આઈ
ખુદાકા શુક્ર સૌબતકા અસર હોતા નહીં હમ પર
અદાકારો મેં રહકર ભી અદાકારી નહીં આઈ
મૈ નાદાની પે અપની આજ તક હૈરાન હૂં ‘દાના’
હમારે ખૂનમેં અબ તક યે બીમારી નહીં આઈ
અપને હી ખૂન સે ઇસ તરાહ અદાવત મત કર
ઝીંદા રહેના હૈ તો સાંસો સે બગાવત મત કર
સંસ્કારી નગરીના ઉર્દુ શાયર અને ગુજરાત ગૌરવ પ્રાપ્ત કરનાર લોકપ્રિય કવિ અબ્બ્બાસ દાના સાહેબ(૧૯૪૨-૨૦૨૪ )નું થોડા સમય પહેલા અવસાન થયું.
એમના નિધનની નોંધ મેં આજે જ વાંચી. વડોદરામાં હું નવો નવો આવ્યો ત્યારે એ વર્ષોમાં ( ૧૯૮૩ થી ૧૯૯૩ ) સુધી હું શાયરોને , કલાકારોને વ્યક્તિગત મળવામાં ઘણો જ સક્રિય રહ્યો. એમાંથી કેટલાક જોડે દોસ્તી પણ થઇ. કવિ લલિત રાણા, રમેશ પંડયા, બાલુભાઈ પટેલ, શાસ્ત્રી, ખલીલભાઈ અને અબ્બાસ દાના, શકીલ કાદરી સાહેબ, નરેન્દ્ર જોશી, રાજેન્દ્ર પાઠક જોડે અવાર નવાર બેઠક થતી. બાલુભાઈ પટેલ ‘બાલુ’ને ત્યાં કવિઓ મળતા અને હું પણ તેમાં ક્યારેક હાજર રહેતો. બાલુભાઈની કેટલીક કવિતાઓ રેકોર્ડ થઇ ત્યારે પણ હું હાજર હતો. કવિતા માણવાનો નશો મને અમદાવાદથી જ ચડેલો. વીસ વર્ષની વય પહેલા અને પછીથી પણ મેં અમદાવાદના ઘણા કવિઓની સંગત-સભાઓ માણેલી. ખેર , આજે મારે મારી કોઈ સ્મરણ કથા નથી કરવાની.
અબ્બાસ ‘દાના’નો વિશેષ પરિચય મને મારા આત્મીય દોસ્ત કિશોર તૈલી (‘સાગર’)એ કરાવેલો. કિશોર એક અચ્છો ઉર્દુ શાયર હતો. આજે એ પણ આ દુનિયામાં નથી. દાના સાહેબ એક નેક દિલ ઇન્સાન હતા. એમનો એક કાવ્ય સંગ્રહ ‘ફાનૂસ’ મને એમણે એમના હસ્તાક્ષર સાથે આપેલો. એ મને ખુબ ગમેલો. દેશના કેટલાક જાણીતા કવ્વાલો અને અન્ય જાણીતા ગાયકોએ એમની ગઝલોને કમ્પોઝ કરેલી છે. જગજીતસિંઘે પણ એમની એક ગઝલ ગાયેલી છે. એ ગઝલ યાદ નથી આવતી! ઘનશ્યામ વાસવાની એ પણ એક ગઝલ ગાયેલી છે. ‘દાના’ સાહેબના કુલ પાંચ કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા. ખુશ્બુ, ફાનૂસ , મૌસમ, શીશ મહલ અને અન્ય એક કાવ્ય સંગ્રહ. દેશના અનેક મુશાયરાઓમાં તેઓ પોતાની ગઝલો પ્રસ્તુત કરતા અને દાદ મેળવતા. આવા એક નેક દિલ શાયર –ઇન્સાનને સલામ . અલવિદા દાના સાહેબ !