ગ્રામ્ય યુવાપ્રતિભાને પ્રોત્સાહન માટે સ્વયં જીલ્લા કલેકટરે એક ડીજીટલ સ્ટુડિયો બનાવી આપ્યો
જયારે એમના એક સહ કર્મચારીએ જયારે યુ ટયુબર્સના ગામ અંગે જણાવ્યું , ત્યારે રાઈપુર કલેકટર સર્વેશ્વર ભૂરેએ કહ્યું કે “ જો એવું જ હોય તો હું જાતે જ એ ગામની મુલાકાત લઈશ.” અને કલેકટરની એક જ મુલાકાતથી હવે એ ગામને એક અત્યાધુનિક ડીજીટલ સ્ટુડિયોની ભેટ મળી ગઈ છે!
દેશનું ઘણું ખરું યુવાધન આજે જયારે એનું તન,મન, ધન ડીજીટલ કોન્ટેન્ટમાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે, ત્યારે સરકારી સહાયથી પ્રારંભિત આવી એક ‘પહેલ’ નવી આશાનું પોસ્ટ કાર્ડ લઈને આવી છે. રૂપિયા ૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ સ્ટુડિયોથી ગ્રામ્ય યુવાપ્રતિભાની અભીપ્સાને જાણે પાંખમળી ગઈ છે.
કલેકટર કહે છે,“ગામમાં યુ ટયુબર્સની સંખ્યા જોઇને હું આશ્ચર્ય ચકિત થઇ ગયેલો. આ યુવાનો સાથેનીવાતચીત દરમ્યાન મને ખ્યાલ આવી ગયો કે એમની ક્ષમતાને આપણે વધુ તાકતવર બનાવવી જોઈએ.અને ત્યારબાદ એક ડીજીટલ સ્ટુડિયોનો વિચાર જન્મ્યો.”
જીલ્લા વિકાસ અધિકારી અબિનાશમિશ્રા(IAS) એ વધુમાં જણાવ્યું કે “રૂપિયા ૨૫લાખના ખર્ચે ત્રણ મહિનામાં જ આ સ્કીલ સેન્ટર તૈયાર થઇ જશે. આ ક્ષેત્રમાં નોકરીની અને એન્ટર પ્રેન્યોરશીપ (ઔદ્યોગિક સાહસ)ની ઉજળી તકો હોવાને ઉભરતા અને ઉગતા કલાકારોને ડીજીટલ માર્કેટિંગ, ગ્રાફિક ડીઝાઈનીંગ, અને સાઉન્ડ મિક્સિંગની તાલીમ આપવામાં આવશે”
ગામના ટેલંટ વિષે વાત કરતા તુલસી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગુલાબસિંહ યદુ(૩૫)કહે છે કે “ અમારું તુલસી ગામ એની રામલીલા માટે સુવિખ્યાત છે. છેક આઝાદી પહેલાથી અહીં ગામમાં પૌરાણિક નાટકો ભજવતા રહ્યા છે. વર્ષોથી આ નાટકોમાં વિવિધ પાત્રો ભજવતા પોતાના માતા –પિતાઓ પાસેથી પ્રેરણા મેળવીને નવી પેઢીના આ યુવાનોએ યુ ટ્યુબ વિડીયો બનાવવાની શરૂઆત કરી. એમાંના કેટલાક તો ખુબ પ્રતિભાશાળી છે.”
શહેરની મધ્યમાં આવેલ એકકલરફૂલ બિલ્ડીંગપર જ ક્રીમ્ઝ્ન અક્ષરે એક નામ જોવા મળે છે: ‘HAMAR FLIX’. જ્યારથી સ્ટુડિયો શરુ થયો છે ત્યારથી જ સોન્ઝ્્ અને રીલ્સ ઉપરાંત અહીં સરકાર માટે, સરકારની વિવિધ યોજનાઓ માટે પણ અવનવા વિડિયોઝ બનતા રહે છે. 4000ની વસ્તી ધરાવતું આ તુલસી ગામ ગયા વર્ષે એક સ્ટોરી દવારા ‘સ્પોટલાઈટ’માં આવ્યું, એ ‘સ્ટોરી’ એ જ હતી કે ગામમાં ૪૦ યુવાનોએ પોતાની યુ ટ્યુબ ચેનલ શરુ કરેલી.આ યુવાનોએ શરુ કરેલી ચેનલ્સમાં છતીસ ગઢી લોક સંગીતથી લઈને કટાક્ષ પૂર્ણ રામ લીલાની ભજવણી, સ્લેપ સ્ટીક કોમેડી, બોલીવુડ સ્પૂફ અને શોર્ટ ફિલ્મનો સમાવેશ થાય છે.
ગામના એક વકીલ કમ એક્ટર અને યુ ટ્યુબર શ્રી કેશવ વૈષ્ણવ(૩૪)ને સૌથી વધુ ફાયદો થયો છે. એની યુ ટયુબચેનલ કે-મ્યુઝિક (K- MUSIC)ને ૫૭ હજાર સબસ્ક્રાઈબર્સ મળ્યા છે, અને ૩.૨ કરોડ વ્યૂઅર્સ મળી ચુક્યા છે! વૈષ્ણવ કહે છે કે “ હું એક વિડીયો બનવવા માટે લગભગ ૧૫૦૦૦ રૂપિયા ખર્ચું છે , અને મને એની કમાણી રૂપે એક લાખ રૂપિયા મળે છે. હું મારી આ કમાઈ માટે આ સ્ટુડિયોનો આભારી છું.પ્રત્યેક વિડીયોમાંથી હું પાંચેક હજારની બચત કરી શકું છું.
૧.૨૨ લાખ સબસ્ક્રાઈબર્સ અને ૨.૪૫ કરોડ વ્યૂઅર્સ ધરાવતી ‘Being Chhatisgadhiya’ નામની એક ચેનલમાં કોન્ટેન્ટ લેખક અને શોર્ટ ફિલ્મ ડીરેક્ટર તરીકે કામ કરતા જય પ્રકાશ વર્મા( ૩૦)જણાવે છે કે “ લેપટોપ પર એક વિડીયો એડિટ કરતા કલાકો લાગે છે. વિડીયો અપલોડ થતા પણ ઘણો લાંબો સમય લાગે છે, પરંતુ સ્ટુડિયોને લીધે આ પ્રોસેસ ઘણી જ ઝડપી બની રહી છે.” એક યુ ટ્યુબર નું કહેવું છે કે “ સ્ટુડિયોને લીધે પોસ્ટ પ્રોડકશન પાછળનો અડધો સમય બચી જાય છે. સ્ટુડિયોને લીધે સાઉન્ડ મિક્સિંગ , એડીટીંગ, રાઈટીંગ, એક્ટિંગ, ડીરેકટીંગ વગેરેમાં જોબની તકો ઉભી થશે. પોતાની યુ ટયુબ ચાલવતા અનેહજારો સબસ્ક્રાઇબર્સ ધરાવતા યુવાનો કહે છે કે આ સ્ટુડિયો એટલે “SAVING MONEY AND TIME”.અગાઉ આ લકોને સોન્ગ્સ રેકોર્ડ કરાવવા રાયપુર જવું પડતું હતું, પરંતુ હવે લોકલ સ્ટુડિયોમાં આ વ્યવસ્થા છે. અમારી પ્રતિભાને ઉજાગર કરવા, સપના સાકાર કરવા અને એમાંથી કમાણી કરવા અમે પહેલા મુંબઈ તરફ નજર માંડતા હતા, પરંતુ, યુ ટયુબઅને આ સ્ટુડિયોએ હવે ઘેર બેઠા કમાણીની આ એક સુવર્ણ તક પૂરી પાડી છે.
જીલ્લા પંચાયત પ્રમુખ કહે છે કે “ અમે એક પ્રાઇવેટ યુનીવર્સીટી-AAFT સાથે કરાર બધ્ધ થવા પ્રયત્નો કરી રહ્યા છે. આ યુનીવર્સીટી દવારા યુવાનોને પ્રોફેશનલ કોર્સનો લાભ મળે એવી અમારી ઈચ્છા છે. અ માટે અમે યુ ટ્યુબ અને બીજા વસંગઠનોનો સંપર્ક કરવાના છીએ. ગ્રામ્ય પ્રતિભાને તકો આપવા માટે અમે ઘણું બધું આયોજન કરી રહ્યા છે. દા.ત. છતીસ ગઢના કવિઓ માટે એક પોડકાસ્ટ પણ સર્જી રહ્યા છે. અમારા ગામની નજીક જ એક મહિલા પોતાની ફૂડ ચેનલ ચલાવે છે, એને અમે અહીં રેકોર્ડીંગ માટે તક આપીશું. એ મહિલાને રોજ ૪૫કિલો મીટર દૂર રાયપુર હવે નહિ જવું પડે. સ્ટુડિયો ના આરમ્ભ પહેલા કેટલાક યુ ટ્યુબર્સ તો ૫૦૦ કિલોમીટર દૂર કટકમાં રેકોર્ડીંગ માટે જતા હતા”.
જો યુ ટયુબ ચેનલ આ જ રીતે વિકસતી રહેશે તો આવતા પાંચેક વર્ષમાં દેશમાં એક અનોખી ડીજીટલ ક્રાંતિ સર્જાશે. એનો પ્રારંભ તો હવે થઇ જ ચુક્યો છે. ભારતી અને રામદે જેવા ખેડૂતો પણ હવે પોતાની યુ ટ્યુબ ચેનલ દવારા લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આનંદ અને અભિનંદન !
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?