CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Tuesday, April 22   3:08:58

જેસલમેરના રણમાં આવેલી અદભૂત શાળા

શું તમે કલ્પના કરી શકો છો કે, થારના રણની મધ્યમાં જ્યાં દિવસનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસની નજીક હોય છે અને તીવ્ર પવનને કારણે દિવસ દરમિયાન સતત રેતી ફૂંકાતી રહે છે ત્યાંના બાળકો ભણવા માટે કેવી શાળામાં જતાં હશે?

જેસલમેરના પ્રખ્યાત સેન્ડ ડ્યુન્સથી માત્ર છ મિનિટના અંતરે કનોઈ ગામમાં એક આર્કિટેક્ચરલ અજાયબી આકાર પામી છે. કન્યાઓને શિક્ષિત કરવા અને સશક્તિકરણના ઉદ્દેશ્યથી આ શાળા બની છે. પીળી રેતીના પત્થરથી બનેલી આ શાળાના મકાનમાં એર કંડિશનર નથી. છતાં અહીં વિદ્યાર્થીઓ વિચિત્ર હવામાનની ચિંતા કર્યા વિના સુરક્ષિત રીતે આંગણામાં અભ્યાસ કરી અને રમી શકે છે.

જેસલમેર(રાજસ્થાન)ના થાર રણ પ્રદેશમાં જ્યાં સ્ત્રી સાક્ષરતા ભાગ્યે જ 32 ટકાને સ્પર્શે છે એ વિસ્તારમાં વસતી ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની બાલમંદિરથી લઈને દસમા ધોરણ સુધીની 400 થી વધુ દીકરીઓને આ રાજકુમારી રત્નાવતી ગર્લ્સ સ્કૂલ સેવા આપે છે.

વિશિષ્ટ અંડાકારની રચના સાથેનું આ સંકુલ જોતાંજ ગમી જાય તેવું મનમોહક છે વળી રણના લેન્ડસ્કેપમાં ભળી જાય છે. ‘જ્ઞાન’ તરીકે ઓળખાતા શાળાના ભાગ ઉપરાંત આ સંકુલમાં એક ટેક્સટાઇલ મ્યુઝિયમ અને પરફોર્મન્સ હોલ તેમજ કારીગરોને તેમની હસ્તકલાના વેચાણ માટે પ્રદર્શનની વ્યવસ્થા પણ છે. અન્ય એક બિલ્ડિંગમાં મહિલાઓને મૃત:પ્રાય થતી જતી વણાટ અને કાપડની પરંપરાગત હસ્તકળાઓને જીવંત રાખવા માટે આ કલાઓની તાલીમ આપવામાં આવે છે.

આ ઇમારતની કલ્પના અને તેને વાસ્તવિકરૂપે નિર્માણ કરવામાં એક બિનવ્યાવસાયિક સંસ્થા CITTA ના સ્થાપક Michael Daube એ એક દાયકાનો સમય લીધો હતો. માઇકલની સાથે અમેરિકા સ્થિત આર્કિટેક્ટ Diana Kellogg પણ આ પ્રોજેકટમાં જોડાયાં હતાં, જેમણે આ ડિઝાઇનની કલ્પના કરી હતી.