CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 9, 2024

વન ડે ક્રિકેટ ના 50 વર્ષ

૧૬ એપ્રિલ 2021

૧૯૭૧માં સૌથી પહેલા વનડે ક્રિકેટ મેચ નો કન્સેપ્ટ આવ્યો હતો, તેને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે.
આજથી પચાસ વર્ષ પહેલા એટલે કે ૧૯૭૧માં સૌપ્રથમવાર વનડે ક્રિકેટ મેચનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો હતો, ત્યાં સુધી તો ફાઈવ ડે ટેસ્ટ ક્રિકેટ મેચ જ રમાતી હતી. તે સમયે વનડે ક્રિકેટ પણ રમી શકાય એ એક નવી વાત હતી.જો કે પૂર્વ ક્રિકેટર અને કેરેલા ક્રિકેટ એસોસિએશન ના પ્રથમ સેક્રેટરી કે વી કેલાપ્પન થમ્મપુરન નું બ્રેઈન ચાઈલ્ડ મનાય છે , લિમિટેડ ઓવર સાથે રમાતી વન ડે ક્રિકેટ મેચ. ૧૯૫૧માં લિમિટેડ 50 ઓવર સાથે પહેલીવાર ઓલ ઇન્ડિયા પૂજા ક્રિકેટ ટુર્નામેન્ટ કોચીના તિરૂપુનીધુરા માં તેમના માર્ગદર્શન માં રમાઈ હતી.ત્યાર પછી વર્ષો બાદ આ કોન્સેપ્ટ પુનઃ જીવિત થયો. ૧૯૭૧માં ફરીથી વનડે ક્રિકેટ લિમિટેડ 50 ઓવર્સ સાથે રમવાની શરૂઆત થઈ.
‘ વિઝડન’ નામના 2021 ના અંકમાં આ ૫૦ વર્ષના વનડે ક્રિકેટ મેચના પ્રત્યેક દશકના શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર ની જાહેરાત કરવામાં આવી છે. 1980ના દશકમાં કપિલ દેવ, ૧૯૯૦-2000 ના દશકમાં સચિન તેંડુલકર વિશ્વના શ્રેષ્ઠ વન ખેલાડી ઘોષિત થયા છે. 2010 થી 2020 ના દશકમાં વિરાટ કોહલી નું શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે નામ સામેલ છે. 1970 થી ૧૯૮૦ના દશકમાં વેસ્ટ ઇન્ડીઝના વિવિયન રિચાર્ડ્સ અને 2000થી ૨૦૧૦ના વર્ષમાં શ્રીલંકાના સ્પિનર મુરલીધરને નું નામ સર્વોચ્ચ સ્થાને છે .અહીં ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા ભલે વર્લ્ડ કપ જીતવામાં હંમેશા શ્રેષ્ઠ રહ્યું હોય, પરંતુ આ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાના એક પણ ખેલાડી નું નામ નથી. ‘વિઝડન ‘ મેગેઝીન પ્રમાણે 2021 ના શ્રેષ્ઠ ક્રિકેટર ઈંગ્લેન્ડ ના ખેલાડી બેન સ્ટોક્સ છે.