22 Mar. Mumbai: પરમવીર સિંહ ના ઉધ્ધવ ઠાકરેને લખેલા પત્ર પછી મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખ ને બચાવવા શરદ પવાર મેદાનમાં આવ્યા છે.
સો કરોડ ની પ્રતિમાહ વસૂલી નો આરોપ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહ લગાવ્યો હતો, એમણે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો, અને વોટસઅપ ચેટની સાબિતી પ્રસ્તુત કરી હતી.ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં રહીને રાજીનામાની માગ કરી હતી .પણ હવે શરદ પવાર મેદાનમાં આવ્યા છે ,અને તેમણે કહ્યું કે ૫થી ૧૫ ફેબ્રુઆરી સુધી દેશમુખ કોરોના ના કારણે નાગપુરના હોસ્પિટલમાં હતા ,અને 16 થી શરીર 27 તારીખ સુધી દેશમુખ હોમ કવોરેન્ટન હતા, એટલે સચિન વાઝે સાથે ની મુલાકાત ની વાત ખોટી છે, અને દેશમુખ ના રાજીનામું દેવાનો કોઈ સવાલ જ નથી. દેશમુખ પર્ના બધાજ આરોપો ખોટા છે.જ્યારે બીજેપીએ વિડિયો જારી કર્યો છે, જેમાં અનિલ દેશમુખ 15 ફેબ્રુઆરીએ વિડીયો કોન્ફરન્સ કરી રહ્યા હતા.આમ અમિત માલવિયે શરદ પવાર ના બયાન પર સવાલ ઉભા કર્યા છે.
પરમવીર સિંહ નો પત્ર અત્યારે તો મહારાષ્ટ્ર ની રાજનીતિ માં બોમ્બ બની ગયો છે.હવે જોવાનું એ રહે છે કે અનિલ દેશમુખ રાજીનામું આપે છે કે નહિ.
More Stories
देश का एक ऐसा नगर, जो है 0 माइल स्टोन
सौराष्ट्र रत्न, सौराष्ट्र का पेरिस जामनगर: कुमकुम, बांधनी, काजल विशिष्ठ
एशिया कप के लिए आज टीम इंडिया का ऐलान संभव