CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Wednesday, April 2   2:29:57

આલિયા –રણબીર : તમામ ઉમ્રભર તેરા ઇંતઝાર હમને કિયા,

ઇસ ઇન્તઝારમે કિસ કિસસે હમને પ્યાર કિયા

15 April 2022

Written by Dilip Mehta

આલિયા અને રણબીરની લવ સ્ટોરીને આજે પાંચ પાંચ વર્ષ થઈ ગયા છે, અને બંનેની અલગ અલગ જૂની લવ સ્ટોરીઓને યાદ કરવાનો હવે કોઈ અર્થ પણ નથી, પરંતુ, એટલું ચોક્કસ કે જીવનમાં આપણે ધારીએ એવું અને એટલું બધુ નથી બનતું !
પ્રેમ અને લગ્નની અનિશ્ચિતતા હવે માત્ર બોલિવુડની વાત જ નથી રહી. મેક અપ અને બ્રેક અપ હવે આપણી આસપાસ બનતી લગભગ રોજીંદી ઘટનાઓ છે, હા , લગ્ન પહેલા અને લગ્ન પછી પણ આ કહાનીઑ આવતી જ રહે છે. આલિયા સાથેની પ્રેમ કહાની પહેલા રણબીરનું નામ નરગિસ ફકરી , સોનમ કપૂર , દિપીકા , કેટરીના અને પાકિસ્તાની અભિનેત્રી માહિરાખાન સાથે જોડાયેલુ રહ્યું. આલિયાએ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ પહેલાજ રોમાન્સ કર્યો અને એના બાળપણના દોસ્ત અલી દાદરકર પાસેથી પ્રેમ પદારથ પામી. અરસાલન નામના કોઈ યુવાન સાથે પણ એને દોસ્તી થઈ –ડેટિંગ થયું. મહાન ઉદ્યોગ પતિ સુનિલ મિત્તલના પુત્ર કવિન સાથે પણ એના રોમાંસની કહાનીઓ છપાતી રહી. વરુણ ધવન પછી સિધાર્થ મલ્હોત્રા સાથે પણ આલિયાનો ‘લા અફેર’ લાંબો ચાલ્યો ! ટૂંકમાં રણબીર અને આલિયાએ દસ દસ વર્ષમાં લવ અને રોમાંસને ઘૂંટડે ઘૂંટડે પીધો.
આ બધું જોઈએ અને વિચારીએ ત્યારે મને ગુલામ અલીની એક ગઝલના બે એક શેર યાદ આવે છે:
तमाम उम्र तेरा इंतज़ार हमने किया
इस इंतज़ार में किस किससे प्यार हमने किया
तलाश-ए-दोस्त को इक उम्र चाहिये ऐ दोस्त
के एक उम्र तेरा इंतज़ार हमने किया
तेरे ख़याल में दिल शादमा रहा बरसों
तेरे हुज़ूर इसे सोगवार हमने किया
ये तिश्नगी है के उनसे क़रीब रह कर भी
‘हफ़ीज़’ याद उन्हें बार बार हमने किया