CATEGORIES

March 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
Friday, March 14   7:38:14

ટેયલર સ્વીફ્ટ@Eras સીએટલ કોન્સર્ટમાં ચાહકોએ ચિચિયારીઓથી રીતસર ભૂકંપ સર્જી દીધો !

01-08-2023

Dilip Mehta

સોશિયલ મીડિયા દવારા સર્જિત લોકપ્રિયતાના માપદંડો અને મૂલ્યાંકનો હવે મિલિયનમાં નોંધાય છે! આનંદના અતિરેકની તમામ સીમારેખા ઓળંગીને સર્જાયેલી કોઈ ચિચિયારી પણ જયારે લોકપ્રિયતાનો માપદંડ બને ત્યારે એક પોપસ્ટાર ‘દંતકથા’બની જાય છે!
ટેયલર સ્વીફ્ટ હવે બસ, એ જ માર્ગે આગળ વધી રહી છે! ‘Eras’ તરીકે જાણીતી એની અમેરિકાની સંગીતયાત્રાના તમામ શોના એડવાન્સ બુકિંગ થઇ ચુક્યા છે. ટેયલરના કોન્સર્ટને જે લોક્પ્રતીસાદ મળી રહ્યો છે, એની કહાનીઓ પણ એટલી જ રસપ્રચુર છે.
આજકાલ ટેયલરના ધામા સીએટલમાં છે અને એની તાલીઓના તાલે કલાકો સુધી લોકો ઝૂમી રહ્યા છે.
કોન્સર્ટના પરિસરમાંથી ઉઠેલ ચિચિયારીઓએ રીતસર કંપન સર્જી દીધા છે! ચિચિયારીઓથી ઉત્પન થયેલા ૨.૩ની તીવ્રતા ધરાવતા કંપનોએ એક રેકોર્ડ સર્જી દીધો છે!
જો કે સીએટલ માટે તો આ કંઈ નવી નવાઈ નથી કારણકે આ અગાઉ પણ Seattle Seahawks અને New Orleans Saints વચ્ચેની એક ફૂટબોલ મેચ વખતે દર્શકોએ અમેરિકન ફોટબોલ પ્લેયર માર્શન લીંચ (Marshawn Lynch)ના સન્માનમાં એટલી ઉંચી ચિચિયારીઓ કરેલી કે નજીકના સીસ્મોમીટરે પણ એની તીવ્રતાની નોંધ લીધી અને ત્યારબાદ એ ચિચિયારીને શ્રેષ્ઠ કંપન(Best Quake)ઉપનામ મળ્યું! બોલો શું કરવાનું?
સારું છે, ભારતમાં હજુ આ ‘ચિચિયારી કલ્ચર’ રેકોર્ડ કક્ષાએ નથી પહોંચ્યું, બાકી રેકોર્ડ કરવાના અભરખા તો આપણને પણ ક્યાં ઓછા છે!
અર્થશાસ્ત્રીઓતો વળી આ ચિચિયારીકલ્ચર એટલે કે ‘ફેંડમ કલ્ચર’ને દેશની અર્થવ્યવસ્થા(ઈકોનોમી) સાથે હવે જોડવા લાગી ગયા છે.
ઉદાહરણ રૂપ,સ્ટોકહોમમાં ગયા મેં મહિનામાં બેયોન્સના કોન્સર્ટ સમયે હજારો ચાહકોનો શૈલાબ જોવા મળ્યો જેને લીધે ત્યાં અપેક્ષા કરતા વિશેષ ફુગાવાનો દર નોંધાયો હતો.
સ્વીફ્ટના જ્યાં કોન્સર્ટ યોજાયા છે, ત્યાં એટલાન્ટા, શિકાગો, ફિલાડેલ્ફીયા, અને ન્યુ જર્સી જેવા મહાનગરોમાં અત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તેજી આવી ગઈ છે.
કોન્સર્ટમાં જનાર હજારો દર્શકોને ત્યાં પણ ટ્રાફિકના અને પાર્કિંગના પ્રશ્નો ઉભા જ હોય છે.
ગયા વર્ષે એક એવી અફવા ફેલાયેલી કે સ્વીફ્ટની આત્મકથા સ્વયં ટેયલર ના હસ્તે જ લખાયેલી જ છે. બસ, પત્યું, પ્રકાશિત થતા પહેલા જ એ એ બેસ્ટ સેલિંગ બૂક બની ગયેલી! દીવાનગીનું બીજું નામ દીવાનગી જ છે!
ભૂકંપ કેવી રીતે સર્જાય છે, એની આપણી પાસે વૈજ્ઞાનિક માહિતી છે જ, અને કોઈપણ સ્ટારના ચાહકોના ગમે તેવા ઊંચા –નીચા , આડા –અવળા કુદકા –ભૂસકાઓ કે ચિચિયારીઓ એની તીવ્રતાની મિમિક્રી ન કરી શકે, તેમ છતાં, જે લોકો પોપ કલ્ચરને ‘સુપરફીશીયલ’ કે છીછરું ગણવાની લાલચ ધરાવે છે, એ લોકો માટે ટેયલર સ્વીફ્ટનો આ શો એટલું તો સાબિત કરે છે કે દીવાનગી કે ચાહત વર્ગની તાકાત ( power of fandom) ઘણી જ ધ્રુજાવનારી હોય છે!